તમારા ફેવરિટ સ્ટાર્સની આ અજાણી વાતો વિષે તમે ક્યારેય નહીં સાંભળ્યું હોય..

તમારા માનિતા સિતારાઓને સોનેરી પરદા પર તેમજ ટેલિવિઝન પર જોઈ તમારામાં તેમના માટેની એક પ્રકારની ઓળખાણ વિકસી હશે. પણ શું તમે ખરેખર તમારા ફેવરિટ બોલિવૂડ સ્ટાર્સને જાણો છો ? અહીં અમે 12 બોલિવૂડ સ્ટાર્સની વણકહી હકીકતો તમને જણાવવા જઈ રહ્યા છીએ જે વિષે તમે ભાગ્યે જ કંઈ જાણતા હશો.

1. શાહરુખ ખાન


જ્યારે ભારતિય સિનેજગતની વાત થાય ત્યારે તેમાં બોલિવૂડના કીંગ ખાનને જ બોલિવૂડનો રોમાન્સ કિંગ માનવામાં છે. તેને આપણે નેવુના દાયકાથી ચાહતા આવ્યા છીએ. પણ શું તમે જાણો છો કે બોલિવૂડનો આ બાદશાહ એક ખુબ જ સામાન્ય – મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવ્યો હતો અને હાલ તે વિશ્વના સૌથી ધનાડ્ય અભિનેતાઓમાં ત્રીજો ક્રમ ધરાવે છે ? હા વાત તદ્દ્ન સાચી છે, તે રાષ્ટ્રિય ખજાનો બની શકે તેમ છે. તેની લાંબી ફિલ્મી કારકિર્દીમાં તેણે 300થી પણ વધારે ફિલ્મોમાં અભિનય કર્યો છે, શાહ રુખ ખાને 226 નોમિનેટેડ એવોર્ડમાંથી 207 એવોર્ડ જીત્યા છે ! તેમાંના 29 અવોર્ડ બેસ્ટ એક્ટરના છે. તેમાં કોઈ જ શંકા નથી કે તે 600 મિલિયન ડોલરની નેટ વર્થ ધરાવતો હોય. તે સાચે જ તેને લાયક છે !

2. પ્રિયંકા ચોપરા

 

View this post on Instagram

 

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) on


અમે શરત લગાવીએ છીએ કે તમને નહીં ખબર હોય કે તમારી પ્રિય પ્રિયંકા ચોપ્રાને માત્ર પોતાના દેશમાંથી જ નહીં પણ દરિયાપાર પર ખુબ જ લોકપ્રિયતા મળી છે, તેણીને યુએસએના રાજ્યકક્ષાના નેશનલ ઓપસ ઓનર ક્વાયર ! માટે પસંદ કરવામાં આવી છે. નેશનલ ઓપસ ઓનર ખોઈર/ક્વાયર એટલે અમેરિકાના કોઈ રાજ્યના પ્રતિષ્ઠિત દેવળમાં ગાતા ગાયકવૃંદમાં તેણીની પસંદગી કરવામાં આવી છે. તેણી એક માત્ર ભારતિય છે જેણીને યુએસએમાં આ સમ્માન પ્રાપ્ત થયું છે. બ્રાવો, પિગી ચોપ્સ ! શું તેણીને હજું પણ કંઈ કરવાનું બાકી રહી ગયું છે ! મને લાગે છે તેણી હજુ પણ કંઈ નવું કરી બતાવશે !

3. રનબીર કપૂર

 

View this post on Instagram

 

Ranbir Kapoor for an ad shoot. #RanbirKapoor #Ranbir #Bollywood

A post shared by Ranbir Kapoor 🔵 (@ranbir_kapoooor) on


શું તમને ખબર છે બોલિવૂડ હાર્ટથ્રોબ રનબીર કપૂર, તે ખરેખર ખુબ જ વખાણવા પાત્ર મમા બોય છે ? હા, આ અદ્ભુત ટેલેન્ટેડ, વૈવિધ્યસભર અભિનેતા આજે પણ પોતાની માતા પાસેથી દર અઠવાડિયાના 1500 રૂપિયા પોકેટ મની લે છે ! તે આજે પણ પોતાની રોજિંદી જરૂરિયાતો આ રકમમાંથી મેનેજ કરે છે પોતાના બધા જ આર્થિક વ્યવહારો તેણીની પ્રેમાળ માતાને જ હેન્ડલ કરવ દે છે.

4. દિપીકા પાદૂકોણે

 

View this post on Instagram

 

🌺 @gauriandnainika 👗 @shaleenanathani 💄 @sandhyashekar 💇🏻‍♀️ @georgiougabriel

A post shared by Deepika Padukone (@deepikapadukone) on


બોલિવુડનો જાદુઈ ચહેરો ધરાવતી, લાંબા પગવાળી, ડિમ્પલ ગર્લ માત્ર આપણા દેશની જ સૌથી વધારે વળતર મેળવતી અભિનેત્રી નથી પણ ફોર્બ્સ મેગેઝિન પ્રમાણે તેણી વિશ્વની ટોપ-ટેન હાઈયેસ્ટ પેઇડ અભિનેત્રિઓમાંની એક છે !

5. હ્રીતિક રોશન

 

View this post on Instagram

 

A post shared by Hritik Roshan 🔘 (@hritikroshan_official__) on


એક અદ્ભુત અભિનેતા, ફીટનેસ ફ્રિક અને ગ્રિક ગોડ જેવા લાગતા હ્રીતિક રોશન સાથે સંકળાયેલી આ હકીકત જાણી તમને નવાઈ લાગશે. આપણા દેશના આ સુપહીરોની વાસ્તવિક સરનેમ રોશન નથી પણ નાગરથ છે ! ચોંકી ગયા ને ? અમે પણ.

6. કરીના કપૂર ખાન

 

View this post on Instagram

 

A post shared by Kareena Kapoor Khan (@therealkareenakapoor) on


આ અતિ આકર્ષક અભિનેત્રીએ પોતાની ફિલ્મ હિરોઈનમાં વિશ્નના લગભગ 130 વિવિધ ફેશન ડિઝાઈનરો દ્વારા તૈયાર કરવામાં આવેલા કપડાં પહેર્યા હતા. એવો પણ અહેવાલ છે કે 2012ની બેબોની આ ફિલ્મ કે જેને મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત કરવામાં આવી હતી તે બોલિવૂડની અત્યાર સુધીની સૌથી મોંઘો વોર્ડરોબ ધરાવતી ફિલ્મ છે.

7. અમિતાભ બચ્ચન

 

View this post on Instagram

 

Smile .. takes lesser muscles than a frown .. ! Also .. exhibits many other qualities .. but of that some other time ..🤣🤣

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on


આ અતિ પ્રભાવશાળી, અભિભૂત કરી નાખતા પીઢ અભિનેતા અને લીવીંગ લેજન્ડ એક ઉત્તમ અભિનેતા તો છે જ પણ તેમાં બીજી કેટલીક અસામાન્ય ટેલેન્ટો પણ છૂપાયેલી છે. બીગ બી એક એમ્બિડેક્સ્ટ્રસ છે! તે પોતાના ડાબા તેમજ જમણા બન્ને હાથે વ્યવસ્થિત રીતે લખી શકે છે, અને બન્ને હાથોનો ઉપયોગ પણ સમાન રીતે કરી શકે છે. અમે તે માટે જૂની કેબીસીની વિડિયો પણ જોઈ હતી તેમાં પણ તેમણે બન્ને હાથે ચેક સાઇન કર્યા છે.

8. કલ્કી કોચલીન

 

View this post on Instagram

 

A post shared by Kalki (@kalkikanmani) on


યે જવાની હે દિવાનીની બિન્દાસ કલ્કી કોચલીન અભિનેત્રી હોવાની સાથે સાથે લેખક પણ. તેણી ફ્રેન્ચ મૂળની છે અને તેણીના પર દાદા બીજુ કોઈ નહીં પણ એફિલ ટાવર કે જે વિશ્વની અજાયબીમાંની એક અજાયબી છે તેના તેમજ ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ લિબર્ટીના ચિફ એન્જિનિયર મોરિસ કોચલીન છે. હા, આ હકીકત જાણી અમે પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

9. આમિર ખાન

 

View this post on Instagram

 

A post shared by Aamir Khan (@_aamirkhan) on


હાલ આપણે જ્યારે પ્રખ્યાત પૂર્વજોની વાત કરી રહ્યા છીએ તો બોલિવૂડના મેથડ એક્ટર, મિ. પર્ફેક્શનિસ્ટ આમિર ખાન એ સમ્માનનીય ઇસ્લામિક ફિલોસોફર અને ફ્રિડમ ફાઇટર અબુલ કલામ આઝાદના ગ્રાન્ડ નેફ્યુ છે. થઈ ગયાને પ્રભાવિત ? આટલું જ નહીં, તેઓ ભૂતપૂર્વક રાષ્ટ્રપતિ, ડો. ઝાકિર હુસૈનન સાથે પોતાના પિતાની બાજુએથી પણ સંકળાયેલ છે. માટે એમ કહી શકાય કે આમિરખાનમાં એક પ્રતિષ્ઠિત લોહી વહી રહ્યું છે.

10. રણવીર સિંઘ

 

View this post on Instagram

 

About to embark on a remarkable cinematic journey 🏏 #proud #blessed 🙏🏽 @kabirkhankk @83thefilm

A post shared by Ranveer Singh (@ranveersingh) on


આપણે જાણીએ જ છીએ કે રણવીર કેટલો ઉત્તમ અભિનેતા છે અને તેના ચિત્ર વિચિત્ર કપડાં પણ આપણને ઘણી વાર આઘાત પમાડી દેતા હોય છે. પણ તેની આ હકીકત જાણી તમે માથુ ખજવાળતા રહી જશો. પહેલાં તો રણવીરનું આખું નામ જાણી લો, રણવીર સીંઘ ભાવનાની. બીજું, તે સોનમ કપૂરનો પિતરાઈ ભાઈ છે !

11. સલમાન ખાન

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan) on


સલમાન ખાન વિષે કોઈ જાણકારી બાકી રહી હોય તેવું લાગતું નથી પણ તેમ છતાં અમે તમારા માટે સલમાન ખાન વિષેની એક અજાણી વાત તો શોધી જ લાવ્યા છીએ. સલમાન ખાનના બાથરૂમમાં ફ્રેગ્રન્ટ, હર્બલ અને હેન્ડમેડ સોપનું મોટું કલેક્શન છે. તેને હંમેશા નેચરલ, ઓર્ગેનિક વેજિટેબલ અને ફ્રૂટ્સમાંથી બનેલા ઉત્પાદનો જ પસંદ છે.

12. અક્ષય કુમાર

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar) on


આ ખિલાડી કુમાર આશ્ચર્યજનક રીતે વહેમી છે ! તે કોઈ પણ કાગળ પર ‘ઓમ’ લખ્યા વગર કોઈપણ લખાણની શરૂઆત કરતો નથી.

તો આ હતી 12 સેલિબ્રિટિઝની અનોખી, અજાણી, ચકિત કરનારી હકીકતો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ