લાલ મરચાંની ચટણી – મરચાંમાંથી બનતી ચટાકેદાર ચટણીની રેસીપી શીખો સ્ટેપ બાય સ્ટેપ…

મિત્રો, આજે હું લાલ મરચાની ચટણી બનાવવાની રેસિપી શેર કરું છું જે બિલકુલ યુનિક છે અને બનાવવી પણ આસાન છે. વળી, તેનો સ્વાદ એવો ટેમ્પટિંગ છે કે સૌને પસંદ આવે. તો ચાલો બતાવી દઉં ચટાકેદાર ચટણી બનાવવાની રેસિપી

સામગ્રી :


1 વાટકી લાલ મરચાંની પેસ્ટ

1 વાટકી દળેલી ખાંડ

1 વાટકી લીંબુનો રસ

મીઠું સ્વાદપ્રમાણે

તૈયારી :


લાલ મરચાને સાફ પાણીથી ધોઈ કોરા કરી લેવા, પાણીનો ભાગ બિલકુલ ના રહેવો જોઈએ. ત્યારપછી બી કાઢી પેસ્ટ બનાવી લેવી.


ખાંડને દળી લેવી.

લીંબુનો રસ કાઢી લેવો.

રીત :


સૌ પ્રથમ એક તપેલીમાં લાલ મરચાની પેસ્ટ નાંખો , તેમાં દળેલી ખાંડ અને લીંબુનો રસ અને મીઠું નાખી બરાબર મિક્સ કરો. હવે તપેલીને સાફ કોટનનું કપડું બાંધી સનલાઇટમાં રાખી દો, જે રીત કેરીનો છૂંદો તડકા-છાંયડામાં રાખીયે તે રીતે સાતેક દિવસ રાખો. દરરોજ એકવાર હલાવી લેવું. ચટણીની કવોન્ટિટી અડધી થઇ જાય અને ચટણી એકદમ ઘટ્ટ થઇ જાય ત્યાસુધી સનલાઇટમાં રાખવાની છે. પછી તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લેવી.


એન્ગ્રેડિયન્ટ્સ તરીકે લીધેલ લીંબુ, ખાંડ અને મીઠું પ્રિઝર્વેટીવ તરીકે કામ કરે છે જેથી ચટણી લાંબા સમય સુધી સારી રહે છે.

ખટાશ ઓછી પસંદ હોય તો સ્વાદ મુજબ લીંબુનો રસ ઘટાડી શકાય.

મરચાની તીખાશ સાથે લીંબુની ખટાશ અને ખાંડની મીઠાશ ચટણીને ખરેખર ચટાકેદાર બનાવે છે, જેને ફરસાણ અને નાસ્તા સાથે ખાઈ શકાય. તેમજ રૂટિન ભોજનમાં પણ સમાવેશ કરીને ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકાય.

આ ચટણીને આપણે ચીલી સોસના ઓપ્શનમાં પણ યુઝ કરી શકીયે જે કેમિકલ ફ્રી હોવાથી આપણી કોઈપણ ડિશને વધુ ટેસ્ટી બનાવે છે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

આ રેસિપીનો વીડિયો જોવા અંતે આ લિંક પર ક્લિક કરો :