બીગ બીએ શેર કરી જૂની તસવીર, જે જોઇને તમે પણ થઇ જશો ખુશ-ખુશ

અમિતાભે યાદ કરી પોતાની જુવાનીની હોળી ઉજવણી – શેર કરી યાદગાર તસ્વીરો

મંગળવારના રોજ સમગ્ર દેશમાં હોળી અને ગુજરામાં ધૂળેટી તરીકે ઉજવાઈ ગયો. ગામડાની ગલીઓથી માંડીને મોટા શહેરની ક્લબોમાં ધામધૂમથી રંગોની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બોલીવૂડ સ્ટાર્સ પણ પાછા નથી રહ્યા.

તેમણે પણ આ ઉત્સવને ધામધૂમથી ઉજવ્યો છે. અસંખ્ય બોલીવૂડ સ્ટાર્સે પોતાના ફેન્સને અવનવી રીતે હોળીની તસ્વીરો શેર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી. બોલીવૂડના શહેનશાહ એવા અમિતાભ બચ્ચને પણ હોળી સેલીબ્રેશનની કેટલીક યાદગાર તસ્વીરો શેર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

અમિતાભ બચ્ચને પોતાના ઇસ્ટાગ્રામ અકાઉન્ટ પર કેટલીક તસ્વીરોનો કોલાજ શેર કર્યો છે. તેમાંની એક તસ્વીર અમિતાભના ઘર પ્રતિક્ષાની છે જ્યાં તે પોતાના નાના દીકરા અભિષેક અને પત્ની જયા બચ્ચન સાથે જોઈ શકાય છે. તો વળી બીજી તસ્વીરમાં રાજકપૂર અને શમ્મી કપૂર પણ જોઈ શકાય છે. આ ઉપરાંત જીતેન્દ્ર અને શત્રુઘ્ન સિન્હા પણ બીજી તસ્વીરોમાં દેખાઈ રહ્યા છે.

image source

આ તસ્વીરોને શેર કરતાં અમિતાભે લખ્યું છે, ‘હોળીના આ પવિત્ર પ્રસંગે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને સ્નેહ આપણા બધાના જીવનમાં, અને આપણી વચ્ચે ખુશીઓનો રંગ ભરેલો રહે, તે જ ઇશ્વરને પ્રાર્થના છે ! એકબીજાને ભેટો, રંગ લગાવો, બધા ઘૂઘરા ખાઓ, ઢોલ વાગે, મૃદંગ વાગે, બધા જ હસે નાચે અને ગાય’ અમિતાભ આગળ શેર કરેલી તસ્વીરો વિષે લખે છે, ‘ઘણા વર્ષો પહેલાની હોળી… પ્રતીક્ષામાં અભિષેક અને જયાની સાથે. આરકે સ્ટુડિયોમાં રાજ જી, શમ્મી જી, જીતેન્દ્ર, શુત્રુઘ્નની સાથે.’

 

View this post on Instagram

 

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

તમને જણાવી દઈએ કે વર્ષો પહેલાં બોલીવૂડમાં પૃથ્વી રાજ કપૂરના પરિવારે હોળીની ઉજવણીની શરૂઆત કરી હતી. અને તેમના દ્વારા આપવામા આવતી હોળી પાર્ટીમાં આખાએ બોલીવૂડને આમંત્રણ આપવામાં આવતું. રંગોથી ભરેલી ટાંકીઓમાં સેલેબ્રીટી એકબીજાને ભીંજવતા. નાચવા અને ગવાની મહેફીલો જામતી. પૃથ્વી રાજ કપૂર બાદ રાજ કપૂરે પણ પિતાની આ પરંપરાને ચાલુ રાખી પણ 1988માં રાજ કપૂરના નિધનની સાથે જ હોળીનું સેલિબ્રેશન પણ બંધ થઈ ગયું.

image source

અમિતાભ ઉપરાંત ટ્વિંકલ ખન્નાએ પણ પોતાના માતાપિતાની હોળીનું સેલીબ્રેશન કરતી એક તસ્વીર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં તેના માતા પિતા એટલે કે રાજેશ ખન્ના અને ડીમ્પલ કાપડિયા રાજકપૂર સાથે હોળી ઉજવતા જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on

તો વળી યુવાન અભિનેતા કાર્તિક આરયાન અને વિતેલા જમાનાની શાનદાર અભિનેત્રી શબાના આઝમીએ પણ હોળીની જુની તસ્વીર શેર કરી છે. કાર્તિકે પોતાના કોલેજના દિવસોની તસ્વીર શેર કરી છે જેમા તે હોસ્ટેલમાંરહેતો હતો. આ તસ્વીરમાં કાર્તિક પોતાના મિત્રો સાથે હોળી રમતો જોઈ શકાય છે. કાર્તિક સંપૂર્ણ રીતે રંગાયેલો છે.

 

View this post on Instagram

 

A post shared by KARTIK AARYAN (@kartikaaryan) on

શબાના આઝમીએ પોતાના ટ્વીટર અકાઉન્ટ પર ગયા વર્ષની હોળીની ઉજવણીની તસ્વીર શેર કરી છે. જેમાં જાવેદ અખ્તર અને ફરહાન અખ્તર દેખાઈ રહ્યા છે. તેમણે ફોટો શેર કરતાં પોતાના ફેન્સને હોળીની શુભકામનાઓ પાઠવી છે અને તેઓ આ વર્ષે હોળી નથી મનાવી રહ્યા તે વિષે પણ જણાવ્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ