તે મધરાતે… – સુમસામ રસ્તો હતો એ એ યુવતીએ માંગી મદદ અને પછી…

કહેવાય છે ને જિંદગી ન અમુક અનુભવો એ આપડા ને કાયમ માટે યાદ રહી જતા હોય છે… મિત્રો આજે હું જે ઘટના કેહવા જઈ રહી છું તે બિલકુલ સત્ય ઘટના છે …. આ વાત છે.. મિહિર અને અને તેના પાપા મહેશ ભાઈ ની…. મહેશ ભાઈ ની… મહેશ ભાઈ વ્યવસાયે રીક્ષા ચલાવતા… પોતાના દીકરા મિહિર ને ભણાવવા માટે તે રાત દિવસ રીક્ષા ચલાવી ને પૈસા ભેગા કર્તા….સ્વભાવે મહેશ ભાઈ ભોળા અને ઉદાર દિલ ન આથી કોઇ પેસેન્જર પાસે પૈસા ન હોય તો પણ તેને કહેલા સ્થળે પોહચાડી આવતા…

image source

બસ એમજ તેમનું ગુજરાન ચાલતું…. એક વાર મહેશ ભાઈ અને તેમનો દીકરો મિહિર બન્ને જણ એક દિવસ બધા જ પેસેન્જર ને ઉતારી ઘરે જવા માટે નીકળ્યા…. લગભગ રાત ના 11 વાગ્યાં હશે….. ઘરે જવાનુ મોડું થઈ ગયું હોવાથી મહેશ ભાઈ એ ઘરે જવા શોર્ટ કટ માંથી રીક્ષા લીધી…. રસ્તો ખૂબ જ સાંકડો અને પથ્થર વાળો હતો… લાઈટ પણ ન હતી… ધીમે ધીમે તે આગળ વધી રહ્યા હતા…

image source

મિહિર પણ તેના પાપા સાથે આગળ જ હતો…. એટલા માં જ પાછળ થી કોઇ એ બુમ મારી…. કાચ માંથી મહેશ ભાઈ એ પાછળ જોયું… રસ્તા પર કોઇ સ્ટ્રીટ લાઈટ પણ ન હોવાથી સરખું દેખાતું પણ ન હતું….. રાત ન 12 વાગ્યે અને એ પણ એ રસ્તે???? મહેશ ભાઈ એ થોડા ઘભરાય ને આગળ આવો.. એમ કહ્યું…. 17 વર્ષ ની એક યુવાન છોકરી હતી… મહેશ ભાઈ અને મિહિર ના જીવ માં જીવ આવ્યો…

છોકરી :- પ્લીસ અંકલ મને રીક્ષા માં બેસાડી દયો.. હું અને મારાં મિત્રો આ બાજુ ફરવા આવ્યા હતા અને હું છૂટી પડી ગઈ છું… મારાં મોબાઈલ માં ચાર્જિંગ પણ નથી કે હું કોઇ ને ફોન કરીને અહીં બોલાવી શકું… મારાં મમ્મી પાપા પણ ઘરે ચિંતા કરતા હશે….

image source

આ વાત સાંભળીને ને મહેશ ભાઈએ બિચારી છોકરી ને રીક્ષા માં બેસાડી અને આગળ વધ્યા…. અંધારું પણ ખૂબ જ થઈ ગયું હતું… આથી મિહિર ને ખૂબ બીક લાગતી હતી….. મહેશ ભાઈ રીક્ષા ચલાવયે જ જતા પણ તેનો અંત આવતો જ ન હતો…. દૂર દૂર સુધી માત્ર રોડ જ દેખાતો…. ન કોઇ જાનવર કે ન કોઇ માણસો…. મહેશ ભાઈ ને પોતાની સાથે કંઈક અજુક્તું બનતું હોય તેમ લાગ્યું…..

તેમને મધરાતે બેસેલી તે છોકરી પર શંકા ગઈ અને ધીમે થી કાચા માં જોયું…. કાળા લાંબા વાળ થી તેનો ચેહરો ઢંકાયેલો હતો…. એ દૃશ્ય જોઈ ને મહેશ ભાઈ ને પેટ માં ફાડ પડી અને આંખો પોહડી થઈ ગઈ … હવે પોતાનું અને મિહિર નું શું થશે?? કેવી રીતે બચશે??? એ વિચારો માં તે ધ્રુજવા લાગ્યા … એ વાત થી બે ખબર મિહિર પાપા સુ થયું શું થયું એમ પૂછવા માંડ્યો….. એટલા માં જ એ પાછળ બેઠેલ છોકરી રીક્ષા ની આગળ આવી ને કાચ પર આવી ચડી…. કા ળા, લાંબા, ખુલ્લા વાળ . ઊંધા પગ….

image source

મિહિર અને મહેશ ભાઈ એકદમ ડઘાઈ ગયા…… નાનકડો મિહિર જોઈ ને રડવા માંડ્યો …. તે છોકરી કાચ ઉપર મકોડા ની માફક એવી તે ચોંટી.. જવાનુ નામ જ ન હતી લેતી…. મહેશ ભાઈ અને મિહિર એ બચાવો બચાવો ની બૂમો પડતા રહ્યા… પણ કોઇ હોય તો મદદે આવે ને……. સતત મૉટે મૉટે થી હસવા ના અવાજ થી બન્ને જાણ ડઘાઈ ગયા.. અને માથું નીચું કરી દીધું…… રીક્ષા પણ આપ મેળે ચાલતી હતી … કેવું મિહિર અને મહેશ ભાઈ મને ઘરે પોહચાડશો ને તેવા ખુબ જુદાં અને ભયંકર સ્વરે એ આત્મા બોલી રહી હતી …

ધીમે ધીમે તે બન્ને જણ તરફ આગળ વધી રહી હતી… બંને જણ પાણી પાણી થઈ ગયા હતા . અને રડતા હતા.. ને એટલા માંજ મહેશ ભાઈ એ સીખવેલ હનુમાન ચાલીસા મિહિર જોર જોર થી બોલવા માંડ્યો…. મહેશ ભાઈ એ પણ ખુબ હિમ્મત કરી ને રીક્ષા પૂર જોશ માં ચલાવી … હનુમાન ચાલીસા ના પ્રતાપે પેલી આત્મા ધીમે ધીમે અદ્રશ્ય થવા માંડી…..

image source

અને પૂર જોશ માં મહેશ ભાઈ કાચા રસ્તા થી મૈંન રોડ પોહચ્યાં….. મિહિર પણ બે ભાન થઈ ચુકેલો હતો આથી તાત્કાલિક સારવાર માટે સિટી ની હોસ્પિટલ માં લઇ જવાયો…… એજ દિવસ પછી મહેશ ભાઈ એ કયારેય 9 વાગ્યાં પછી રીક્ષા ન ચલાવવાનું નક્કી કર્યું….. પાછળ થી જાણવા મળ્યું કે તે રસ્તે જનાર હર કોઇ વ્યક્તિ ને તેનો અનુભવ થાય છે… જ્યાં મોત ના કિસ્સા પણ બનેલા છે..આટલા વર્ષો બાદ પણ તેને આ ઘટના ને યાદ યાદ આવતા બન્ને કંપી ઉઠે છે…

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ