તવા પિઝા – બાળકો બહાર ખાવા જવાની જિદ્દ કરે ત્યારે ઘરે જ બનાવી આપો આ પિઝા સરળ અને ટેસ્ટી રેસીપી…

મિત્રો, આપણે પિઝા ખાવા અવારનવાર રેસ્ટોરન્ટમાં જતા હોઈએ છીએ કારણ કે આજે ફાસ્ટ ફૂડનો જમાનો છે અને ખાસ કરીને આજકાલના બાળકો અને યંગ જનરેશનને દેશી ખાવામાં રુચિ નથી અને હંમેશા બહારનું ખાવાનું જીદ કરતા હોય છે. તો મિત્રો, આજના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ગૃહિણીઓએ ઘરે જ આવી ડીશો બનાવીને પીરસવાનો આગ્રહ રાખવો જોઈએ કારણ આપણે જે ફૂડ બહાર ખાઈએ છીએ તેમાં કોઈ સ્વચ્છતા કે શુદ્ધતાનો કોઈ ખ્યાલ રાખવામાં આવતો નથી અને બહારનું સ્વાદિષ્ટ ખાવાના શોખમાં હાઈજેનીક ન હોય તેવું ફૂડ આપણે પેટમાં નાખતા હોઈએ છીએ.

તો બને ત્યાં સુધી ઘરે બનાવેલ ફૂડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. આજે આપણી પાસે ઈન્ટરનેટ એવું માધ્યમ છે કે જ્યાંથી આપણને કોઈપણ રેસિપી સાવ આસાનીથી મળી જાય છે તો પછી બહારનું અનહાયજેનિક તેમજ મોંઘુ ફૂડ ખાવા કરતા ઘરે જ કેમ ના બનાવીએ! તો આજે હું બહાર મળતા પિઝા જેવા જ ટેસ્ટી પિઝા માઇક્રોવેવ વિના જ તવા પર કઈ રીતે બનાવવા એ બતાવવા જઈ રહી છું. આ રીતે તમે પણ ટેસ્ટી ટેસ્ટી પિઝા સાવ સરળતાથી બનાવી શકશો. રેસિપી સાથે જ છેલ્લે વિડીયો પણ આપું છું તો વીડિયો જોઈને પણ સ્ટેપ બાય સ્ટેપ ફોલોવ કરીને પણ સરળતાથી પિઝા બનાવી શકો છો.

આ પિઝા બનાવવામાં યુઝ કરેલ પિઝા બેઝ અને પિઝા સોસ પણ હોમ-મેડ છે જેની રેસિપી અગાઉ આપેલી છે. તો ચાલો બતાવી દઉં ટેસ્ટફૂલ પિઝા બનાવવાની રેસિપી.

સામગ્રી :

પિઝા બેઝ

પિઝા સોસ

કેપ્સિકમ

કાંદા

બાફેલી મકાઈ

લાલ લીલું મરચું

ચીલી ફ્લેક્સ

ઓરેગાનો

મરી પાવડર

મોઝરેલા ચીઝ

રીત :


1) પિઝાને ટોપિંગ કરી લઈએ. સૌપ્રથમ પિઝા બેઝ પર પિઝા સોસ લગાવીશું.મિત્રો બહાર જેવો જ ટેસ્ટી પિઝા સોસ તેમજ પિઝા બેઝ ઘરે જ બનાવી શકાય જેની રેસિપી અગાઉ મેં આપેલી છે.


2) પિઝા સોસ લગાવ્યા બાદ ચીઝ સ્પ્રેડ કરવું, અહીં આપણે પિઝા સ્પેશિયલ મોઝરેલા ચીઝ યુઝ કરવાનું છે. ચીઝ આપણે ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું નાખી શકાય. આપણે લાસ્ટમાં ફરી ચીઝ લગાવીશું માટે અહીં બોવ બધું ચેઝ એકસાથે નહિ લગાવીએ.


3) સૌ પ્રથમ કેપ્સીકમની ટોપિંગ કરીશું. કેપ્સિકમને મોટા ટુકડામાં કટ કરી તેમજ સ્લાઇસમાં કટ કરી શકાય.કેપ્સિકમ લાલ,લીલા તેમજ પીળા એમ ત્રણ કલરના મળે છે. આપણે ત્રણે કલર્સ યુઝ કરીએ તો પિઝા ખુબ સરસ એટ્રેક્ટીવ લાગશે પરંતુ માત્ર ગ્રીન કલરના કેપ્સિકમ યુઝ કરીએ તો પણ ચાલે. કેપ્સિકમ પછી કાંદાથી ટોપિંગ કરીશું, કાંદાને મોટા પીસીસમાં કટ કરવા.કાંદા તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછા લઈ શકો. ત્યારબાદ બાફેલા મકાઈ દાણા મુકીશું. મકાઈ દાણાંથી ખુબ સરસ ટેસ્ટ આવશે. તેમ છતાં સ્કિપ કરી શકો છો. આ સિવાય બેબી કોર્ન, ઓલિવ રિંગ્સ પણ યુઝ કરી શકાય.


4) હવે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો તેમજ મરી પાવડર સ્પ્રિંકલ કરીશું. છેલ્લે આપણે લાલ તેમજ લીલા મરચાને રિંગ્સમાં કટ કરીને મુકીશું.મરચા ઓપ્શનલ છે જો સ્પાઈસી ખાવાનું પસંદ હોય તો મરચા સરસ લાગશે. લાસ્ટમાં ફરી ચીઝ સ્પ્રેડ કરીશું. અહીં આપણે ચીઝ વધારે કે ઓછું લઈ શકીએ. તો બેક કરવા માટે આપણો પિઝા તૈયાર છે.


5) તે માટે તવાને ગરમ કરીશું. તવો ગરમ થાય એટલે તેના પર બટર લગાવી લેવાનું છે. તવા પર પિઝા રાખી દેવાનો છે.


6) ઢાંકણ કે પ્લેટ ઢાંકીને સ્લો આંચ પર સાત થી આઠ મિનિટ માટે બેક કરીશું. સ્ટવની આંચ ઘીમી રાખવી તેમજ પિઝા બેઝ નીચેથી બળી ન જાય તે ધ્યાનમાં રાખવું.


7) સાતેક મિનિટ પછી ઢાંકણ હટાવીને ચેક કરવો, ચીઝ મેલ્ટ થઇ જાય એટલે પીઝાને પ્લેટમાં લઈ લેવો.


8) સેઈમ રીતે આપણે બીજા પિઝાને પણ ટોપિંગ કરી લેવાનો છે, આ પિઝાને હું અલગ રીતે બેક કરવાની રીત જણાવું છું.


9) આ પિઝાને બેક કરવા માટે કડાઈમાં એક કપ મીઠું લઈશું. કડાઈમાં વચ્ચે કાંઠો કે સ્ટેન્ડ મૂકીને મીઠાને 10 મિનિટ માટે ગરમ થવા દેવું.


10) 10 મિનિટ પછી ટોપિંગ કરેલા પિઝાને સ્ટીલની પ્લેટમાં લઈ કડાઈમાં સ્ટેન્ડ પર મૂકી દેવાની.


11) ઢાંકણ ઢાંકી 7 થી 8 મિનિટ માટે મીડીયમ આંચ પર બેક થવા દો, પિઝા બેક થાય ત્યાંસુધીમાં બીજા પિઝાને ટોપિંગ કરીને તૈયાર કરી લેવો.


12) સાતેક મિનિટમાં પિઝા સરસ બેક થઇ જશે. તો આ પિઝાને બહાર લઈ બાકીના પિઝા બેક કરી લેવા.


13) તો મિત્રો, તૈયાર છે આ બહાર મળતા પિઝા જેવા જ ટેસ્ટી ટેસ્ટી પિઝા. મેં બતાવેલી બંને રીત સાવ સિમ્પલ છે તો આ વખતે તમે પણ આ રીતના બનાવીને ટ્રાય કરજો અને મિત્રો એકવાર નીચે આપેલ લિંક ઓપન કરી વિડીયો પણ જોઈ લેજો જેથી પિઝા બનાવતી વખતે સરળતા રહે.

રસોઈની રાણી : અલ્કા સોરઠીયા

સ્ટેપ બાય સ્ટેપ વિડીયો :