કેેટરીના કૈફ જેવી ફિગર કરવી છે? તો જલદી ફોલો કરો તેની આ ટિપ્સ

કેટરીના કૈફની જેમ તમારા ડાયેટમાંથી આ વસ્તુઓને દૂર કરી દો અને પછી મેળવો તેણી જેવા જ એબ્સ

image source

કેટરીના કૈફના કસાયેલા શરીર પાછળનું રહસ્ય જાણો

કેટરીના કૈફ પોતાના ફીટ બોડીથી માત્ર તેણીના ફેન્સને જ ઇન્સ્પાયર નથી કરતી પણ સાથે સાથે તેણી પોતાના સાથી કલાકારોને પણ પોતાના ડાયેટ પ્લાનથી તેમજ પોતાની ફીટનેસથી ઇન્સ્પાયર કરતી હોય છે. 36 વર્ષની ઉંમરે તેણીની કાયા 20 વર્ષની યુવાનીમાં પગલાં મુકતી કોઈ યુવતિને ઇર્ષા અપાવે તેવી છે.

કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશી ત્યારથી તે અત્યાર સુધીમાં તેના દેખાવમાં ગજબનો ફેરફાર થયો છે.

image source

તમને જણાવી દઈએ કે કેટરીના એક ફિટનેસ ફ્રીક છે અને તેણી જીમમાં કલાકોના કલાકો પસાર કરી દે છે અને તેનું જ પરિણામ તેના આ એબ્સ છે. ઘણા લોકો પોતે પાતળા હોય છે પણ તેમની કમર પર કરેટરીના જેવા એબ્સ નથી હોતા અને તેની તેમને ખૂબ જ ઇર્ષા આવે છે. પણ અમે તમને જણાવી દઈએ કે કેટરીનાના જીમ વર્કાઉટ કરતાં તેનું ડાયેટ જ તેના આ એબ્સ માટે જવાબદાર છે જેનું રહસ્ય તમારા કીચનમાં જ છૂપાયેલું છે. તમે પણ વજન ઘટાડીને તમારા એબ્સને શોઓફ કરી શકો છો. તમારે માત્ર તમારા ડાયેટમાં આટલું જ પરિવર્તન કરવાનું રહેશે.

image source

તાજેતરમાં એક ઇન્ટર્વ્યુમાં કેટરીનાએ જણાવ્યુ હતું કે તેણીને પોતાના શરીરને ફીટ રાખવું ખુબ પસંદ છે.

તેણીએ પોતાના ડાયેટમાં કેટલુંક પરિવર્તન કર્યું છે, તે વિષે તેણી જણાવે છે, ‘મારા મુખ્ય નિયમો, જેને હું 95 ટકા ફોલો કરું છું તે છે , નો ગ્લુટન, નો રીફાઈન્ડ શુગર, નો ડેરી’ એટલે કે ગ્લુટન ફ્રી ખોરાક જ આરોગવો જેમાં ઘઉંને કોઈ જ જગ્યા નથી, નો રીફાઈન્ડ શુગર એટલે કે કોઈ પણ જાતની પ્રોસેસ્ડ શુગર નહીં એટલે કે તેણી ખાંડ નથી ખાતી, તેણી ફ્રુટમાંથી જે મીઠાશ મળે છે તે જ લે છે.અને ડેરી પ્રોડક્ટને પણ તેણીએ પોતાના ડાયેટમાંથી જાકારો આપેલો છે એટલે કે દૂધ, દહીં, માખણ, છાશ, ચીઝ કંઈ પણ નહીં.

image source

અમે તમને જણાવીએ છે કે કેટરીનાનો આ નિયમ સો ટકા કામ કરે છે. જો તમે સતત તમારા વજનને લઈને પરેશાન રહેતા હોવ અથવા તો તેને વધારવા માગતા ન હોવ તો તમારે પણ તેના ડાયેટને ફોલો કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે કેટરીના ક્યારેય પોતાનો નિયમ તોડતી નથી તેણીનું માનવું છે કે દરેક પ્રકારના કાર્બ્સ તમને મેદસ્વી બનાવે છે.

તો આજે અમે તમને કીચનના કેટલાક એવા ખોરાક વિષે જણાવીશું જેને તમારે બદલવા જોઈએ.

ગ્લુટન

image source

કેટરીના ભાગ્યે જ બ્રેડ, પાસ્તા ખાતી જોવા મળશે. જો કે ગ્લુટન કે જે અનાજમાં સમાયેલું હોય છે તે કંઈ એટલું બધું ખરાબ નથી. પણ તમે તેમાં ઘટાડો તો ચોક્કસ કરી શકો છો. ખાસ કરીને ગ્લુટન વાળો પદાર્થ જ્યારે શરીરમાં યોગ્ય રીતે પચતો નથી ત્યારે સમસ્યાઓ ઉભી થાય છે. તે તમારા પાચન તંત્રને ડિસ્ટર્બ કરે છે, પેટમાં બળતરા ઉભી કરે છે, વજન વધારે છે, તમારી ભુખને વધારે છે અને તમને વધારે ખાવાનું મન થાય છે અને આ રીતે તમારું વજન ઓર વધે છે.

ડેરી

image source

વર્ષોથી ડેરી એટલે કે દૂધમાંથી બનતી વસ્તુઓને તમારી કમર વધારનારુ જ માનવામાં આવ્યું છે. ઘણા બધા લોકો કે જેઓ ઝડપથી વજન ઘટાડવા માગતા હોય તેઓ પહેલું કામ દૂધ અને દૂધમાંથી બનાવેલી વસ્તુઓને તીલાંજલી આપવાનું કરે છે. ડેરી એ મૂળે તો ખરાબ નથી, પણ તેમાંની સામગ્રીઓ જેમ કે ચરબી અને તેમાંની ખાંડ તમને સૌથી વધારે નુકસાન કરે છે અને તમારા વજન વધારામાં સૌથી મોટો ભાગ ભજવે છે.

image source

જો તમે પણ ડેરી પર કાપ મુકવા માગતા હોવ, તો તેને સદંતર બંધ કરવાની જગ્યાએ તેના હેલ્ધી ઓપ્શન વિષે વિચારો. જેમ કે દૂધની બદલે, સોય મિલ્ક, બદામનું દૂધ અથવા તો સ્કીમ્ડ મિલ્ક વાપરવાનું શરૂ કરો તે તમારા વજન ઘટાડામાં ઘણો ફરક પાડશે.

ખાંડ

image source

વધારે પ્રમાણાં રિફાઈન્ડ શુગર એટલે કે ખાંડ ખવાથી તમારા શરીરમાં કેલરી વધી જાય છે, બીજી બાજું તે તમને શૂન્ય પોષણ આપે છે, અને ખાંડમાંથી મેળવેલી કેલેરી તમારા શરીરમાં ચરબી સ્વરૂપે ભેગી થાય છે. તેથી પણ વધારે તમારા શરીરમાં શર્કરા વધે છે જે તમારા શરીરની રક્ત શર્કરાના સ્તરને પણ વધારે છે અને આ બધું જ તમને વજન વધારા તરફ લઈ જાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ