સની દેઓલ સાથે કામ કરવાની ચોખ્ખી ના પાડી ચુકી છે આ હસીનાઓ, કારણ જાણીને તમને પણ થશે આશ્વર્ય

સિનેમા જગતમાં કલાકારોના ઘણા કિસ્સા જાણીતા છે. ક્યારેક કોઈ સેલેબ્સ વચ્ચે તકરાર થઈ જાય છે તો ક્યારેક કોઈને ફિલ્મના સેટ પર થઈ જાય છે પ્રેમ. પણ આજે આપણે ના વાત કરીશું તકરારની ના પ્રેમની. આજે આપણે વાત કરીશું સની દેઓલની. જેમનો અઢી કિલોનો હાથ કોઈના પર પડે તો માણસ ઉઠતો નથી ઉઠી જાય છે.સની પાજીના આવા તો ઘણા ડાયલોગ્સ અને ફિલ્મો હિટ સાબિત થઈ. પણ શું તમે જાણો છો કે એમની સામે કામ કરવાની બોલીવુડની ટોપ અભિનેત્રીઓએ ક્યારેક ના પાડી દીધી હતી. હા સની દેઓલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની લગભગ બધી હસીનાઓ સાથે ફિલ્મો કરી છે પણ ક્યારેક અમુક એક્ટ્રેસ એવી પણ રહી જેમને એમની સાથે કોઈને કોઈ કારણસર કામ કરવાની ના પાડી દીધી. આજે અમે તમને જણાવીશું એ એક્ટ્રેસ વિશે.

image source

સની દેઓલે પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1984માં ફિલ્મ બેતાબથી કરી હતી. આ ફિલ્મમાં એમની ઓપોઝિટ અમૃતા સિંહ દેખાઈ હતી. ફિલ્મે બોક્સઓફિસ પર સારી એવી કમાણી કરી હતી અને સાથે જ આ ફિલ્મેં સનીને એમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો. 90ના દાયકામાં એમને ઘણી હિટ ફિલ્મો કરી, જેમાં ડર, ઘાતક, ઇન્ડિયન, દામિની, જિદ્દી, બોર્ડર, ફર્ઝ જેવી ફિલ્મો સામેલ છે.

સની દેઓલની છેલ્લી ફિલ્મ બ્લેનક વર્ષ 2019માં રિલીઝ થઈ હતી. એ પછી સની પાજીએ ફિલ્મોથી દૂર જઈને રાજનીતિમાં પગ મૂકી દીધો. એકટર ભાજપમાં સામેલ થઈ ગયા અને એમનું પોલિટિકલ કરિયર પણ અત્યાર સુધી ઘણું શાનદાર રહ્યું.

કાજોલ.

image source

હવે વાત કરીએ એ એક્ટ્રેસ વિશે જેમને સની દેઓલ સાથે કોઈ કારણ સર કામ કરવાની ના પાડી દીધી હતી. આ લિસ્ટમાં પહેલું નામ એક્ટ્રેસ કાજોલનું આવે છે.નિર્દેશક અનિલ શર્માએ એક ઇન્ટરવ્યૂમાં ખુદ આ વિશે જણાવ્યું હતું કે કાજોલે એમનો ફિલ્મ ગદરમાં કામ કરવાની ના પાડી દીધી હતી. નિર્દેશકે એ વિશે કહ્યું કે અમુક લોકોને લાગતું હતું કે અમે લાયક નથી એમની સાથે કામ કરવા માટે. એમને લાગતું હતું કે અમે નાના માણસો છે અને એ મોટા છે. અમુકને લાગતું હતું કે આ એટલી મોર્ડન ફિલ્મ નથી અને અમુકને એની વાર્તા પિરિયડ ફિલ્મ લાગી. પણ કદાચ ભગવાન પણ એ જ ઈચ્છતા હતા કે આ ફિલ્મ અમિષાને જ મળે. જો કે ગદરનો આ રોલ ઠુકરાવીને કાજોલને પસ્તાવો પણ જરૂર થયો હશે.

શ્રીદેવી.

image source

બોલીવુડની ચાંદનીના નામે જાણીતી એક્ટ્રેસ શ્રીદેવી વિશે એક વાત કહેવામાં આવતી હતી કે અભિનેત્રી એ રોલ સિલેક્ટ કરતી હતી જેમાં એમનું પાત્ર હીરો કરતા વધુ દમ ધરાવતું હોય. શ્રીદેવીએ પણ સની દેઓલ સાથે કામ કરવાની ના પાડી દીધી હતી. આ કિસ્સાની ચર્ચા સની દેઓલે કરી હતી અને કહ્યું હતું કે મેં ફિલ્મ ઘાયલ માટે શ્રીદેવીને અપ્રોચ કર્યો હતો પણ એમમે ફિલ્મ કરવાની ના પાડી દીધી. જો કે શ્રીદેવી અને સની દેઓલે ફિલ્મ ચાલબાઝ, નિગાહે અને રામ અવતારમાં કામ કર્યું હતું. આ બધી ફિલ્મોમાં શ્રીદેવીનો રોલ સની દેઓલની સરખામણીએ મોટો હતો.

ઐશ્વર્યા રાય બચ્ચન.

image source

આખી દુનિયામાં પોતાની સુંદરતા માટે જાણીતી અભિનેત્રી ઐશ્વર્યા રાયનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. સની દેઓલની ફિલ્મોમાં હીરોને વધારે મહત્વ આપવામાં આવતું હતું અને એમની ફિપમોમાં એક્શન પણ ભરપૂર રહેતું હતું. એ જ કારણે ઐશ્વર્યા રાયે એમની સાથે ફિલ્મ કરવાની ના પાડી દીધી હતી. જો કે પછીથી એશે ફિલ્મ શહીદમાં સની દેઓલ સાથે કામ કર્યું હતું. પણ રસપ્રદ વાત એ છે કે બન્ને એકબીજાની ઓપોઝિટ નહોતા.

માધુરી દીક્ષિત.

image source

બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે 90ના દાયકાના લગભગ દરેક એકટર સાથે કામ કર્યું છે. એ સમયે દરેક એકટર પણ માધુરી સાથે કામ કરવાના સપના જોતો હતો. માધુરી દીક્ષિતે એકટર સની દેઓલ સાથે ફિલ્મ ત્રિદેવમાં કામ કર્યું હતું. ફિલ્મ સુપરહિટ રહી હતી પણ એ પછી એમને ફરી ક્યારેય સની પાજી સાથે કોઈ ફિલ્મમાં કામ નથી કર્યું. કારણ હતું કે સની ફક્ત એક્શન ફિલ્મો કરી રહ્યા હતા જ્યારે માધુરીને લીડ રોલ પણ ઓફર થઈ રહ્યા હતા. કહેવામાં તો એવું પણ આવી રહ્યું હતું કે સની દેઓલના ગુસ્સાના કારણે પણ એક્ટ્રેસ એમની સાથે કામ કરવાની ના પાડી દેતી હતી કારણ કે એમને પોતાની ઇમેજ ખરાબ થવાનો ડર હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong