વેદિકા – વેદિકાએ પોતાના પતિને નોકરી મળી જાય એના માટે આકરું તપ કર્યું હતું પણ તેના પતિએ…

શિયાળા ની સવાર નો મંદ મંદ પવન, સવાર ના પાંચ વાગ્યાં ના એ ઘનઘોર અંધારા માં વેદિકા નો તેની સોસાયટી ની બાજુ માં આવેલા શિવાલય માં ૐ નમઃ શિવાય નો જપ જાણે આખી સોસાયટી માં અનહદ આલ્હાદક નું વાતાવરણ ઉભું કરી રહ્યું હતું.. સતત ત્રણ કલાક ના આ જપ બાદ વેદિકા એ આરામ લીધો અને સડસડાટ ઘર તરફ ચાલી… ” કેવું વેદિકા પુરા થઈ ગયા તારા આજ ના જપ??? ” ” હા ચંપા માસી બસ હમણાં જ઼ પુરા કરીને આવી હો ”

image source

ઘરે પોહચી ને તરત જ઼ વેદિકા એ બત્રીસ હાથ વાળા માતાજી નું રૂપ ધારણ કર્યું હોય એમ એક બાજુ નીરવ માટે ગેસ પર ચા ની પતેલી ચઢાવીં, એક બાજુ ના ગેસ પર નીરવ ને ઓફિસ લઇ જવા ટિફિન નું શાક ચડાવ્યું, એક બાજુ રોટલી નો લોટ બાંધ્યો, નીરવ ને બ્રેક ફાસ્ટ માટે વચ્ચે બાકી રહેલ ગેસ પર ઢોકળા નું આંધણ મૂક્યું…એ નાના અમથા રસોડા માં વેદિકા ને આમ ઝટપટ કામ કરતા જોઈએ તો તે ખરેખર સાક્ષાત બત્રીસ હાથ વાળા માતાજી જ઼ લાગે !!

” હાશ !! રોટલી બની ગઈ, શાક બની ગયું, નીરવ ના ફેવરિટ ઢોકળા પણ તૈયાર છે.. મસ્ત આદુ વળી ચા પણ રેડી છે ” ” ચાલ હવે નીરવ ને ઉઠાડી આવું નહીંતર ઓફિસે જવાનું મોડું થઈ જશે ” ” નીરવ ઓ નીરવ ના મધુર સ્વર સાથે વેદિકા નીરવ ને જગાડવા તેના બેડરૂમ માં પોહચી અને પ્રેમ ભર્યા હાથે નીરવ ના ચેહરા ના ગાલ ને ચૂમી ને વેદિકા એ ગુડ મોર્નિંગ કહ્યું ”

તું કયારેય નહીં સુધરે વેદી…દુનિયા આમ થી તેમ થઈ જશે પણ તારું આ ગુડ મોર્નિંગ કેહવાની સ્ટાઇલ નહિ બદલાય હો ! ” કયારેય નહિ પતિ દેવ.” ” યાર શું તું એમ સવારે પાંચ વાગ્યાં ની મંદિર માં જઈ ને રોજ શિવ ની પૂજા કરે છે?? જયારે મને વધારે સારી નોકરી મળવાની હશે ત્યારે મળી જશે ”

image source

” અરે હોય કઈ ! હું મારા નીરવ માટે એટલું ના કરી શકું??? મલ્ટી નેશનલ કંપની માં નોકરી કરવી એ તમારું સપનું છે…તમારી મેહનત રંગ લાવશે… જોજો ભગવાન ચોક્કસ આપણી સામે જોશે જ઼ ” ” હા હા હા, તું અને તારા ભગવાન ” ” હા હો, અમારી વચ્ચે તો તમે પણ ના આવી શકો… બસ હવે જલ્દી ઉભા થાવ અને નાહવા જાવ નહિ તો ઓફિસ જવાનું મોડું થઈ જશે અને બોસ ના કડવા વચન સાંભળવા પડશે” (હસવા ના અવાજ સાથે ) ” યસ વેદુ ”

વેદિકા એ ફટાફટ નીરવ નું ટિફિન રેડી કર્યું, ડાઇનિંગ ટેબલ પર ગરમા ગરમ ઢોકળા, ચા મૂકી અને ફટાફટ નીરવ ના બ્લેક શૂઝ ને પોલીસ કરવા મંડી પડી… નીરવ એ પણ ઢોકળા ના તારીફ ના ફૂલ જરાવી ને મસ્ત મજાનો નાસ્તો કર્યો અને ઓફિસ જવા નીકળ્યો…

image source

વેદિકા અને નીરવ.. લગ્ન ને નવ મહિના જ઼ થયા હતા .. બન્ને અમદાવાદ માં નીરવ ની જોબ ના કારણે પરિવાર થી એકલા રહેતા.. નીરવ ખૂબ જ઼ મહ્ત્વકાંશી છે.. મલ્ટીનેશનલ કંપની માં જોબ કરવી એ તેનું સપનું હતું આથી વેદિકા તેની પત્ની જે નિત્ય સવારે પાંચ વાગ્યાં ની ઉઠી ને શિવજી ના જપ કરતી… વેદિકા આજ ના જમાના ની સાથે થોડી આધ્યાત્મિક પણ હતી .. નીરવ નું નાની બાબતો માં ધ્યાન રાખવું, નીરવ બધા જ઼ કામ પણ પોતે કરવા, એ જ઼ વેદિકા નો નિત્યક્રમ બની ચુક્યો હતો…

રોજ ના નિત્યક્રમ મુજબ વેદિકા એ ફટાફટ નીરવ ના આવતા પેહલા જ઼ તેનું ફેવરિટ ઝિરા રાઇઝ અને દાળ ફ્રાય બનાવી ને ટેબલ પર રેડી જ઼ રાખ્યા હતા અને નીરવ ના આવવાની આતુરતા પૂર્વક રાહ જોઈ રહી હતી….

image source

” ટ્રીન ટ્રીન અવાજ સાંભળતા જ઼ વેદિકા દરવાજો ખોલવા ઉભી થઈ અને દરવાજો ખોલ્યો ” ” ખુશી થી વેદિકા એ નીરવ ના હાથ માંથી બેગ લીધી અને વેલકમ પતિદેવ માં નાદ થી અંદર આવવા કહ્યું ” નીરવ ના મોઢા પર આજે દરરોજ ની માફક ની ખુશી ની લાલી ની જગ્યા એ ચિંતા ના વાદળો વીખરેલા દેખાતા હતા… આથી તરત જ઼ વેદિકા એ ચિંતાતુર થઈ ને શું થઈ નીરવ પૂછી નાખ્યું.

” સોરી વેદુ, મે જોબ છોડી દીધી ” (ઉદાસ ચેહરા એ ) ” પણ કેમ નીરવ??? બોલો મને ચિંતા થાય છે… નક્કી મારા જપ કરવામાં ભૂલ પડી હશે ” ” હા ભૂલ તો પડી જ઼ છે વેદુ, પણ તારા જપ માં નહિ તારા વિચારવામાં ! ” ” એટલે તમે કેહવા શું માંગો છો નીરવ??? ”

image source

“( હસવાના અવાજ સાથે ) વેદુ તારી ભક્તિ નું ફળ મળી ગયું… હા વેદુ હા મને અમદાવાદ ની નામચીન મલ્ટીનેશનલ કંપની માં જોબ મળી ગઈ છે ” વેદિકા ને બાહો માં લઇ ને નીરવ ની ખુશી નો આજે પાર ન હતો… વેદિકા ના આંખ માં પણ આજે ખુશી ના આંસુ હતા… બન્ને એ ખૂબ જ઼ ખુશી ખુશી પોતાનો આ સુખમય સમય પસાર કર્યો…

નિત્યક્રમ મુજબ આજે પણ વેદિકા એ ફટાફટ નીરવ ના ઉઠતા પેહલા જ઼ બધુંય રેડી કરી નાખ્યું અને નીરવ ને ઉઠાડ્યો… નીરવ ની નવી જોબ નો આજે પ્રથમ દિવસ હતો આથી ફટાફટ નીરવ રેડી થઈ ને જોબ જવા નીકળી પડ્યો… નવી જોબ, નવો વર્ક લોડ ના લીધે હવે નીરવ પેહલા કરતા થોડો મોડો આવવા લાગ્યો… પેહલા કરતા વેદિકા ને ઓછો સમય આપી શકતો આથી વેદિકા ને પોતાની માટે વધારે સમય મળવા લાગ્યો… બાકી રહેલ સમય માં વેદિકા ને કંટાળો આવતો આથી તેને પોતાનો જૂનો શોખ કવિતાઓ, ગઝલ લખવાનો સિલસિલો પાછો ચાલુ કર્યો…

image source

પોતાના ફ્રી સમય માં વેદિકા અત્યંત રોમાંચક કવિતાઓ અને ગઝલ લખતી… વેદિકા તેના આ જુના શોખ ને એક નવો મોકો મળવાથી ખૂબ જ઼ ખુશ હતી… આ વિશે તેને નીરવ ને પણ જણાવ્યું પણ નીરવ એ કઈ ખાસ ઇન્ટરેસ્ટ દાખવ્યો નહિ આથી વેદિકા થોડી ઢીલી પડી…. નીરવ બિઝી હોવાથી વાત બરાબર સાંભળી નહિ હોય એમ માની ને તે વાત ને બઉ મન પર લીધી નહિ…

વેદિકા તેની આ કવિતાઓ, ગઝલ પોતાના સોશ્યિલ મીડિયા ના એકાઉન્ટ પર પર મુક્તી… હજારો ની સંખ્યા માં તેનો ખૂબ ઓછા સમય માં વાચક વર્ગ ઉભો થઈ ગયો આથી વેદિકા ની એક નજીક ની બેહનપણી એ તેને પોતાની કવિતાઓ અને ગઝલ ને ન્યૂઝ પેપર માં, અમુક નામાંચિત મેગેઝીન માં પ્રસારિત કરવાનું કહ્યું… આથી વેદિકા ને પણ આ વાત ગમી… નીરવ તેમની કંપની માં આગળ વધી રહ્યા છે અને હું મારા આ સાહિત્ય માં… આ સાંભળીને નીરવ ચોક્કસ મને આગળ વધવાનું જ઼ કહેશે..

image source

નિત્યક્રમ મુજબ નીરવ એ જોબ પર થી પાછા આવી ને જમવાનું પતાવ્યુ અને તેનું લેપટોપ લઇ ને સોફા પર બેઠો… વેદિકા એ ધીમે થી તેની કવિતાઓ અને ગઝલ લખેલી ડાયરી, તેના વાચક મિત્રો વિશે નીરવ ને જાણવાયું….આજે પણ નીરવ મૌન જ઼ હતો… એટલે વેદિકા એ ફરી નીરવ ને પોતાની કવિતાઓ અને ગઝલ ને પ્રસારિત કરવાની વાત વિશે પૂછ્યું… આ વખતે નીરવ એ કવિતાઓ અને ગઝલ ની બુક પકડી અને વેદિકા ને કીધું કે ” વેદુ એમ બે ચાર નાની કવિતાઓ, ગઝલ લખી ને કઈ કવિ ના થવાય!!શુ છે આ બધુંય યાર કેટલા દિવસ થી જોવું છું આ કવિતાઓ અને ગઝલ નું ભૂત તારા માંથી જતું જ઼ નથી, ચાલ મૂક આ વાત ને મારે ઘણું કામ છે..નીરવ ને સારી જોબ મળે આગળ અવે એના માટે વેદિકા એ પાંચ વાગ્યે ઉઠી ને કરેલા મંત્રો, જાપ, નીરવ ની સંભાળ બધુંય નીરવ જાણે આજે ભુલી ગયો અને વેદિકા ને પોતાના સપના ના પ્રથમ પગથિયાં થી જ઼ પાછી બોલાવી દીધી….

image source

નીરવ ની વાત સાંભળીને જાણે વેદિકા ના જીવન નું મોરલ જ઼ તૂટી ગયું..આંખ ના ખૂણા માં બળ જબરી એ સંતાડી રાખેલું આંસુ અને પોતે લખેલ કવિતાઓ,ગઝલ ની બુક લઇ ને વેદિકા સડસડાટ તેના રૂમ માં આવી ગઈ અને કવિતાઓ અને ગઝલ ની બુક ને કાયમ માટે તેની કપડાં ની અલમારી માં એક ખૂણા માં સંતાડી દીધા… અને તેની આંખ ના ખૂણા માં રહેલ અશ્રુ બિંદુ પણ સડસડાટ વહી પડ્યા..આખરે કેમ?? એ પ્રશ્ન સાથે વેદિકા પોતાની જાત ને સતત કોસી રહી હતી..

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ