શું તમે જાણો છો એક પેન્સિલથી કેટલા શબ્દો લખાઈ શકે?

દુનિયાભરની એવી કેટલીય માહિતી છે જેના વિષે બધા લોકો નથી જાણતા.

image source

અમુક માહિતી તો એવી છે જેને જાણીને આપણે નવાઈ પામ્યા વિના ન રહી શકીએ. આવી જ રોચક માહિતીઓ આપના સુધી પહોંચાડવા અમે ” માનો યા ન માનો ” શીર્ષકથી એક વિશેષ શ્રેણી સમયાંતરે પ્રકાશિત કરી રહ્યા છીએ. જેનો ચોથો ભાગ અત્રે પ્રસ્તુત છે.

આશા રાખીએ છીએ કે આ શ્રેણી અમારા માનવંત અને જિજ્ઞાસુ વાચકો માટે માહિતીપ્રદ રહેશે.

એક પેન્સિલથી કેટલા શબ્દો લખાઈ શકે ?

image source

લોઅર કેજી કે સિનિયર કેજીમાં ભણતા નાના બાળકોને પેન્સિલ વડે લેસન કરતા તો તમે નિહાળ્યા જ હશે. પણ શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો કે નાનકડી અમથી પેન્સિલથી કેટલા શબ્દો લખાઈ શકે ? તો જવાબ છે કે એક સામાન્ય પેન્સિલથી જો સીધી રેખા દોરવામાં આવે તો એની લંબાઈ અંદાજે 35 કિલોમીટર સુધી હશે અને એક પેન્સિલથી અંદાજે 50000 અંગ્રેજી શબ્દો લખાઈ શકે.

કરચલાના શરીરમાં હદયનું સ્થાન

image source

આપણા મનુષ્યોના શરીરની વાત કરીએ તો દરેક માણસના શરીરમાં એક હદય હોય છે જે તેની છાતીમાં આવેલું હોય છે. પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે સમુદ્રમાં જોવા મળતા કરચલાનું હદય તેના શરીરમાં નહીં પણ માથામાં આવેલું હોય છે.

સ્ટીવ જોબ્સની કારની વિશેષતા

image source

જગવિખ્યાત સ્માર્ટફોન કંપની apple ના સ્થાપક એવા સ્ટીવ જોબ્સની કાર એક ખાસ વિશેષતા ધરાવે છે અને તે એ કે સ્ટીવ જોબ્સની કારમાં જ્યાં સુધી તેઓ જીવિત હતા ત્યાં સુધી ક્યારેય નંબર પ્લેટ નહોતી લગાવવામાં આવી.

મધમાખીનો જીવલેણ ત્રાસ

image source

એક અધ્યયન મુજબ ઓસ્ટ્રેલિયા દેશમાં દર વર્ષે સાપ કરડવાને લીધે થતા માનવ મૃત્યુ કરતા મધમાખી કરડવાથી થતા માનવ મૃત્યુનો આંક વધારે છે. જો કે આપણે ત્યાં પણ આવી જ મધમાખીની એક જાત જોવા મળે છે જેના દ્વારા કરડવાથી માણસનાં મૃત્યુ થયાના કિસ્સા પણ નોંધાયેલા છે.

નાનકડા પતંગિયાનાં નાનકડા પગ

image source

તીખું તમતમતું મરચું હોય, કારેલા જેવું કડવું હોય કે મધ જેવું મીઠું દરેક ફૂડ બાઈટ આપણે જીભ વડે ચાખીએ છીએ. પરંતુ ખુશ્બુથી મઘમઘતા ફૂલો અને બાગબગીચામાં ફર ફર ઉડતા નાનકડા પતંગિયા કોઈપણ વસ્તુનો સ્વાદ પોતાના પગ વડે ચાખે છે. છે ને નવીન વાત..

ખિસકોલીનો જીવનકાળ

image source

આપણે (1990 સુધીમાં જન્મેલા) ભણતા હતા ત્યારે ” તું અહીંયા રમવા આવ મજાની ખિસકોલી… ” કવિતા આવતી. આ વાંચનાર પૈકી ઘણાખરા લોકોને આ કવિતા વર્ષો બાદ પણ થોડીઘણી યાદ હશે. પરંતુ શું તમે જાણો છો કે ઘરઆંગણે જોવા મળતી ખિસકોલીનો જીવનકાળ સરેરાશ નવ વર્ષનો હોય છે.

ગરોળીના પલ્સ રેટ

image source

આપણા શરીરની તંદુરસ્તી અને સ્થિતિ જાણવા ડોકટર હદયના પલ્સ રેટ ચેક કરે છે. અલગ અલગ માણસોના વય અને શરીરના કદ પ્રમાણે પલ્સ રેટ પણ અલગ અલગ હોય શકે. લગભગ દરેક જીવનું હદય ધબકતું જ હોય. ઘરમાં જોવા મળતી નાનકડી ગરોળીનું હદય પણ 1000 વખત પ્રતિ મિનિટ ધબકતું હોય છે.

ટ્રાય કરી જુઓ

image source

એક સામાન્ય કદ કાથી ધરાવતો માણસ ક્યારેય પોતાની કોણીને જીભ વડે અડકી શકતો કે ચાટી શકતો નથી. તમે ઇચ્છો તો ટ્રાય પણ કરી શકો છો. (આ વાંચનાર પૈકી 70% લોકો અત્યારે જ ટ્રાય કરશે)

હેં.. ઊંઘમાં પણ જીવાણુઓ

એક માણસ ઊંઘ દરમિયાન તેના પુરા જીવનકાળમાં સરેરાશ 70 પ્રકારના અલગ અલગ જીવાણુઓ પોતાના પેટમાં પધરાવે છે. વિચિત્ર પરંતુ વાસ્તવિક.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ