‘રામાયણ’ સિરિલયલમાં આટલા બધા ગુજરાતીઓએ કર્યુ છે કામ, જાણો નામ સાથે તેમના વતન વિશેની માહિતી

જાણો! રામાયણ સીરીયલમાં ગુજરાતના સ્થળોની બોલબાલા

આપણે બધા એ જાણીએ છે કે રામાયણ સિરિયલનું નિર્માણ કોઈ નાનુંસુનું નિર્માણ નહોતું. તે એક ભવ્ય નિર્માણ હતું. તેના ભવ્ય સેટ ઉંમર ગામ ખાતે બાંધવામાં આવ્યા હતા અને સિરિયલ સાથે જોડાયેલા કલાકારો તેમજ સેટ પર કામ કરતા સેંકડો લોકોની રહેવા જમવાની વ્યવસ્થા પણ ત્યાંજ કરવામાં આવી હતી. આ સિરિયલના નિર્માણ પાછળ ઘણો લાંબો સમય લાગ્યો હતો.

image source

ભારતની સૌપ્રથમ ધાર્મિક ધારાવાહિક રામાયણનું શૂટિંગ ઉમરગામમાં થતું હતું. સાથોસાથ તેમાં ઘણા બધા ગુજરાતી કલાકાર કસબીઓ જોડાયા હતા. અત્યારે રામાયણનું પુનઃ પ્રસારણ‌ થઈ રહ્યું છે, ત્યારે ઘણા કલાકારો વિશે જાણવાની લોકોને ઉત્સુકતા હશે. કલાકાર ના નામ સાથે તેના વતન વિશે ટૂંકી સંકલિત વિગત પણ આપી છે. કોઈના નામ બાકી રહી જતાં હોય તો દરગુજર કરશો. ભૂલચૂક લેવી દેવી. મનીષ પારેખ.

  • • અરવિંદ ત્રિવેદી – રાવણ (ઈડર‌/કુકડીયા)
  • • દીપિકા ચિખલીયા ટોપીવાળા-સીતાજી (ચિખલી/નવસારી)
  • • ચંદ્રકાન્ત પંડયા -નિષાદ રાજ (ભીલડી/ડીસા)
  • • મૂળરાજ રાજડા -જનક રાજા (સૌરાષ્ટ્ર)
  • • રજનીબાળા દશરથ રાજા ની પત્ની સુમિત્રા (સુરત)
  • • સંજય જાની- શ્રવણ (ઈડર)
  • • કૌસ્તુભ ત્રિવેદી -કેવટ (હા, એ જ અત્યારના ગુજરાતી નાટય નિર્માતા) (કુકડીયા/ઈડર)
  • • નિશાબેન પટેલ (ઉત્તરસંડા /નડીયાદ) નિર્માતાના પુત્રવધુ
  • • નલિન દવે -કુંભકર્ણ (અમદાવાદ)
  • • મુકેશ રાવલ -વિભીષણ (બડોલી/ઈડર)
  • • સમીર રાજડા -શત્રુઘ્ન (સૌરાષ્ટ્ર)
  • • હીરાભાઈ પટેલ -વૃંદાવન સ્ટુડિયો (ઉમ્મર ગામ/વાપી)
  • • નિશા- ત્રિજટા (સુરત)
  • • દેવયાની ઠક્કર -આશ્રમની ગૃહમાતા,
  • • તરલા જોશી -રાવણ ની માતા,
  • • માલ્યા વન -રાવણ નાનાજી , નવસારી
  • • શ્રીકાંત સોની -વિશ્વામિત્ર ઋષિ (સૌરાષ્ટ્ર)
  • • મહેશ ભટ્ટ -ઋષિ-મુનિ (વડોદરા)
  • • રામાયણ સિરિયલના આર્ટ ડિરેક્ટર હીરાભાઈ પટેલ (મુકતુપુરા/મહેસાણા)
  • • ઉર્મિલા ભટ્ટ -સીતા ની માતા (વડોદરા)
  • • રાવણના દરબારની
  • નૃત્યાંગના ગ્રુપ વજુભાઈ ચૌહાણ (વડોદરા ) ,
  • • સ્પેશિયલ ઇફેક્ટ બાબુભાઇ મિસ્ત્રી ,
  • • રામ સેના, રાવણ સેનાના જુનિયર આર્ટિસ્ટ ગ્રુપ નટુભાઈ દરબાર (વડોદરા)
  • • રમેશ પહેલવાન – બાળ હનુમાનજી , વડોદરા
  • • કેટરીંગ સર્વિસ ધીરુભાઈ caterers (આણંદ)ગુજરાતી.
image source

તે વખતે આજના સમયની જેમ ઇન્ટરનેટની પણ વ્યવસ્થા નહોતી. મુંબઈથી ક્યાંય દૂર ઉંમર ગામમાં રામાયણનું શુટિંગ થતું મુંબઈના કોઈ સ્ટૂડિયોમાં તેનું એડિટીંગ થતું હશે અને ત્યાર બાદ કેસેટ દૂરદર્શન પર પહોંચતી હશે અને ઘણીવાર તો એવું પણ બનતું કે શો શરૂ થવાના થોડા સમય પહેલાં જ કેસેટ પહોંચતી.

image source

રામાયણને ઉત્તમ દર્શકો મળી. લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ 2003ના ડેટા મુજબ, રામાયણનો પ્રથમ ટેલિકાસ્ટ 4 કરોડ લોકોએ જોયો હતો. રામાયણ 55 દેશોમાં ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. બીબીસી અનુસાર, આ શોને વિશ્વભરના 650 મિલિયનથી વધુ લોકોએ જોયો હતો. આ સાથે, રામાયણ વિશ્વનો સૌથી વધુ જોવાયેલ શો બન્યો.

image source

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સમયગાળામાં રામાયણનું શૂટિંગ ૫૫૦ દિવસથી વધુ ચાલ્યું હતું. ઘણી વખત જ્યારે જુનિયર કલાકારોની અછત હતી, ત્યારે ગામલોકોને જ ગામલોકો બનાવવામાં આવ્યા હતા અને કલાકારોની ભરતી કરવામાં આવી હતી. રામાયણ કદાચ દૂરદર્શન પર પ્રસારિત થનારી પહેલી સીરીયલ હતી. જેમાં ખાસ ઇફેક્ટ્સનો ઉપયોગ થતો હતો. જેમ કે- પુષ્પક વિમાન ઉડવું અને હનુમાનજીનું સંજીવની બૂટી લાવવી. આ વિશેષ અસરોએ સિરિયલને વધુ રોચક અને જીવંત બનાવી દિધી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ