જો તમે પણ આ રહસ્યમયી પહાડી ના જોઇ હોય તો બનાવો એક વાર ચોક્કસથી પ્લાન, જાણો એવું તો શું છે આમાં ખાસ

લેહ કારગિલ રાજમાર્ગ પર લેહ શહેરથી લગભગ 30 કિલોમીટર દૂર સ્થિત એક નાનકડી જગ્યા આવેલી છે જેને મેગ્નેટિક હિલ અથવા ચુંબકીય પહાડ પણ કહેવાય છે. આ હિલ વિશે એવી માન્યતા છે કે આ પહાડી પર ગાડી ફ્રી કરીને ઉભી રાખવામાં આવે તો એ આપોઆપ ઉપરની બાજુએ ચડવા લાગે છે જ્યારે સામાન્ય રીતે અન્ય ઢાળ ધરાવતા પહાડ કે જગ્યાએ ગાડી ઉભી રાખવામાં આવે તો તે નીચેની બાજુએ આવતી હોય છે જ્યારે ઉપરોક્ત મેગ્નેટિક હિલમાં તેનાથી વિપરીત કાર્ય થાય છે. આ કારણે જ આ જગ્યા મોટાભાગના પર્યટકોને આકર્ષિત કરે છે. લોકો પણ મેગ્નેટિક હિલના આ અજુબાને નજરે નિહાળવા માટે દૂર દૂરથી અહીં સુધી આવે છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં આપણે આ હિલ વિશે રોચક વાતો જાણીશું.

મિસ્ટ્રી હિલ તરીકે પણ ઓળખાય છે

image source

આ પહાડને મિસ્ટ્રી એટલે કે રહસ્યમયી હિલ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે વાહનોને નીચેની બદલે ઉપરની બાજુએ રહસ્યમયી રીતે ખેંચે છે. કહેવાય છે કે જો કોઈ કારને એન્જીન સાથે આ પહાડી પર છોડી દેવામાં આવે તો તે કાર 20 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ સરળતાથી ઢળવા લાગે છે. આ જ કારણ છે કે અહીં આવતા પર્યટકોમાં અને સ્થાનિકોમાં તે મિસ્ટ્રી હિલ અને ગ્રેવીટી હિલના નામથી પ્રસિદ્ધ છે. અનેક વૈજ્ઞાનિકોએ આ પહાડીના રહસ્યને ઉકેલવા મથામણ કરી છે.

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મેગ્નેટિક હિલ

image source

વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ આ પહાડીના રહસ્ય પાછળ ચુંબકીય બળ સિદ્ધાંત કામ કરે છે. આ સિદ્ધાંત મુજબ એવું મનાય છે કે પહાડીમાંથી મજબૂત ચુંબકીય શક્તિ નીકળી રહી છે જે પહાડી પરના વાહનોને પોતાની સીમા અંદર ખેંચી રહી છે. એવું પણ કહેવાય છે કે ભૂતકાળમાં આ પહાડી ક્ષેત્રના કારણે ભારતીય વાયુ સેનાના વિમાનોને પોતાના રસ્તાઓ પણ બદલવા પડ્યા હતા જેથી તેના પર ચુંબકીય શક્તિનો કોઈ પ્રભાવ ન પડે.

લોકોની માન્યતા

image source

અહીંના ગ્રામીણ લોકો આજે પણ વૈજ્ઞાનિક દ્વારા જાહેર કરાયેલી અધકચરી બાબતોને વિશ્વસનીય નથી ગણતા. ગ્રામીણ લોકોની માન્યતા અનુસાર એક સમયે આ જગ્યાએ એક રસ્તો હતો કે લોકોને સ્વર્ગની તરફ લઈ જતો હતો જે લોકો સ્વર્ગમાં જવાને લાયક હતા તેઓ સામાન્ય રીતે અહીંથી પસાર થઈ શકતા અને જે લોકો સ્વર્ગને લાયક નહોતા તેઓ રસ્તામાં જ અટવાઈ પડતા. જો કે આવી વાતો ગપગોળા જ ગણી શકાય.

આ વાતોનું રાખો ધ્યાન

image source

આ ચુંબકીય પહાડ પર જવા માટે તમે રોડ, રેલવે, વિમાન એમ કોઈપણ રીતે તમારી સુવિધા અને અંતરને અનુકૂળ આવે તે મુજબ જઈ શકો છો. જ્યારે તમે આ પહાડી વિસ્તારમાં જવાનો પ્લાન કરો ત્યારે એ વાતનું ધ્યાન રાખવું કે તે એક બંજર વિસ્તાર છે જ્યાં તમે દરેક સમયે આવન જાવન નથી કરી શકતા. આ વિસ્તારમાં કોઈ વ્યવસ્થિત રેસ્ટોરન્ટ કે દુકાન પણ નથી એટલા માટે અહીં જવા પહેલા પોતાની સાથે લઈ જવાનો સામાન વ્યવસ્થિત નોંધ કરીને સાથે લઈ જવો હિતાવહ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત