જો ફોલો કરશો આ 10 ટિપ્સ, તો સડસડાટ ઉતરી જશે પેટની ચરબી

ઝડપી વજન કેવી રીતે ઉતારવું? 

image source

સ્ત્રીના શરીરને લગભગ 1200 કેલરીની જરૂર હોય છે અને પુરુષના શરીરને લગભગ 1500 કેલરીની જરૂર હોય છે.

પરફેક્ટ ફિગરને જાળવવા માટે આ 10 ટીપ્સને યોગ્ય રીતે નિયમિતપણે અનુસરો.

* ચરબી અને કોલેસ્ટરોલથી ભરપૂર ખોરાક ઓછો ખાઓ.

image source

* કાચા ફળો અને શાકભાજીને સલાડ તરીકે ખાઓ.

* રસોઇ કરતી વખતે અને ટીવી જોતા સમયે ન ખાવું.

વજનને કેવી રીતે નિયંત્રિત કરવું:-

image source

પરફેક્ટ ફિગર કોને પસંદ ન હોય? આ પરફેક્ટ ફિગર બનાવવાની ઇચ્છામાં ન જાણે તમે કેટલાયએ પ્રકારની આહાર યોજનાને (ડાયટ) અનુસરવાનો પ્રયાસ કરતા રહેતા હોવ છો, ઘણીવાર તો આપણે જ આપણા પોતાના આહારમાંથી ચરબી વધારતી ચીજોવસ્તુઓને બહાર કાઢી દઈએ છીએ. પરંતુ એકવાર વજન ઓછું થઈ ગયા પછી આપણે શું કરીએ છીએ?

image source

ડાયેટ પ્લાનને ભૂલી જઈ, તમે ફરીથી એ જ જૂની ચીજવસ્તુઓ ખાવાનું શરૂ કરી દો છો અને ફરી એકવાર પરિણામોમાં મળે છે એ જ પહેલા જેવું જૂનું ભારેખમ શરીર. જો તમે તમારા શરીરને હંમેશા પરફેક્ટ શેપમાં જ રાખવા ઈચ્છતા હોવ અને દરરોજ એકદમ ફીટ દેખાવા માંગતા હો, તો હંમેશા આ 10 ટીપ્સને યાદ રાખો અને નિયમિતપણે અનુસરો.

વજન ઘટાડવા માટેની ટોચની શ્રેષ્ઠ 10 ટિપ્સ:-

image source

ચાલો અમે તમને એ જણાવી દઈએ કે સ્ત્રીના શરીરને લગભગ 1200 કેલરીની જરૂર હોય છે અને પુરુષના શરીરને લગભગ 1500 કેલરીની જરૂર હોય છે. આવી સ્થિતિમાં, આ 10 ટીપ્સની મદદથી, તમારે તમારા ફિટ શરીરને જાળવવા માટે કેલરી ઘટાડવાની તેમજ દૈનિક પ્રવૃત્તિઓમાં વધારો કરવાની જરૂર પડશે. જેમ કે વધુ દૈનિક ચાલવું, લિફ્ટને બદલે સીડીઓનો ઉપયોગ કરવો વગેરે.

image source

1. આહારમાં (ડાયટ) શાકભાજી, ફળો અને ઘઉંનો સમાવેશ કરો.

2. જટિલ કાર્બોહાઇડ્રેટ જેવા કે બ્રાન ઘઉં, જુવાર અને બાજરીનું સેવન વધારવું.

3. બ્રેડ, નૂડલ્સ, મેક્રોની અને પાસ્તા જેવા મેંદા અને તેનાથી બનાવેલા ઉત્પાદનો નિયમિત ન ખાવા જોઈએ.

4. ચરબી અને કોલેસ્ટરોલથી ભરપૂર ખોરાક ઓછો ખાઓ. આ સિવાય ઇંડા, ડેરી ઉત્પાદનો, માખણ, ઘી, વનસ્પતિ અને નાળિયેર તેલનો વપરાશ કરવો.

image source

5. મીઠું (સ્વીટ) કે ખાંડ ઓછી ખાવી.

6. કાચા ફળો અને શાકભાજીને સલાડ તરીકે ખાઓ. આ તમારા શરીરને જરૂરી વિટામિન, ખનિજો અને ફાઇબર પુરા પાડશે. ફાઈબર તમારા પાચનતંત્રને સારું બનાવી રાખશે. મેદસ્વીપણા અને હૃદય સંબંધિત સમસ્યાઓ પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે.

7. મીઠું ઓછી માત્રામાં ખાઓ.

image source

8. દિવસભર આહારને એકસાથે નહીં પરંતુ નાના ભાગોમાં લઈ ખાઓ. એકસાથે તમારા પેટને વધારે ન ભરી દો. કોઈપણ ભોજનને છોડશો નહીં. દરરોજ સમયસર નાના નાના ભાગે ભોજન ખાઓ.

9. રાંધતી વખતે અને ટી.વી. દેખાતી વખતે ભોજન ન ખાઓ. દરરોજ નિયમિત 6 થી 8 ગ્લાસ પાણી પીવો.

image source

10. નિયમિત કસરત કરો. દિવસમાં 20 થી 40 મિનિટ સુધી બ્રિક્સ વોકિંગ (ઝડપથી ચાલવું) કરો. વજન ઓછું કરવા અને તેને જાળવવા માટે એરોબિક કસરત સૌથી શ્રેષ્ઠ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ