સુજી બેસન ઢોકળા – સરળ અને ઝડપથી બની જાય એવા સુજી અને બેસનના સ્વાદિષ્ટ ઢોકળા…

મિત્રો, દરેક ગુજરાતી ઘરોમાં ઢોકળા અવારનવાર બનતા જ હોય છે કારણ કે ઢોકળા એ ગુજરાતી લોકોની પ્રિય ડીશ છે. આ ઢોકળા ઘણીબધી રીતે બનતા હોય છે તો આજે હું સરળ અને ઝડપથી બની જાય એવા સુજી અને બેસનના સ્વાદિષ્ટ ઢોકળા બનાવવાની રેસિપી આપની સાથે શેર કરવા જઈ રહી છું જે એકદમ સોટ અને સ્પોન્જી બને છે તો ચાલો બતાવી દઉં ઢોકળા બનાવવાની રેસિપી

સામગ્રી :

v 1 કપ બેસન

v 1/4 કપ સુજી

v 1 કપ છાશ

v ચપટી હળદર

v ચપટી હિંગ

v 1 સચેટ ઈનો રેગ્યુલર

v સ્વાદપ્રમાણે મીઠું

v 1 થી 1/2 ટેબલ સ્પૂન તેલ

v 1/4 ટેબલ સ્પૂન રાઈ

v 1/4 ટેબલ સ્પૂન જીરું

v 2 લીલા મરચા

v મીઠો લીમડો

v 1/2 ટેબલ સ્પૂન કાળા તલ

v 1/2 ટેબલ સ્પૂન સફેદ તલ

રીત :

1) એક મોટા વાસણમાં બેસન લો, બેસનને હંમેશા ચાળીને લેવો જેથી ખીરું સરસ સ્મૂથ બને. ચાળવાથી એરેશન થાય જેથી ઢોકળા અંદરથી સરસ જાળીદાર બને. સાથે જ સુજી પણ એડ કરી દો.

2) બેસન અને સૂજીને સારી રીતે મિક્સ કરી તેમાં છાશ એડ કરો. છાશ મીડીયમ ખાટી હોય તેવી લેવી જેથી ઢોકળા ટેસ્ટી બને. બરાબર મિક્સ કરી લો.

3) જરૂર મુજબ પાણી ઉમેરી સ્મૂથ ખીરું તૈયાર કરો. આ બેટર ફૂલીને થોડું ઘટ્ટ થશે કારણ કે આપણે સુજી એડ કરી છે જે પલળતા થોડી ફૂલે છે તો એ ધ્યાનમાં રાખી પાણી એડ કરવું.

4) હવે આ બેટરને ઢાંકીને 2 કલાક માટે હૂંફાળી જગ્યા પર રાખી દો જેથી બેટરમાં આથો આવી જાય.

5) 2 કલાક પછી બેટરમાં સરસ આથો આવી જશે તો હવે તેમાં ચપટી હળદર તેમજ સ્વાદ મુજબ મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો.

6) આપણે આ ઢોકળાને સ્ટીમ કૂક કરવા છે તો ઈનો ઉમેરતા પહેલા સ્ટીમર કે મોટા વાસણમાં પાણી ગરમ થવા મૂકી દો. પાણી ગરમ થતા જ બેટરમા ઈનો ઉમેરી દો, અહીંયા ઈનો રેગ્યુલર લેવાનો છે. ઈનો ના ઓપ્શનમાં કૂકિંગ સોડા પણ લઈ શકાય. ઈનો ને એકટીવેટ કરવા તેના પર સહેજ પાણી ઉમેરો.

7) ફરી બેટરને સારી રીતે મિક્સ કરી લો. ઈનો એડ કરવાથી બેટર સરસ ફ્લફી થઈ જશે.

8) હવે આ બેટરને ઢોકળાની પ્લેટમાં ઢાળી દો, પ્લેટને પહેલા તેલથી ગ્રીસિંગ કરી લેવી.

9) પ્લેટ સ્ટીમરમાં મૂકી ઢાંકણ ઢાંકી 20 મિનિટ માટે ચડવા દો, સ્ટવની ફ્લેમ ફાસ્ટ રાખવી. વચ્ચે ચેક કરી લેવું કે પાણી બળી ન જાય, જો પાણી બળી જાય તો પાણી ઉમેરી લેવું.

10) 15 મિનિટ પછી ઢોકળાને ચરી પોઇન્ટ કરી ચેક કરવા, જો છરી પર બેટર ચીપકે નહિ અને છરી સાફ આવે તો સમજો ઢોકળા ચડી ગયા નહિ તો થોડીવાર વધુ ચડવા દો.

11) ઢોકળા ચડી જાય એટલે પ્લેટ બહાર લઈ થોડા ઠંડા પડે પછી કટ કરી લેવા.

12) હવે આપણે ઢોકળાને વઘારવા છે તો તે માટે વઘારિયામાં એક થી દોઢ ટેબલ સ્પૂન તેલ ગરમ કરો.

13) તેલ ગરમ થતા જ તેમાં રાઈ નાખો, રાઈ તતડી જાય એટલે જીરું ઉમેરો, ત્યારબાદ તેમાં હિંગ, બારીક સમારેલ લીલું મરચું, સૂકું લાલ મરચું, મીઠો લીમડો, બંને તલ ઉમેરી દો.

14) હવે આ વઘારને ઢોકળા પર સ્પ્રેડ કરી લો.

15) તો તૈયાર છે આ સોફ્ટ અને સ્પોન્જી સુજી બેસન ઢોકળા, આ રીતે બનાવેલ ઢોકળા પોચા અને સ્વાદિષ્ટ બને છે તેમજ જયારે ઢોકળા પલાળવાનો ટાઈમ ના હોય અને ઢોકળા ખાવા હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ જરૂર બનાવજો અને બનવતા પહેલા નીચે આપેલ વિડીયો જરૂર જોઈ લેજો જેથી ઢોકળા બનાવવામાં સરળતા રહે.

વિડીયો લિંક :


રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.