વધેલા ભાતની ચકરી – હવે ભાત વધે તો પુલાવ નહિ પણ બનાવો ભાતની ચકરી, નાસ્તા માટે બેસ્ટ…

વધેલા ભાત ની ચકરી

કેમ છો દોસ્તો, આપણે બધાને જ્યારે સવારે બનાવેલી કોઈ પણ વસ્તું વધે તો સાંજે જમવા શું બનાવીએ એ વિચાર આવે છે.

અને એમાં પણ જો ભાત વધે તો આપને એ ભાત ને વઘારી લઈ એ છે,કા તો પછી એ ભાત નો ખીચડી બનવા માં ઉપયોગ કરીએ છીએ.

તો હું એ વધેલા ભાત ની ચકરી બનાવી, ચકરી તો બધાને ભાવે. અને એ ચકરી મસ્ત અને ક્રિસ્પી બની કે મને એમ થયું કે ભાત વધે તો પણ વાંધો નહિ, નાસ્તો બની જસે.

સામગ્રી

  • એક બાઉલ ભાત
  • એક બાઉલ ચોખાનો લોટ
  • એક બાઉલમાં ચણાનો લોટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ ચમચી જીરૂ
  • ૧ ચમચી તલ
  • ૧ ચમચી મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • તેલ તળવા માટે

રીત

સૌપ્રથમ વધેલા ભાતને મિક્સર જારમાં ક્રશ કરી લો. તેને મિક્સર જારમાં ક્રસ કરતી વખતે પાણી રેડવું નહીં.

હવે ક્રશ થયેલા ભાતની અંદર ચોખાનો લોટ અને ચણાનો લોટ એડ કરો.

તે પછી તેમાં મીઠું મરચું હળદર જીરું અને તલ એડ કરી લોટ બાંધી લો.

ત્યારબાદ ચકરી ના સંચા ને તેલ થી ગ્રીસ કરી તેની અંદર લોટ મૂકી એક ડિશ ને તેલ થી ગ્રીસ કરી એમાં ચકરી પાડી લો.

હવે તેલ ગરમ કરવા મૂકી દો.તેલ ગરમ થાય એટલે ચકરી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તડી લો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.