એવી ૭ વસ્તુઓ જે એકદમ હેલ્ધી છે અને તમારી ત્વચાના નિખાર માટે ઉત્તમ છે. દરરોજ ખાવામાં સહેજ પણ વિચારશો નહીં…

આપણાં શરીરની ચામડી એ દેહનો દેખીતું અંગ છે. આપણી ચામડીનો રંગ અને તેની સુંદરતા પર વ્યક્તિના વ્યક્તિત્વ પર અસર કરે છે. અમે આપના માટે એવી કેટલીક ઉપયોગી ખાદ્ય સામગ્રી લઈને આવ્યાં છીએ જેને તમે વારંવાર ભોજનમાં શામેલ કરવામાં સહેજ પણ વિચાર કરશો નહીં. ઘણાય લોકો કહે છે કે તમે શરીરની અંદરના અંગોની જેટલી કાળજી લો છો તેટલી જ કાળશી બાહ્ય દેહની પણ કરવી જોઈએ. તે સાચું પણ છે.


આપણે અનેક જગ્યાઓએ ફરીએ છીએ, કાર્યક્રમોમાં જઈએ છીએ, વિવિધ લોકોને મળીએ છીએ અને દરેક વ્યક્તિ સાથે પરિચય થાય ત્યારે સૌથી પહેલાં તેમની નજર આપણાં શરીર પર પડે છે અને આપણી ત્વચા પર ધ્યાન જાય છે. ત્વચાનો રંગ કદાચ એટલો મહત્વનો ન પણ પરંતુ એની આપણે કેટલી કાળજી રાખીએ છીએ એ વધારે અગત્યનું છે.

નવી પેઢીમાં, શું ખાવું અને શું ન ખાવું તે વિશે વધુ પ્રશ્નો હોય છે તેથી એક રસપ્રદ માહિતી સાથે, તંદુરસ્ત શરીર અને સુંદર ચામડી માટે આપણાં આહારમાં એવું તે શું ઉમેરવું જે આપણને શ્રેષ્ઠ પરિણામ આપે એ જણાવીએ.


સુંદર ત્વચાનું ઇચ્છિત પરિણામ મેળવવા સૌથી પહેલું પગલું એ સમજવું છે કે જુદા જુદા લોકોમાં વિવિધ પ્રકારની ત્વચા હોય છે; કયા પ્રકારની ચામડી માટે કયો ખોરાક યોગ્ય લેવાથી તે વધુ સારું પરિણામ આપશે તે માટેના કેટલાક મૂળભૂત દિશાનિર્દેશો છે. અમે આપના માટે એવા સાત ખાદ્ય પદાર્થોનું સૂચન કરીએ છીએ જે તમને સ્વચ્છ, નરમ, સુંવાળી, ચમકતી ત્વચા જાળવી રાખવા માટે અચૂક મદદ કરશે.

ત્વચાનું રક્ષણ કરવા અને તેની ચમક વધારવા આ બધું જ જરૂર લેજો…

ટમેટાં –


તમે જ્યારે સૂર્યના આકરા તાપમાં જાવ ત્યારે સનબર્ન ન થાય તે માટે મોંઘા સનસ્ક્રીન લોશન લગાવો છોને? એજ રીતે કેટલાક ખાદ્ય પદાર્થો છે જે રોજિંદા આહારમાં શામેલ કરવાથી શરીરની અંદરથી પણ તમે ત્વચાનું રક્ષણ કરી શકશો. તેને તડકાથી થતા નુકસાનથી બચાવી શકશો. ટમેટાં, જેમાં પુષ્કળ પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ છે અને તેમાં સારી માત્રામાં પાણીનું પ્રમાણ પણ રહેલું છે. સલાડમાં કે પછી ઠંડા કરીને તેની સ્લાઈઝ કરીને ખાવા ત્વચા માટે ખૂબ જ સારા છે. આ રીતે જામફળ, દ્રાક્ષ કે તરબૂચ ખાવાથી પણ શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે.

ગ્રીન ટી –


દુનિયાભરમાં એક પીણું એવું છે કે તેને તમે લો કેલેરી અને તાજગી સભર પીણાં તરીકે સ્વીકૃતિ મળી છે. તે છે ગ્રીન ટી. તેનાથી શરીરમાં કેલેરી ન વધવાથી વજન નથી વધતું અને તેમાં દૂધ ન હોવાથી સૂસ્તી પણ નથી ચડતી. બેસ્ટ એન્ટિ ઓક્સિડન્ટ સપ્લીમેન્ટ છે. વધુમાં તે એન્ટિ એજિંગ પણ છે. ચહેરા પરની તાજગી સાચવે છે અને કરચલી પડવા નથી દેતી. ચાને બદલે દિવસમાં બેથી ત્રણ વખત નિઃસંકોચ લઈ શકો છો. શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવા પણ મદદરૂપ થાય છે.

બેલ પેપર્સ –


સામાન્ય શાકવાળા ફેરિયાઓ પાસે મળતા આ રંગબેરંગી બેલ પેપર્સમાં પ્રચૂર માત્રામાં ૨૨.૫થી ૩૫.૮ મિલિ ગ્રામ જેટલું વિટામિન સી રહેલું છે. લીલા રંગના શિમલા મીર્ચ તો દરેક જગ્યાઓએથી મળી જાય છે પણ લાલ અને પીળાં પણ સલાડમાં લઈને ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે. તે પણ ઠંડી પ્રકૃતિનું છે જેમાં પાણી પણ સારા પ્રમાણમાં રહેલું છે. સવિટામિન સી ત્વચાના કોષનું બંધારણમાં ખૂબ જ ઉપયોગી છે. નવા સેલ્સ પણ ઝડપથી બનાવવામાં ઉપયોગી છે.

અખરોટ –


ઓમેગા ફેટ – ૩ મેળવવાનું શ્રેષ્ઠ સ્ત્રો છે અખરોટ. તેનાથી શરીરમાં તેલનું પ્રમાણ જાળવવામાં મદદરૂપ છે. હ્રદય મજબૂત કરવાની સાથે વાળની ચમક વધારે છે. જેઓ શાકાહારી છે અને માછલી જેવું કોઈ પ્રોટિન ખોરાક નથી ખાતા તેમના માટે અખરોટ શ્રેષ્ઠ વિકલ્પ છે. ચામડીને સ્વચ્છ અને ચમકતી રાખવામાં તે ખૂબ ઉપયોગી છે.

કઠોળ –

OLYMPUS DIGITAL CAMERA

ત્વચાની ગુણવત્તા જાળવવામાં એક સારો વિકલ્પ છે. તે એક સારું પ્રોટીન મેળવવાનું સ્ત્રોત છે, ત્વચાના કોષોને સુધારવામાં અને તેના બંધારણને મજબૂત કરવામાં મદદ કરે છે. જેને કારણે ચહેરા પર પડેલી કરચલીઓને દૂર કરી શકાય છે. પાચનક્રિયા દરમિયાન, પ્રોટીનનું એમિનો એસિડ્સમાં વિભાજિત થાય છે, કોશિકાઓનું નિર્માણ આ એસિડને લીધે થાય છે જે ત્વચા કોશિકાઓનું સમારકામ અને નવા સેલ્સ બનાવવા માટે મદદ કરે છે.

શુદ્ધ પાણી –


આપણાં શરીરમાં પાણીનું મહત્વ છે એટલું એક પણ તત્વનું કદાચ નહીં હોય. ઓક્સીજન પ્રાણવાયુ મેળવવાનો તે શ્રેષ્ઠ સ્ત્રોત છે. આપણું શરીર ૭૦% પાણીથી બનેલું છે. જો તેનું સમતુલન ખોરવાઈ જાય તો આખા શરીરનું સ્વાસ્થ્ય બગડે છે. પ્યોર મીનરલ વોટરમાં એ દરેક ઘટકો રહેલાં છે જે આપણા શરીર માટે જરૂરી છે. ડોક્ટર્સ પણ દિવસના ૧૦થી ૧૨ ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. શરીરની અને ખાસ કરીને ત્વચાની શુદ્ધતા માટે પાણીને ઉત્તમ ઔષધની જેમ પુષ્કળ પીવું જોઈએ.

દૂધ કે દૂધની બનાવટ –


સ્વસ્થ શરીર રાખવા માટે દૂધને સંપૂર્ણ આહાર કહ્યું છે. દૂધમાં દરેક પ્રકારના વિટામિન, પ્રોટિન અને મિનરલ્સ રહેલા છે. પનીર, ચીઝ, ઘી અને દહીં જેવી દૂધની બનાવટોથી શરીરને જોઈએ તેવી શક્તિ મળી શકે છે. છાશ અને દહીં ત્વચાને ચમકતી રાખવા માટે બેસ્ટ છે. તેમાં વિટામિન સી પણ રહેલું છે.