30 વર્ષની ઉંમર પહેલા જો દરેક છોકરીઓ કરી લે આ 15 કામો, તો જીવનમાં ક્યારે પણ નહિં પડે તકલીફ

દરેક છોકરીએ 30 વર્ષની ઉંમર પેહલા આ 15 કાર્યો કરવા જોઈએ

image source

એક સ્ત્રી ઘર,કુટુંબ અને લગ્નની જવાબદારીઓના બોજ હેઠળ દબાયેલી હોય છે.તેને ઉંમરના દરેક તબક્કે એક અલગ ભૂમિકામાં રહીને પડકારોનો સામનો કરવો પડે છે.કદાચ આ જ કારણ છે કે બીજાના સપનાના વણાટમાં,તેની પોતાની ઇચ્છાઓ સંકોચવા લાગે છે અને જ્યારે તેને પોતાનો સમય મળે છે,ત્યારે વય મર્યાદા આડે આવી જાય છે.તેથી,દરેક સ્ત્રીને 30 વર્ષની વય પહેલાં 15 આવશ્યક અનુભવો જરૂર કરી લેવા જોઈએ.

1-ડર પર કાબૂ મેળવવો

image source

હંમેશાં જોવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિને નાનપણથી જ કંઇક બાબતનો ડર હોય છે.ઘણા લોકો પાણીથી,ઉંચાઈથી,ઊંડાઈથી ડરતા હોય છે.ઘણા લોકોને ભૂતનો વહેમ હોય છે.છોકરીઓ ઘણીવાર વંદા,ઉંદર,ગરોળીથી ડરતી હોય છે.તે મહત્વનું છે કે તેઓ આ ભયને દૂર કરે અને મુક્તપણે જીવવાની કળા શીખે.આનાથી તેમનામાં વધુ વિશ્વાસ આવે છે.

2- ઓછામાં ઓછી તમારી પાસે ચાવી હોવી જોઈએ

image source

જો તમે કોઈ કામ કર્યું છે અને તમે તમારી મહેનત દ્વારા પૈસા કમાવ્યા છે,તો તે પૈસા દ્વારા તમારા માટે કંઈક ખાસ ખરીદવું તમારા માટે સારું રહેશે.તમે આ પૈસા દ્વારા કોઈ કાર,એપાર્ટમેન્ટ અથવા કોઈ વિષેશ વસ્તુ ખરીદી શકો છો,આ કરવાથી તમને તમારા પર ગર્વ મહેસુસ થશે.

3- પ્રેમ કરો

image source

જેમ શરીરને રહેવા માટે પાણીની જરૂર હોય છે,તેવી જ રીતે આત્માને પણ પ્રેમની જરૂર હોય છે.પ્રેમ વગર વ્યક્તિ જીવનમાં અધૂરો રહે છે.તે મહત્વનું છે કે છોકરીઓએ લગ્ન પેહલા એ બધી વસ્તુથી ખુલીને પ્રેમ કરે,જેને એ પસંદ કરે છે અને જે એના જીવનનો હિસ્સો છે.

4- થોડું સાહસ કરો

image source

જીવનમાં કેટલીક રોમાંચક વસ્તુઓ કરવી પણ જરૂરી છે.જો તમે તમારી જાતને આવું કંઇક કરવા પડકાર આપો છો અને તેને નિભાવસો તો તે તમને ઉર્જા થી તરબોળ કરી દેશે અને તે થોડાક પળો તમારા જીવનભર ના બીજા પળો કરતા કેટલાય ગણા વધારે આનંદદાયક હશે.

5-વિદેશ ફરતા આવો

image source

પ્રત્યેક માણસનું સપનું હોય છે કે તે તેના દેશની બહારની દુનિયા પણ જોવે.જેથી તેઓ ત્યાંના જીવનધોરણ અને ભોજનની મજા લઇ શકે અને ત્યાંની સંસ્કૃતિ વિશે જાગૃત થઈ શકે.લગ્ન પછી,છોકરીઓને લગ્ન પછી તેમના જીવનસાથી સાથે વિદેશ પ્રવાસ કરવાની તક મળે છે,પરંતુ જો તે તેમના મિત્રો સાથે અથવા લગ્ન પહેલાં એકલા વિદેશની મુલાકાતે જાય છે તો તે તેમના ભાવિ જીવન માટે યાદગાર ક્ષણોમાં નોંધવામાં આવશે.

6- કંઇક નવું શીખો

image source

શીખવું એ જીવનનો તે ભાગ છે જે હંમેશાં તમને પહેલાં કરતાં વધુ સારું બનાવવામાં મદદ કરે છે. જીવનમાં હંમેશા કંઇક ને કંઇક શીખવું જોઈએ.જો તમે 30 વર્ષની વયે પહેલાં કંઇપણ રસપ્રદ શીખો,તો તે જીવનભર તમારા વ્યક્તિત્વમાં નવું જીવન ઉમેરશે.

7- તમારા શરીર માટે સાવધાન થઈ જાવ

image source

ભલે તમે કિશોરવયમાં તમે તમારી જાતને અન્ય કરતા ઓછી આંકી હોય,પરંતુ તમે 30 વર્ષની ઉંમરે પહોંચતા પહેલા તમારે તમારા શરીરથી આરામદાયક રહેવાનું શીખવું જોઈએ.તમારે તમારા શરીર પ્રત્યે સાવધાન થવું જરૂરી છે.તમે જેવા છો,એવા રૂપ માં તમારી પ્રશંસા કરો. તમારું જીવન પહેલા કરતાં સરળ રહેશે.

8- તમારી જાતને ફીટ રાખો

image source

20 થી 25 વર્ષની ઉંમર મનુષ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.આ સમય દરમિયાન તમારે તમારી જાતને ફીટ રાખવાની જરૂર છે.બેદરકારીનો આ સમય પાછળથી નુકસાનકારક સાબિત થઈ શકે છે.

9- સ્ટાઇલ બદલો

એક દેખાવમાં રહીને કોઈ પણ કંટાળો અનુભવી શકે છે.તમારી આસપાસના લોકો પણ ઇચ્છે છે કે તમે નવા દેખાવને અપનાવો.તમે તમારા વાળ રંગ કરી શકો છો.આ સિવાય તમે નવું હેરકટ અપનાવી શકો છો અથવા તમારી પસંદનું ટેટૂ કરાવી શકો છો.

image source

10- પ્રાણીઓ અને પ્રકૃતિને પ્રેમ કરો

પાળતુ પ્રાણી ઉછેર કરો અથવા વૃક્ષો રોપો પછી ભલે તે તમારા શોખનો ભાગ ન હોય, એકવાર તમે તેમને તમારા જીવનનો ભાગ બનાવવાનો પ્રયાસ કરો.આની સાથે, તમે કોઈની વિશે કાળજી લેવાની અને ચિંતા કરવાનું શીખો છો,તે પણ તમારા વ્યવહારમાં આવશે.

11- આત્મરક્ષણ

image source

આત્મનિર્ભર બનવું આજે દરેક માટે જરૂરી છે. તમારે તમારી જાતને શારીરિક અને માનસિક રીતે મજબૂત બનાવવાની જરૂર છે.તમે જુડો,કરાટે,યોગ,પ્રાણાયમ જેવી વસ્તુઓનો અભ્યાસ કરી શકો છો.આની મદદથી તમે તમારામાં ખૂબ સક્ષમ અને સંપૂર્ણ અનુભવશો.

12- ગુણવત્તાયુક્ત સમય વિતાવો

image source

સમય ખૂબ જ ઝડપથી પસાર થઈ જાય છે અને એકવાર ગયો સમય પાછો ક્યારેય આવતો નથી.તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે ચોક્કસપણે એક વખત ગુણવત્તાયુક્ત સમય પસાર કરો.તમે કાર્યોની પ્રાધાન્યતા નક્કી કરી અને કોઈ પણ રીતે સમય વેડફવા ન દો.

13- નવી ભાષા જરૂર શીખો

image source

ઘણી ભાષાઓનું જ્ઞાન તમારું વ્યક્તિત્વ સુધારશે.વધુ ભાષાઓ શીખવી તમારા માટે ઘણી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

14- માફ કરવાનું શીખો

image source

એક માણસ ભૂલોનો પૂતળો છે. જાણતા-અજાણતા માણસો થી ભૂલો થયા કરે છે.ભૂલો સબંધોમાં ખટાસ લઇ આવવાનું કામ કરે છે.વધુ સારું છે કે તમે ભૂલોને માફ કરો.જો તમે કોઈને માફ કરીને સંબંધ બચાવવામાં સફળ થશો,તો પછીથી તમને સારું લાગશે.

15- થોડી શાંતિ ની પળો પસાર કરો

image source

મનુષ્યએ થોડી ક્ષણો માટે એકલા રહેવાનો પ્રયત્ન કરવો જરૂરી છે.આમ તો મિત્રો સાથે સમય પસાર કરવો એક આનંદમય અનુભવ હોય છે.પણ ક્યારેક ક્યારેક એકલા રહેવામાં પણ ઘણા ફાયદાઓ છે આનાથી તમે સ્વતંત્રતા ને પુરી રીતે માણી શકો છો અને પોતાની વધારે નજીક આવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ