વધેલા ભાતની ચટપટ્ટી કેપ્સિકમ ચાટ – ચાટની આ નવીન વેરાયટી આજે જ ટ્રાય કરો…

મિત્રો વાર-તહેવાર હોય કે નાના-મોટા પ્રસંગ, તેમજ કોઈ મેહમાન આવે ત્યારે ઘરે જમણવાર થતા જ હોય છે. આવા જમણવાર વખતે ઘણી વાર રાંધેલી વસ્તુ વધતું હોય છે. આથી રાંધેલો ખોરાક ફેંકી ના દેતા તેમાંથી અવનવી સ્વાદિષ્ટ રેસિપી બનાવી શકાય છે. આજ રીતે આજે આપણે બનાવીશુ “કેપ્સિકમ ચાર્ટ”. તે બનાવવા માટે આપણે વધેલા રાંધેલા ભાત યુઝ કરીશુ. સાથે વેજિટેબલ્સ પણ લઈશુ. જે આપણી ચાટને ન માત્ર ચટપટ્ટી પણ હેલ્થી પણ બનાવે છે. તો ચાલો બનાવીએ ચટપટ્ટી કેપ્સિકમ ચાટ.

સામગ્રીઃ


Ø 1 કપ રાંધેલા ભાત

Ø 3-4 ટે-સ્પૂન ટોસનો ભૂકો

Ø 4 ટે-સ્પૂન દહીં

Ø 4 ટે-સ્પૂન મીઠી ચટણી

Ø 2 ટે-સ્પૂન કેપ્સિકમ

Ø 2 ટે-સ્પૂન કોર્ન ફ્લોર

Ø 1 ટે-સ્પૂન આદુ મરચાની પેસ્ટ

Ø 1 ટે-સ્પૂન બારીક કાપેલા ગાજર

Ø 1 ટે-સ્પૂન દાડમ દાણા

Ø 2 ટે-સ્પૂન જીણી સેવ

Ø 2 ટે-સ્પૂન કાંદા

Ø 2 ટે-સ્પૂન ગ્રીન ચટણી

Ø 2 ટે-સ્પૂન કોથમરી

Ø 1 મીડિયમ સાઈઝનું બાફેલું બટેટું

Ø 1/2 ટે-સ્પૂન નમક

Ø ચપટી ચાટ મસાલો

Ø 4, 5 કેપ્સિકમની રાઉન્ડ કાપેલી રીંગ

Ø 3 ટે-સ્પૂન તેલ

તૈયારીઃ

v ટોસનો ભૂકો કરી લો.

v આદુ – મરચાની પેસ્ટ તૈયાર કરી લો.

v ગાજર , કાંદા, કેપ્સિકમ, કોથમીર બારીક સમારી લો.

v તેમ જ કેપ્સિકમની જાડી એક સેન્ટિમીટર જેટલી પહોળી બંગડી જેવી 4-5 રીંગ બનાવી લો.

v 1 મિડિયમ સાઈઝનું બટેટું બાફી ખમણી લો.

રીત:


1) એક પેનમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં આદુ – મરચાની પેસ્ટ નાંખી એક મિનિટ માટે સાંતળો.


2) ત્યાર બાદ તેમાં બારીક કાપેલા કાંદા ઉમેરી એક મિનિટ સાંતળી તેમાં ગાજર અને કેપ્સિકમ ઉમેરી મિક્સ કરો અને ફરી એક મિનિટ માટે સાંતળો.


3) ત્યારપછી તેમાં મેશ કરેલ બાફેલ બટેટું તેમજ મીઠું અને ચાટ મસાલો ઉમેરી મિક્સ કરી લો.


4) હવે તેમાં રાંધેલા ભાત ઉમેરી થોડીવાર ચડવા દો, આપણે ભાત રાંધેલા લીધા છે માટે વધારે ચડવા દેવાની જરૂર નથી.પછી ત્રણ ટે-સ્પૂન ટોસનો ભૂકો ઉમેરી બરાબર મિક્સ કરો. અને છેલ્લે કોથમીર ઉમેરી દો. તો આ ચાટ માટેનું આપણું સ્ટફિંગ તૈયાર છે.


5) આપણે લીધેલ કેપ્સિકમ રીંગમાં તૈયાર કરેલ સ્ટફિંગ પ્રેસ કરીને ભરો. રીંગમાં સ્ટફિંગ ભરતી વખતે સપાટ જગ્યા પર રાખીને ભરવાથી ભરવામાં આસાની રહે છે.


6) હવે આ સ્ટફિંગ પર બંન્ને બાજુ થોડો – થોડો કોર્ન ફ્લોર નાખી હળવા હાથે પ્રેસ કરી લો.આપણી આ કેપ્સિકમ રીંગ તૈયાર છે. જેને હવે શેલો ફ્રાય કરી લઈએ.


7) કેપ્સિકમ રીંગ શેલો ફ્રાય કરવા માટે ફલેટ તળીયાવાળા એક પેનમાં એક ટે-સ્પૂન તેલ ગરમ કરવા મુકો.તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સ્ટફિંગ ભરેલી રીંગ મૂકી બંન્ને સાઈડ ફેરવીને સાંતળો. સ્ટફિંગનો કલર લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરો.શેલો ફ્રાય થઈ ગયા બાદ તેને સર્વિંગ પ્લેટમાં લઇ લો.

8) શેલો ફ્રાય કરેલ કેપ્સિકમ રીંગ પર મીઠી ચટણી, તીખી ચટણી, દહીં, સેવ, દાડમના દાણા તેમાં સમારેલા કોથમીર નાખી ગાર્નિશ કરો. મિત્રો તૈયાર છે આપણી ચટપટ્ટી કેપ્સિકમ ચાટ જે સર્વ કરવા તૈયાર છે.


મિત્રો છે ને યુનિક, ચટપટ્ટી અને મજેદાર ડિશ. જરુર ટ્રાય કરજો ખુબ જ મજા પડી જશે.આમેય બાળકોને તો ખુબ જ મોજ પડી જશે.મેં તો બનવી લીધી, આપ ક્યારે બનાવો છો આ ચટપટ્ટી કેપ્સિકમ ચાટ.


ચાટમાં નાખેલ ચાટ મસાલો આપણી રેસિપી ને ચટપટ્ટી બનાવે છે. તેમજ ગાજર, કેપ્સિકમ, કોથમીર આપણી ચાટને હેલ્ધી બનાવે છે. અને સાથે દહીં, ગ્રીન ચટણી અને મીઠી ચટણી આ ડીશને મજેદાર બનાવે છે. સેવ અને દાડમના દાણા ખુબ જ મજેદાર સ્વાદ અને ટેમ્પટિંગ ટેસ્ટ આપે છે તો શા માટે ના ટ્રાય કરીએ આવી મજેદાર ડિશ.

આ રેસિપીનો વિડીયો જોવા અહીં ક્લિક કરો :