નવી વહુને સાસુ નીતા અંબાણીએ આપ્યો અનોખો અને અધધ કિંમતી હીરાનો હાર, રકમ વાંચીને આંખો થઇ જશે ચાર…

આકાશ અને શ્ર્લોકાના લગ્નની ઉજવણીની સાહેબી સૌએ માણી. વરઘોડા અને ફેરાના ફોટોઝ અને વિડિયોઝ ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. લોકો તેને પસંદ કરીને પોતપોતાના ગૃપમાં શેર પણ કરી રહ્યા છે. હવે, રંગેચંગે પ્રસંગ પૂરો થયા બાદ મીડિયામાં એક સમાચાર એવા આવ્યા છે, જેને લીધે ફરી અંબાણી પરિવાર અને ખાસ કરીને નીતા અંબાણી તરફ સૌનું ધ્યાન ગયું છે.


નીતા અંબાણીએ કરોડોના હીરાથી નવવધુને વધાવીઃ

મીડિયા દ્વારા મળેલા અહેવાલો અનુસાર, નીતા અંબાણીએ તેની મોટી વહુને તેના લગ્ન પછી પરિવારમાં તેનું ભવ્ય સ્વાગત કરવાનું નક્કી કર્યું. અને તેને વધુ સ્પેશિયલ બનાવવા માટે, તેણીએ શ્ર્લોકાને વિશ્વનો સૌથી મોંઘો હીરાનો હાર આપ્યો છે, L’Incomparable, બ્રાન્ડનો વિશ્વમાં સૌથી ઉત્તમ હીરાની કલાકારીગરી માટે જાણીતો છે અને તેની કિંમત છે રૂ. 300 કરોડ.

સૂત્રોના અહેવાલ મુજબ એવું પણ જાણવામાં આવ્યું છે કે નીતા અંબાણી શરૂઆતમાં શ્ર્લોકાને તેમના પરિવારનો જ વારસાગત સોનાનો હાર આપવાની ઇચ્છા હતી, પરંતુ પાછળથી તેમણે તેમની એ ઇચ્છા બદલી હતી.

A post shared by nita mukesh ambani (@nitaambaniofficial) on

મુઆર્ડ બ્રાન્ડ્ની આ L’Incomparable ડાયમંડ નેકલેસ સિરિઝ દુનિયાની સૌથી કિંમતી જ્વેલરીમાંથી વખણાય છે. અને આ બ્રાન્ડના નામે અનેક વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલા છે. ૧૮ કેરેટ સોના સાથે રેર ડાયમંડનો આ હાર આપીને નીતા અંબાણીએ એક સાસુ તરીકે તેઓએ નવી વહુનું સ્વાગત કરીને સૌને આશ્વર્યમાં મૂકી દીધાં છે.

ઈશા કેમ પાછળ રહી જાય પોતાની મમ્મીથી?

વધુમાં એવા પણ સમાચાર છે નવી ભાભી ઘરમાં લાવીને ઈશાએ અનોખી રીતે સ્વાગત કર્યું છે. તેણે વહાલી ભાભી અને લાડલા ભાઈને આપી એક કિમતી ભેંટ જે કોઈપણ વ્યક્તિનું સપનું હોઈ શકે.

કરોડોની કિંમતનો મહેલ જેવો બંગલો ઈશા અંબાણીએ તેમની ભાભી શ્ર્લોકાને ગૃહપ્રવેશમાં અપ્યો. આ ભવ્ય બંગલોની ભેંટ પાછળનું ઈશાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ઈશા અને આનંદ પિરામલના લગ્ન પહેલાં કરવાની વાત આવી ત્યારે તેના વહાલા ભાઈએ પોતાના લગ્ન થોડો સમય પાછા ઠેલી દીધાં હતાં અને બહેનના લગ્ન પહેલાં થયાં. આ રીતે ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રૂપે ઈશા અને આનંદે શ્ર્લોકા અને આકાશને કિંમતી બંગલો લગ્નની ભેંટ તરીકે આપ્યો.

અનેક ફિલ્મી હસ્તીઓ અને દુનિયાભરના સેલિબ્રિટીઝ સાથે આ લગ્નની રોનક જોવા જેવી હતી. તેની ચમક સાથે આ ભેંટમાં મળેલ હીરાના હારના સમાચરે પણ સૌની આંખો ચમકાવી દીધી છે.