દુધી ના મુઠીયા
સામગ્રી:
- દુધી નું ઝીણ: ૧ કપ
- ઘઉં નો ઝીણો લોટ: ૧.૫ કપ
- સોજી: ૧ ચમચી
- ચણા નો લોટ: ૨ ચમચી
- ચોખા નો લોટ: ૩ ચમચી
- ઘઉં નો કરકરો લોટ: ૪ ચમચી
- ધાણાજીરું: ૧ ચમચી
- અજમો: ૧/૨ ચમચી
- હળદર: ૧/૪ ચમચી
- લાલ મરચું: ૧/૪ ચમચી
- ગરમ મસાલો: ૧/૪ ચમચી
- દહીં: ૨ ચમચી
- તેલ: મોવણ માટે અને થેપલા શેકવા માટે
- ખાંડ : ૧ ચમચી
- આદુ મરચા ની પેસ્ટ: ૧ ચમચી
- મીઠું: સ્વાદ અનુસાર
રીત:
– એક બાઉલ માં સૌથી પેહલા દુધી નું ઝીણ લઇ લો.
-જેમાં પહેલા સ્વાદ અનુસાર મીઠું નાખો. ત્યારબાદ તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું, અને ગરમ મસાલો નાખો અને બધા મસાલા ને બરાબર દુધી માં મિક્ષ કરી લો.
– હવે અજમાં ને હાથ માં લઇ બરાબર મસળી લો જેના લીધે તેની બધી ફ્લેવર બરાબર ખુલે અને તેને દુધીમાં મિક્ષ કરી લો.
– હવે આ મિક્ષર માં સોજી, ચણા નો લોટ, ચોખા નો લોટ, ઘઉં નો કરકરો લોટ અને ધઉં નો ઝીણો લોટ નાખો.
– આ લોટ ને દુધી માં મિક્ષર માં બરાબર મિક્ષ કરી લો.
– હવે આ મિક્ષર માં ૧ ચમચી મોવણ નું તેલ નાખી દો.
– તેલ નાખ્યા બાદ દહીં નાખી અને લોટ ને બરાબર મિક્ષ કરી લો અને જો પાણી ની જરૂર પડે તો થોડું પાણી લઇ અને કણક બાંધી લો.
– હવે તેમાં આદું મરચા ની પેસ્ટ નાખી અને બરાબર મિક્ષ કરી લો.
– તેલ થી આ લોટ મેં બરાબર ગ્રીઝ કરી લઈશું. અને આ લોટ ને ૫-૭ મિનીટ માટે રેસ્ટ કરવા દઈશું.
– ઢોકલીયા/ સ્ટીમર માં પાણી ઉકાળવા મુકો.
– ૫-૭ મિનીટ બાદ લોટ ના મુઠીયા વાળી લો અને તેને સ્ટીમર માં ૮-૧૦ મિનીટ માટે બાફવા મૂકી દો.
– ૮-૧૦ મિનીટ બાદ ચપ્પુ ની મદદ થી ચેક કરો, જો ચપ્પુ પર કઈ ચોટે નહિ તો મુઠીયા બફાઈ ગયા છે. અને આ મુઠીયા ને ૫-૭ મિનીટ માટે બરાબર સીઝવા દો.
– મુઠીયા શીઝાય જાય ત્યાર બાદ કાપી લો.
– મુઠીયા વઘારવા માટે એક પેન માં તેલ લો.
– તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ નાખો, રાઈ તતડી જાય એટલે તેમાં હિંગ, મીઠો લીમડો, તલ, શીંગદાણા નો ભૂકો, લીલા મરચા , હળદર નાખી અને સમારેલા મુઠીયા નાખી દો.
– મુઠીયા ને બરાબર હલાવી લો અને તેમાં ધાણાજીરું, ખાંડ, લીંબુ નો રસ નાખી ૩-૫ મિનીટ ચડવા દો.
– અને અંત માં લીલા ધાણા થી ગરમા ગરમ મુઠીયા ને ચા, કોફી સાથે સર્વ કરો.
વિડીયો માટે ની લીંક:
રસોઈની રાણી : દર્શિતા પટેલ
The Mommie Universe ને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરો : https://instagram.com/the.mommie.universe?igshid=itb0c3dm1bej
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.