આ પડછાયો કોનો છે? કોઈને નથી ખબર, 75 વર્ષથી અકબંધ છે રહસ્ય

જાપાનના હીરોશીમા શહેર વિશે ઇતિહાસના પાનાઓ પર અંકિત થયેલ એક દુઃખદ ઘટના વિશે આપણે સૌ જાણીએ છીએ.

image source

અને ઘટના એ હતી કે આ હીરોશીમા શહેર પર અમેરિકા દ્વારા પરમાણુ બૉમ્બ વડે હુમલો કરાયો હતો. ઇતિહાસમાં આ ઘટનાની તવારીખ 8 ઓગસ્ટ 1945 નોંધાયેલી છે. પરંતુ આ જ શહેરની એક એવી પણ વાત છે જે છેલ્લા 75 વર્ષોથી રહસ્ય બનેલી છે.

અસલમાં હીરોશીમા શહેરના એક સ્થળે રહસ્યયી પડછાયો છે જે જોવામાં તો કોઈ માણસનો પડછાયો હોય તેવો દેખાય છે પણ આ પડછાયો કોનો છે તેનું રહસ્ય અકબંધ છે.

image source

હીરોશીમા શહેરમાં આવેલા આ પડછાયાને સ્થાનિક લોકો “ધ હીરોશીમા સ્ટેપ્સ શૈડો” તથા “શૈડોઝ ઓફ હીરોશીમા” ના નામથી ઓળખે છે. આ પડછાયા વિશે એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જ્યારે હિસોશિમા પર પરમાણુ હુમલો થયો ત્યારે આ જગ્યા (તસ્વીરમાં દેખાય છે તે) પર કોઈક વ્યક્તિ બેઠેલો હતો. અને જે જગ્યાએ અણુ બૉમ્બ ફેંકાયો હતો ત્યાંથી આ જગ્યા 850 ફૂટના અંતરે હતી.

image source

તેમ છતાં પરમાણુ બૉમ્બની અતિ ભારે શક્તિએ તે વ્યક્તિનો સમૂળગો જ નાશ કરી નાખ્યો પરંતુ તેના પડછાયાનો નાશ ન થયો. અને આ પડછાયો જેનો હતો તે વ્યક્તિ કોણ હતો તે ક્યારેય જાણી ન શકાયું.

image source

એક અંદાજ મુજબ અમેરિકા દ્વારા કરવામાં આવેલા આ પરમાણુ હુમલાથી એકલા હીરોશીમા શહેરમાં જ લગભગ એક લાખ ચાલીસ હજાર જેટલા લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે અણુ બોમ્બનો વિસ્ફોટ થયો ત્યારે તેમાંથી અતિ ભયંકર ઉર્જા છૂટી હતી જેની અસિમિત ગરમીને કારણે લગભગ 60 થી 80 હજાર લોકો મોતને ભેટ્યા હતા જ્યારે ત્યારબાદ પરમાણુ વિકિરણ સંબંધી બીમારીઓથી પણ હજારો લોકોના મોત થયા હતા.

image source

નોંધનીય છે કે હીરોશીમા શહેર પર ફેંકવામાં આવેલા અણુ બોમ્બનું નામ “લિટલ બોય”હતું અને તેનો વજન અંદાજે 4400 કિલો હતો. માણસ જાત જ્યાં 45 – 50 ડીગ્રી ગરમ તાપમાનમાં પણ આકુળ વ્યાકુળ થઈ જાય છે ત્યારે હીરોશીમા પર હુમલો કરાયેલા બૉમ્બ વિશે તો એવું કહેવાય છે કે આ બોમ્બના વિસ્ફોટ સમયે લગભગ 4000 ડીગ્રી જેટલી ગરમી ફેલાઈ હતી. જે પળવારમાં જ માણસમાંથી રાખમાં પરિવર્તન કરી શકવા સક્ષમ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ