પપ્પા.. – પિતાનું 80 ટકા લીવર ખરાબ થયાની વાત સાંભળીને જ દીકરીએ નક્કી કરી લીધું અને…

જો શિખા, શિશિર ભાઈ ના બધા જ઼ હોલ બોડી ચેક અપ એટલે કે તેમના તમામ રિપોર્ટ્સ કરાવી દીધા છે, શિશિર ભાઈ રિપોર્ટ મે જોયા… તેમની સતત વોમિટિંગ ચાલુ રહેવા પાછળ નું કારણ તેમનું એંશી ટકા જેટલું લીવર ડેમેજ થઈ ચૂક્યું છે” ડોક્ટર રિદ્ધિ એ શિખા ને જણાવ્યું… ડોક્ટર રિદ્ધિ – ” જો બેટા શિખા રડવાથી કોઇ જ઼ ફાયદો નથી હવે..તે મને જણાવ્યા મુજબ શિશિર ભાઈ પેહલે થી જ઼ દારૂ પીવાની આદત હતી, તો સ્વાભાવિક છે આ ઉંમરે તેમને લીવર પ્રોબ્લમ થવાનોજ!!.” “શું પપ્પા નો આ રોગ મટી શકે તેમ છે ખરો???? ” શિખા એ રડમસ થઈ ને ડોક્ટર રિદ્ધિ ને પૂછ્યું..

image source

“સંપૂર્ણ તો નહિ પણ હા આ દારૂ ની લત, તેમને છોડવી પડશે.. ઉપરાંત તારે પણ તેમના ખાવા, પીવા, ની જીવન શૈલિ માં બદલાવ લાવવો પડશે જેમ કે સિરોસિસ ઓફ લીવર વાળા દર્દી ને લીવર પર વધારે પ્રમાણ માં લીવર પર પ્રેશર આવે તેવો વધારે પ્રોટીન વાળો, તીખો, તળેલો, લીલા મરચા વાળો ખોરાક અપાતો નથી જેનું તારે ખૂબ જ઼ ધ્યાન રાખવાનું છે…. ઉપરાંત રૂટિન દવાઓ અને સીરપ તો જીવે ત્યાં સુધી ચાલુ જ઼ રહેશે… કહેવાનો મતલબ એ છે શિખા આ લીવર ના ડેમેજ નું પ્રમાણ હવે શિશિર ભાઈ ને સહેજ પણ વધશે તો ખૂબ જ઼ ક્રિટિકલ કન્ડિશન માં આવી જશે.. વોમિટિંગ, એસિડિટી તેમને ચાલુ જ઼ રહેશે…”ડોક્ટર રિદ્ધિ એ ખૂબ જ઼ સરસ રીતે શિખા ને જણાવ્યું…

image source

શિખા પણ ડોક્ટર રિદ્ધિ નું યોગ્ય માર્ગદર્શન, લઇ ને પોતાના પપ્પા ને ફરી પાછા તંદુરસ્ત કરવાનું પ્રણ લીધું… શિશિર ભાઈ ની સઘળી દવાઓ, સીરપ લઇ ને શિખા શિશિર ભાઈ સાથે ઘરે આવી… શિખા શિશિર ભાઈ ની એક ની એક બાવીસ વર્ષ ની પુત્રી હતી.. જે તેમને જીવ કરતા પણ વધારે વ્હાલી ! શિખા ની મમ્મી નિધિ ના નિધન બાદ જ઼ એકલતા એ દારૂ ની લતે ઘેરી લીધો હતો… શિશિર ભાઈ ભલે બહાર દારૂ પીતા પણ કયારેય શિખા ને કોઇ વાત માં ઓછું આવવા દેતા નહિ …શિખા ને પણ શિશિર ભાઈ એટલે તેના શ્વાસ જ઼ સમજી લો !!!

image source

ઘરે આવી ને આજે શિશિર ભાઈ શિખા ને ભેટી ને રડી રહ્યા હતા… શિખા બેટા મે તારી વાત પેહલે થી માની હોત તો આ નોબત કયારેય આવી ન હોત.. શિશિર ભાઈ ખૂબ જ઼ આંસુ સાથે રડી રડ્યા હતા.. આજે પોતાને થયેલા આ રોગ થી તે ખૂબ જ઼ ચિંતિત હતા કે મારા ગયા બાદ શિખા નું કોણ????શિખા એ શિશિર ભાઈ ને શાંત પાડ્યા અને કહ્યું “પાપા હું છું ને તમારી સાથે, તમને કાંઈજ નઈ થવા દવ “” શિખા અને શિશિર ભાઈ એમ બન્ને એ ભેગા મળી ને તેમની આ દારૂ ની લત છોડવાનું નક્કી કર્યું…. શિખા એ પણ દારૂ નશાબઁધી કેન્દ્ર માં જઈ ને બધું જ઼ યોગ્ય માર્ગદર્શન લઇ આવી અને તે જ઼ પ્રમાણે શિશિર ભાઈ ને પણ કરાવાનું વિચાર્યું…

image source

શિખા હવે શિશિર ભાઈ ના દારૂ ના નશા થી એવા વિચલિત મન ને એકાગ્રતા તરફ વાળવાનું નક્કી કર્યું આથી શિખા દરરોજ શિશિર ભાઈ ને ધ્યાન, યોગ, પ્રાણાયામ કરાવતી તેથી તેમના તન, મન એકાગ્ર બને અને દારૂ પીવાનો વિચાર પણ ન આવે… તેમજ વહેલી સવારે શિરીષ ભાઈ ને તાજી હવા માં હરવા, ફરવા, દેવ દર્શન એ પણ લઇ જતી.. ત્યાં રસ્તા માં ગરમા ગરમ ભજીયા ની દુકાને તળાતા લીલા તીખા મરચા ની સુગંધ શિશિર ભાઈ ને બેચેન બનાવી દેતી અને બનાવે પણ કેમ નહિ આખરે શિશિર ભાઈ રહ્યા તો ભજીયા પ્રિય માણસ !!!

image source

છતાંય પોતાના અને પોતાની દિકરી પ્રેમ ને વશ એવા શિશિર ભાઈ એ તે બેચેની ને પણ દૂર કરી અને તીખું, તળેલું ન ખાવાનું નક્કી કર્યું…. શિખા પણ શિશિર ભાઈ પર અનહદ પ્રેમ વરસાવતી..કોઇ પણ વાતે તેમને ઓછું આવવા દેતી નહીં અને ચોક્કસ સમય એ તેમના જમવા, અને દવાઓ નું પણ ખૂબ જ઼ ધ્યાન રાખતી… દવા ના પૂરતા પૈસા ન હોવા છતાં પણ ઓવર ટાઇમ ની નોકરી કરી ને પણ પૈસા કમાતી અને શિશિર ભાઈ ની સેવા કરતી…

image source

ડોક્ટર રિદ્ધિ નું યોગ્ય માર્ગદર્શન, તેમજ યોગ, પ્રાણાયામ ના લીધે શિશિર ભાઈ નું મગજ એકાગ્રતા તરફ વળ્યું અને દારૂ જેવી લત પણ છૂટી ગઈ. આખરે શિશિર ભાઈ ની હેલ્થ હવે પેહલા કરતા વધારે તંદુરસ્ત જણાઈ.. એસિડિટી, વોમિટિંગ જેવી તફલીકો પણ દૂર થઈ.. શિખા ની મેહનત ફળી અને તેનું પ્રણ પણ પૂર્ણ થયું..શિખા ના મન માં આજે અનેરો આંનદ હતો.. શિશિર ભાઈ ના આજે ફરી થી લીવર ના રિપોર્ટ કરાવ્યા જેમાં ડેમેજ નું પ્રમાણ વધ્યું નથી તેવું બતાવ્યું… જેના અનેરા આનંદ સાથે શિખા પોતાના પપ્પા શિશિર ભાઈ ને પ્રેમ થી ભેટી પડી…

ડોક્ટર રિદ્ધિ પણ શિખા ના આ પિતા પ્રેમ ને માની ગયા… જેને પોતાના પિતા ને મૃત્યુ ના દ્વારે થી બહાર ખેંચી લાવી.. અસ્તુ

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ