પ્રેમ ની જીત – જયારે કોઈ વ્યક્તિ તમારી નજીક હોય ત્યારે તેની કિંમત નથી સમજાતી પણ…

“બસ હવે બંધ કર હવે અંજલિ.. .. કેટલું જૂઠું બોલીશ…, મહેરબાની કરી ને નીકળી જા અહીં થી, દૂર ચાલી જા મારા થી અને મારી દિકરી સ્વરા થી… નથી જોઈતો મારે હવે તારો કોઇ જ પ્રેમ, લાગણીઓ, જુઠ્ઠાણું… બીજા લગ્ન કરવાનો નિર્યણ તારો હતો.. હવે તું તારી જાતે જ એને હેન્ડલ કર.., મારી પાસેથી બીજી કોઇ જ અપેક્ષા રાખતી નહિ… “”કહી ને કાવ્ય એ જોર થી દરવાજો બંધ કર્યો, અને પરત ઘર માં ફર્યો…

image source

ખૂબ જ દુઃખ પૂર્વક, એક લાચાર, રડમસ થઈ ને કાવ્ય એ બંધ દરવાજા પાછળ ફસડાય પડ્યો અને રડવા મંડ્યો… અને તેના સુન્હેરાં ભૂતકાળ માં વિસરી ગયો…

કાવ્ય અને અંજલિ ના લગ્ન બન્ને ના પોતાની મરજી તેમજ ઘર ના બધા જ વ્યક્તિઓ ની મંજૂરી થી થયા હતા… કાવ્ય અને અંજલિ લગભગ બે વર્ષ કોલેજ માં સાથે હતા… કોલેજ માં ભણવાની સાથે સાથે બન્ને ને એકબીજા પ્રત્યે અનહદ પ્રેમ થઈ ગયો હતો… બન્ને એકબીજા ના પ્રેમ માં ગળાડૂબ હતા…

image source

કાવ્ય અને અંજલિ બન્ને એકબીજા ની વાત ને કહ્યા વગર જ સમજી જતા.. એક બીજા ને ચોકલૅટ આપવી, ફૂલ આપવું, ડેટ પર જવુ, હરવું ફરવું, ગિફ્ટ્સ આપવી.વગેરે જે બે પ્રેમી પંખીડા કરે તે સઘળું બન્ને વચ્ચે હતું… આખી કોલેજ માં બન્ને વિશે એક અમર પ્રેમી વિશે ની વાતો પણ થતી… કયારેય એકબીજા થી છુટા નહીં પડીએ તેની કસમો પણ ખાધી હતી… આખરે બન્ને આખા સમાજ સમક્ષ લગ્ન જેવા પવિત્ર બઁધન માં પણ જોડાયા ….

લગ્ન ના બાદ પણ કાવ્ય અને અંજલિ નો પ્રેમ બખૂબી દેખાય આવતો હતો … બંને એકબીજા ની સરખી જ કેર કરતા, હરવા, ફરવા જતા, પોતાની રોમેન્ટિક પળ પણ ખૂબ સુંદર રીતે વિતાવતા… એમ જ લગ્ન નું એક વર્ષ પણ થઈ ગયું… ખૂબ સુંદર રીતે બન્ને નો ઘર સંસાર ચાલતો હતો…. કાવ્ય અને અંજલિ બન્ને ઘર સંભાળવાની સાથે જોબ પણ કરતા. …

image source

અંજલિ એ બે વર્ષ ની અંદર નાનકડી સ્વરા નામ ની દિકરી ને જન્મ પણ આપ્યો… બન્ને નો પરિવાર પણ આજે પૂર્ણ થઈ ચુક્યો હતો … ખૂબ જ સુંદર રીતે બધું ચાલતું હતું…. પણ હવે કાવ્ય ના માથે પોતાના મમ્મી, પપ્પા, અંજલિ, સ્વરા એમ ચાર જણા ની જવાબદારી આવી ગઈ હતી .. આથી પોતની જૂની નોકરી છોડી ને કાવ્ય એ એક નવી મલ્ટીનેશનલ કંપની માં ઝંપલાવ્યું….. આથી કાવ્ય હવે પેહલા કરતા થોડો વધારે બિઝી રહેવા લાગ્યો… કંપની માં વર્ક સ્ટ્રેસ ના લીધે તે અંજલિ ને પેહલા જેવો ક્વોલિટી ટાઇમ આપવામાં અસમર્થ રહેતો…

અંજલિ પેહલે થી જ ખૂબ મોજ, શોખ, હરવા ફરવા ની શોખીન હતી… પેહલા ની માફક કાવ્ય હવે અંજલિ ને સ્પેશ્યિલ દિવસો પર ફૂલ, ચોકલેટ, ગિફ્ટસ, ડેટ્સ પર જવું વગેરે વગેરે જેવી વસ્તુઓ ધીમે ધીમે ઓછી થવા લાગી હતી… જે અંજલિ ને બિલકુલ ગમતું ન હતું…. જયારે હોય તયારે કાવ્ય ને નાની નાની બાબતો માં ટોક્યા કરતી.. પેહલા આવુ હતું, તેવું હતું… વગેરે વગેરે…

image source

આ વાત થી બિચારો કાવ્ય પણ વાકેફ હતો… આથી તે અંજલિ અને સ્વરા ને સમય આપવાનો પોતાનો બનતો પ્રયત્ન કરતો…. અંજલિ ના મેહનાં ટોણા સાંભળીને ને પણ અંજલિ ને મનાવવાનો પ્રયત્ન કરતો… “પ્લીસ અંજલિ. હું જાણું છું મારી જવાબદારી વધી ત્યારથી હું તને પેહલા ની માફક સમય ઓછો આપું છું, પણ મારો તારા પ્રત્ય્ર નો પ્રેમ હજુ એવો જ છે, હું તને કોઇ વાત માં ઓછું નહીં આવવા દવ.. ખાલી થોડું મને સમજ…. “”

એટલું સમજાવવા બાદ પણ અંજલિ હર વાત માં કાવ્ય ને જ દોશી માનતી… અને મેહનાં, ટોણા માર્યા જ કરતી .. અંજલિ ને હવે આ લગ્ન માં કોઇ જ રસ રહ્યો ન હતો… તે જેમ ફાવે એમ કાવ્ય ને બોલવા લગતી.. દરેક બાબત માં કાવ્ય ની ખોટ કાઢતી …. છતાંય હજુ કાવ્ય અંજલિ ને એટલો જ પ્રેમ કરતો…

image source

અંજલિ નું મન હવે તેના ઘર સંસાર માંથી ઉઠવા લાગ્યું હતું.. તેને તો હજુ પણ પેહલા ની માફક બિન્દાસ જીવન જ જીવવું હતું …., આથી અંજલિ જ્યાં જોબ કરતી હતી ત્યાં ના એક મોસ્ટ સ્ટીલીશ, રૂવાબદાર પર્સોનાલીટી ધરાવતા વ્યક્તિ ચિરાગ ને પોતાનું દિલ દઈ બેઠી.., જ્યાં તેને નાનકડી સ્વરા, પોતાનો પતિ કાવ્ય કાંઈ જ યાદ ન રહ્યું… અને ચિરાગ સાથે પ્રેમ ના અફેર માં સંડોવાઈ ગઈ…. ચિરાગ પણ બિન્દાસ જીવન માણનાર હતો… આથી તે પણ અંજલિ ના સુંદર શરીર પર મોહી ગયો…

અંજલિ ઘરે કાવ્ય તેમજ અન્ય વ્યક્તિ ને જૂઠું બોલી ને ચિરાગ સાથે ખુલ્લે આમ ફરતી… પેહલા ની માફક ની ફરી થી ઝીંદગી મળ્યા નો તેને અનેરો આંનદ હતો જેમાં કાવ્ય અને સ્વરા તો ક્યાય ઘુમ થઈ ચુક્યા હતા…. !!

image source

પણ અંજલિ નું આ જુઠાણું, ફરેબ બઉ દિવસ ન ટક્યો… આખરે કાવ્ય ને અંજલિ અને ચિરાગ ના સંબધો વિશે ની ખબર પડી,આટલા દિવસો થી આ વાત થી અંજાન એવા કાવ્ય ના પગ નીચે થી જમીન સરકી પડી…, અને ચક્કર પણ આવી ગયા…. અને તેને અંજલિ ને આ વિશે પૂછ્યું…

અંજલિ એ પણ ખુબ જ સરળતા પૂર્વક તેના અને ચિરાગ ના સંબંધ ની વાત કહી.. અને કાવ્ય ને પોતાના ડિવોર્સ વિશે પણ જણાવી દીધું …. હજુ તો કાવ્ય કાંઈ બોલે એ પેહલા અંજલિ ત્યાં થી સડસડાટ ચાલી નીકળી…

કાવ્ય ને આ વાત માનવામાં જ ન હોતી આવતી કે પ્રેમ લગ્ન થી જોડાયેલ અંજલિ તેની સાથે આવુ કરશે??? નાની એવી સ્વરા નો પણ વિચાર ન કર્યો??? સમાજ માં તેની આબરૂ, ઈજ્જત નો પણ નહિ??? મારી સાથે કરેલ એ લગ્ન પ્રેમ હતો કે રમત??? હરવું, ફરવું, ગિફ્ટ્સ આપવી એ જ તેના માટે જીવન છે??? એવા ગણા સવાલો સાથે આજે કાવ્ય બેહદ પોતાની દિકરી સ્વરા ને લઇ ને રડી રહ્યો હતો . ..

image source

છતાં પણ કાવ્ય એ અંજલિ ને એક પ્રશ્ન પૂછ્યા વગર ડિવોર્સ આપ્યા અને બન્ને છુટા પડ્યા …..

પ્રેમ, હરવા, ફરવા, ગિફ્ટ્સ, સમય પાછળ ઘેલી અંજલિ આજે ખૂબ જ ખુશ હતી… તેને ચિરાગ સાથે બીજા લગ્ન કર્યા… તેમાં પણ બે, મહિના જેવું ખૂબ જ સરસ ચાલ્યું.. પણ લગ્ન ના માત્ર બે મહિના બાદ બન્ને વચ્ચે ખૂબ મોટા મોટા ઝગડાઓ થવા લાગ્યા, અંજલિ ચિરાગ પર ખૂબ જ શંકા કરતી… અને કરે પણ કેમ નહિ ચિરાગ માત્ર સ્ત્રી શરીર વાસના નો જ ભૂખી હતો… જે વાત અંજલિ ને પાછળ થી ખબર પડી … ચિરાગ ને પોતાની જિંદગી. માં કોઇ નું પણ ઇંટર ફીયરન્સ પસન્દ ન હતું આથી તે અંજલિ ને ખૂબ જ મારતો…. અને અંજલિ પણ મૂંગા મોઢે માર ખાતી !!

image source

પોતાના સ્વર્ગ જેવા ઘર સંસાર માં તેને ખુદ આગ લગાડી હતી, સ્વરા નો પણ વિચાર ન આવ્યો હતો… અંજલિ ને હવે પારાવાર પસ્તાવો થતો હતો… કાવ્ય નો અનહદ પ્રેમ, તેને ખૂબ જ યાદ આવતો …. પોતે કેટલા મેહનાં ટોણા મારતી હતી છતાંય મૂંગા મોઢે કાવ્ય અંજલિ ને મનાવતો…. પેહલા ની માફક વધારે સમય ન આપવાના લીધે, ગિફ્ટ્સ, ડેટ્સ ન આપવાને લીધે તેને કાવ્ય ને છોડ્યો.., એ વાત પર તેને આજે પારાવાર દુઃખ હતું.. પણ હવે કરે તો કરે શું???? તેને ચિરાગ નામ ની માયા એવી તે વળગી હતી કે સ્વરા પણ ને પણ ભુલી ગઈ… કોઇ દિવસ કાવ્ય એ અંજલિ પર હાથ સુદ્ધા પણ ઉઠાવ્યો ન હતો….ભલે પોતે કટુ વચન બોલતી.. આજ તો કાવ્ય નો પ્રેમ હતો !!અંજલિ ને આજે કાવ્ય ની કમી ખુબ જ વર્તાતી હતી…

ચિરાગે પણ સામેથી અંજલિ ને ડિવોર્સ આપ્યા અને રસ્તે રઝળતી મૂકી દીધી… આજે અંજલિ સાથે કોઇ જ ન હતું, ના સમાજ, ના સ્વરા, ના કાવ્ય તેના મમ્મી, પપ્પા કોઇ જ નહીં… અંજલિ ને હજુ એક વાર કાવ્ય ને મનાવવાનો પ્રયત્ન કર્યો અને તેના ઘરે જઈ પોહચી હતી…. પણ આજે તો કાવ્ય એ પણ સ્વીકારી ન હતી….

image source

આ સઘળું યાદ કરી ને આજે કાવ્ય એ બારણાં પાછળ રડી રહ્યો હતો … તે આજે પણ અંજલિ ને જ પ્રેમ કરતો હતો… પણ અંજલિ ના આ બે વફાઇ ના લીધે તેના પગ પાછા પડતા હતા…. છતાંય બારણે આવેલી અંજલિ ને જોવા તેને ફરી થી દરવાજો ઉઘાડ્યો, પણ અંજલિ જઈ ચુકી હતી… તે જાણી ગયો હતો કે અંજલિ ને હવે પારાવાર પસ્તાવો થઈ ચુક્યો છે….!! પણ અંજલિ એ કરેલ ભૂલ એ ક્ષમા ને પાત્ર ન હતી..

છતાંય કાવ્ય ને અંજલિ ની ચિંતા થઈ કે ક્યાં ગઈ હશે, ખોટી પગલું તો નઈ ભરે ને???? આથી કાવ્ય દોડી ને અંજલિ ને શોધવા લાગ્યો… દૂર થી તેને અંજલિ ને હાઈ વે પર ચાલતી જોઈ., જ્યાં સામે થી પૂર જોશ માં વાહનો આવતા હતા…. જ્યાં કાવ્ય એ દોડી ને અંજલિ ને મરતા, મરતા બચાવી લીઘી અને બાહપોશ માં જકડી લીઘી…. આજે અંજલિ પાસે બોલવા માટે કાંઈ જ સ્વબદો ન હતા… તે કાવ્ય ને બાજી ને ભરપૂર રડી રહી હતી અને ક્ષમા માંગી રહી હતી …. કાવ્ય એ પણ સઘળું ભુલી ને અંજલિ સાથે જ આગળ વધવાનું નક્કી કર્યું.. અંજલિ એ પણ કાવ્ય ના પગ પકડી ને માફી માંગી, તેમજ સ્વરા ને ભેટી ને ખૂબ જ માફી માંગી… પોતે એક સાચી જીવનસાથી તેમજ સાચી પ્રેમીકા, કે સારી માતા ન બની શક્યા નું દુઃખ અંજલિ ના મોઢા પર બખૂબી દેખાય આવતું હતું..

આજ તો પ્રેમ હતો કાવ્ય નો … !!જીવન માં પ્રેમ એ જ ખૂબ મોટી વસ્તુ છે… ફૂલ, ચોકલૅટ, ગિફ્ટ્સ, ડેટ વગેરે જેવી વસ્તુ થી જ પ્રેમ છે એવું માનનારા વ્યક્તિ તદ્દન ખોટા છે.. કોઇ પણ વ્યક્તિ ને સમજવાની શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે .. પ્રેમ થી કોઇ ખવડાવે એ પણ પ્રેમ જ છે,સંભાળી ને જજે, ખાઈ લેજે, પોહચી ને ફોન કરજે, આ પ્રેમ નથી તો શું છે??? આજે સમાજ માઁ લગ્ન તૂટે છે તેનું કારણ આજ છે,.. લગ્ન એ કોઇ રમત નથી, જન્મો જન્મ નો સાથ છે.. જેમાં પતિ અને પત્ની એમ બન્ને જણે સમય સમય અનુરૂપ એકબીજાને ને સમજવાનું હોય છે, સંસાર આગળ વધારવાનો હોય છે…, સમય આવ્યે પ્રેમ નથી બદલાતો, કદાચ આપડી અપેક્ષાઓ અને લાગણીઓ બદલાય જાય છે.. અને કહેવાય શું?? પ્રેમ ઓછો થઈ ગયો…

દરેક કિસ્સા માં ભૂલ પુરુષ ની જ હોય એવું નથી હોતું, એક સ્ત્રી ની પણ હોય છે.. લગ્ન જેવા સંબંધ માં સ્ત્રી અને પુરુષ એમ બન્ને એ એક બીજા ને સમજવાની શક્તિ હોવી ખૂબ જ જરૂરી છે.. અસ્તુ..

લેખક : જીનલ ટેલર “વિહા”

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ