રેખા.. – આખા ઘરની જવાબદારી એ વહુએ એક દીકરાની જેમ ઉપાડી લીધી અને આજે એ જ વહુને…

આ વાત છે રેખા અને સુરેશ ની.. રેખા ના લગ્ન 18 વર્ષ ની ઉંમરે જ઼ થઈ ગયા હતા… રેખા ને નાનપણ થી જ઼ કંઈક નવું કરવાનું, નવી વસ્તુ શીખવાનો, અને ભણવાનો ખૂબ જ઼ શોખ હતો.. પણ રેખા ના ઘર ની પરિસ્થિતિ થોડી કપરી હતી આથી રેખા એ પણ ભણવાનો વિચાર માંડી વાળ્યો … રેખા ઉપરાંત તેના બીજા ભાઈ, બહેન પણ હતા.. રેખા ઘર માં સૌથી મોટી દિકરી હતી.. આથી રેખા એ નાનપણ થી જ઼ ઘર ના કામકાજ માં તેમજ ભાઈ, બહેન ને મોટા કરવાની જવાબદારી ખૂબ જ઼ સહજતા થી ઉપાડી લીધી હતી… અને 18 વર્ષે તો રેખા ને પરણાવી પણ દેવડાવી…

રેખા નું નસીબ પણ કેવું.. જ્યાં રેખા ના લગ્ન થયા હતા એ કુટુંબ પણ ખૂબ મોટુ હતું.. તેના ઘર ની માફક તે પોતાની સાસરી માં પણ મોટી હતી.. આથી ઘર ની સઘળી જવાબદારીઓ રેખા ના માથે આવી ચડી.. રેખા પણ તેને ખૂબ જ઼ સુંદરતા થી તેને નિભાવતી …. રેખા નો પતિ સુરેશ તેની ઉંમર પણ 21 વર્ષ હતી… ઘર માં સુરેશ મોટો હોવાથી તેને પણ રેખા ની માફક ઘર ની જવાબદારી ઉપાડવામાં તેને ભણવું હતું તેટલું ભણી ન શકાયું અને તે પણ એક નાની કંપની માં નોકરી કરતો…

image source

રેખા અને સુરેશ વચ્ચે ગજબ નું અંડરસ્ટેન્ડિંગ હતું… બન્ને એકબીજાની વાત ને કહ્યા વગર જ઼ સમજી જતા … રેખા સુરેશ ને આગળ ભણવું હતું તે વાત થી વાકેફ હતી.. આથી રેખા સુરેશ ને તેની માફક રહેવા ન હતી માંગતી એટલે રેખા એ મનોમન સુરેશ ને ગમે તે રીતે આગળ વધારવાનું નક્કી કર્યું… રેખા એ પોતાનો ક્ષણ માત્ર પણ વિચાર કર્યાં વગર તેના બધા જ઼ ઘરેણાં વેચી નાખ્યા અને સામે રોકડ પૈસા લીધા અને સુરેશ ને આપ્યા…

રેખા – “હું જાણું છું, મે આપેલા પૈસા થી તમને આગળ ભણવું નઈ ગમે પણ, આપડે બન્ને એક જ઼ છીએ ને.. જે તમારું એ મારું અને જે મારું એ જ઼ તમારું છે… મારી ઇચ્છા છે કે તમે આગળ ભણો અને સારી એવી નોકરી મેળવો… ગમે તેમ કરશુ, પેટે પાટા બાંધશુ પણ હું તમને એક સફળ વ્યક્તિ તરિકે જોવા માંગુ છું.. “રેખા એ સુરેશ ને કહ્યું.. સુરેશ – ખરેખર રેખા, મે ગયા જન્મ માં સરસ કર્મ કર્યાં હશે, કે મને તું મળી છે. હું ખૂબ જ઼ નસીબદાર છું . .. હું ચોક્કસ તારું સપનું પૂર્ણ કરીશ રેખા…

image source

સુરેશ એ પણ ખૂબ જ઼ મેહનત કરી… અને આગળ વધ્યો.. આ બાજુ રેખા એ પણ આખા ઘર ની જવાબદારી ખૂબ જ઼ સારી રીતે સાચવી લીધી… સાસુ, સાસરા ની સેવા માં પણ કોઇ જ઼ કમી રાખી નહિ… એક આદર્શ વહુ સાબિત થઈ… રેખા એ તેના સાસરે સૌ કોઇ ના દીલ જીતી લીધા હતા ..રેખા નું પણ હવે ઘર માં સૌ કોઇ માન રાખતા અને તેને ખુશ રાખતા..

આજે સુરેશ એક સફળ એન્જીનીર બની ગયો હતો … ખુબ જ઼ સારી એવી કંપની માં સુરેશ ને નોકરી મળી ગઈ હતી… સુરેશ ને હવે મોટી કંપની માં નોકરી મળી ગઈ હતી.. સુરેશ ના સ્વભાવ માં પેહલા કરતા થોડું અજુગતું વર્તન રેખા એ નોંધ્યું.. સુરેશ ને હવે પેહલા ની જેમ નાની, નાની વસ્તુ કરતા મોંગી વસ્તુઓ જ઼ પસંદ આવતી.. નાની નાની વસ્તુ પાછળ પણ ખૂબ ખર્ચા કરતો… અને પૈસા ઉડાવ થઈ ચુક્યો હતો …રેખા એ સુરેશ ને ખૂબ જ઼ સમજાવ્યો પણ રેખા ને પણ ખરું, ખોટું સંભળાવી દેતો … રેખા ને આજે પોતાના નિર્ણય પણ પારાવાર પસ્તાવો થતો હતો કે સુરેશ એક સફળ વ્યક્તિ બનાવામાં ને બનાવામાં મારી ઉપરાંત ઘર ની સૌ જવાબદારી ભુલી ગયો … પૈસા ની લાલી તેના પર ગજબ ની ચડી ગઈ હતી… પૈસા સિવાય કાંઈજ દેખાતું ન હતું . રેખા પણ નહિ !

image source

સુરેશ એ આજે તો હદ વટાવી નાખી… તેને દેવું કરી ને બીજો આલીશાન બંગલો ખરીદ્યો.. અને ઘર ના સૌ કોઇ વ્યક્તિ ને ત્યાં રહેવા જવા કહ્યું … ઘર માં સૌ કોઈ વ્યક્તિ ને આ દેવું કરી ને ખરીદેલા ઘર માં રહેવા જવાનુ મંજુર ન હતું… આથી રેખા અને અન્ય વ્યક્તિ એ સુરેશ સાથે જવાની ના પાડી દીધી … આખરે સુરેશ એકલો તે બંગલા માં મોજ થી રહેવા લાગ્યો… સુરેશ એ તો જાણે પોતાની જવાબદારી માંથી હાથ ધોઈ કાઢ્યા … !! સુરેશ એ ગયા બાદ એક વાર પણ રેખા કાંતો અન્ય ઘર ના સભ્યો સાથે વાત કરવાની પણ કોશિશ ના કરી… જાણવા મળ્યું કે સુરેશ હવે વિદેશ જઈ ચુક્યો હતો …

રેખા પોતાના નસીબ ને સતત કોશિશ રહી હતી… સુરેશ એ રેખા નો પ્રેમ પણ ભુલી ગયો !!ખૂબ જ઼ હિંમત કરી ને રેખા એ પોતાની જાત ને સંભાળી.. આખું ઘર એકલા હાથે ચલાવવું તેના માટે ખૂબ જ઼ અઘરું હતું… આથી રેખા એ પોતે પાપડ, પાપડી બનાવી ને ઘરે ઘરે વેચવાનો ધંધો ચાલુ કર્યો… રેખા ના સાસુ, સાસરા, નણંદ એ પણ તેને ખૂબ સાથ, સહકાર આપ્યો… અને તેમાં સફળતા પણ મળી…

image source

રેખા ના સાસુ, સાસરા ને રેખા ને એક વહુ નહિ પણ દિકરી તરિકે બિરદાવી… જે કામ તેમનો પોતાનો દીકરો ન કરી શક્યો એ કામ આજે રેખા એ ખૂબ જ઼ સુંદરતા થી નિખાલસ થી આખા ઘર ને સંભાળ્યું….. આખરે 10 વર્ષ નીકળી ગયા… રેખા પાપડ કંપની… સુધી રેખા એ જંપલાવ્યું .. પણ રેખા ના સ્વભાવ માં એ જ઼ પેહલા ની રેખા હતી ..

આજે 10 વર્ષ બાદ સુરેશ અચાનક જ઼ ઘરે પાછો ફર્યો .. ખૂબ જ઼ પૈસા કમાયો પણ ના પત્ની, માં, બાપ નો પ્રેમ, ઘર નું વાતાવરણ તેને ક્યાય ન મળ્યું… આથી ઘર ના સૌ કોઇ ને તે હાથ જોડી માફી માંગી રહ્યો હતો કે મારા મોજ શોખ માં હું સઘળી જવાબદારી ભુલી ગયો, પૈસા કમાવાની લાલી એ મને સૌ સંબંધ ભુલાવ્યા…. માફ કર રેખા મને.. માફ કરો મને માં, બાપુ…

image source

રેખા ના સાસરા એ સુરેશ ને જોરદાર તમાચો આપ્યો અને ઘર ની બહાર કાઢી મુક્યો …” તારા જેવા દીકરા ની મારે કોઇ જરૂરી નથી,, મારો દીકરો રેખા જ઼ છે … જે કામ તારે કરવાનું હતું તે સઘળા કામ આજે રેખા દીકરા એ નિભાવ્યા છે… અમે ખૂબ જ઼ નસીબદાર છીએ કે અમને રેખા જેવી દિકરી માં અમારો દીકરો મળી ગયો … બોલી ને રડી પડ્યા ….રેખા એ પણ સુરેશ ને માફ ન કર્યો ….. અને બારણું બઁધ કરી ને ફરી થી એક વાર આખા ઘર ને સાચવી લીધા….

માણસ પોતે ક્યાંથી, કેવી રીતે મોટો થયો છે તે કયારેય ભૂલવું જોઈએ નહિ…રેખા જેવા વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ ને કોટી કોટી વંદન… એક નારી ચાહે તો કંઈ પણ કરી શકે છે …. અસ્તુ..

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ