ફકત એક જ મેઘાહિટ ફિલ્મ અને અનેક એવોર્ડ મેળવ્યા બાદ આ અભિનેત્રીએ અચાનકથી કહી દીધું બોલિવુડની દુનિયાને અલબિદા, કારણ જાણી ચોંકી જશો…

બોલિવુડની દુનિયા એવી છે કે તેની ચમકદમકથી જેની આંખો એક વખત અંજાઈ જાય તે આ દુનિયાને જલ્દીથી પાછું જોઈને વળી જતું નથી. સપનાની નગરી કહેવાતું આ મુંબઈ એટલે હજારો સુપરસ્ટાર્સ અને લાખો કલાકારોથી ખીચોખીચ ભરેલું છે. કહેવાય છે ને કે અહીં સેંકડો લોકો પોતાના સફળતાના સપના આંખોમાં લઈને અહીંની ચમત્કારી જમીનમાં પગ મૂકે છે. દરેક પોતાનું નસીબ અજમાવે છે પરંતુ જેનું ભાગ્ય ચમકી જાય એને માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી લાગતી. એજ રીતે જેમને ખરાબ અનુભવો થાય છે, તેમને માટે આ જ જગ્યા નરક સમાન થઈ પડે છે.

પરંતુ હકીકત એ છે કે અહીં આવીને સફળતા મેળવવાનો જે વ્યક્તિને એકવાર ચસ્કો લાગી જાય તે અહીંથી કદી દૂર જવાનું મન નથી કરતી અથવા તો એનાથી પણ કોઈ વિશેષ પ્રતિષ્ઠા મળે તો અહીંનો રસ્તો ભૂલે એવું બને. શો બીઝની આ દુનિયા વિશે તો જેટલું કહીએ એટલું ઓછું છે. પરંતુ આ બોલિવુડની એક અભિનેત્રી એવી પણ છે જેને પહેલી જ ફિલ્મમાં અપાર સફળતા મેળવ્યા બાદ અને ધોધમાર પ્રસંશાઓ મળ્યા છતાંય એ ફરીથી કદી ફિલ્મી પડદે આજે દોઢ દાયક બાદ પણ પાછી નથી આવી… જાણો છો કોણ છે એ અભિનેત્રી? શું કરે છે આજકાલ અને શા કારણે તે પરત નથી ફરી આ ફિલ્મી દુનિયામાં…

ગાયત્રી જોષી; સ્વદેશ જેવી પહેલી જ ફિલ્મમાં જબરદસ્ત ફેનફોલોઈંગ મેળવ્યા બાદ થઈ અચાનક ગાયબ…
શાહરૂખ ખાનની યાદગાર ફિલ્મોમાંની એક એવી ફિલ્મ સ્વદેશને લોકોએ ખૂબ જ પસંદ કરી હતી. ફિલ્મની પટ્ટકથા, ફિલ્મના ગીતો અને આખેઆખી ફિલ્મના દરેક પાત્રોને પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યાં હતાં. આ ફિલ્મથી એક નામ અચાનક જ ફિલ્મી દુનિયામાં ચમકી ઊઠ્યું હતું જે છે, ગાયત્રી જોષી. આ અભિનેત્રીનું સાદગી ભર્યું પાત્ર અને તેનો સહજ અભિનય ભારતીય નારીના પાત્રમાં એકદમ બંધબેસતો હતો. એણે સૌનું દિલ જ જીતી લીધું હતું. પરંતુ વર્ષ ૨૦૦૫માં આવેલી આ મેઘાહિટ ફિલ્મ બાદ આ અભિનેત્રી ફરી કોઈ જ ફિલ્મમાં દેખાઈ હોય એવું યાદ નથી આવી રહ્યું. જાણે તે અચાનક જ આ ફિલ્મી દુનિયામાંથી ઓઝલ થઈ ગઈ. આજે દોઢ દાયકા બાદ એ શું કરે છે? ક્યાં છે? અને શા માટે તેણે બોલિવુડને કાયમ માટે અલબિદા કહ્યું એ જાણીએ.

ગાયત્રીના માતાનું નામ હેમા મિલાની અને પિતાનું નામ છે, રામનિવાસ જી રૂનથાલા. તેની નાની બહેન પણ છે, જેનું નામ છે આહના જોષી. નાગપુર મહારાષ્ટ્રમાં જન્મેલ મરાઠી જોષી પરિવારની આ દીકરીએ, સામાન્ય જીવનમાંથી એવી ચમકતી દુનિયામાં પગ મૂક્યો હતો કે તેનું ફરીથી આમ ગાયબ થઈ જવું સૌને નવાઈ પમાડી ગયું. નાનપણમાં જ પરિવાર સાથે મુંબઈ શિફ્ટ થઈ અને અભ્યાસ પણ મુંબઈની જ કર્યો. શરૂઆતમાં નાગપુરની માઉન્ટ કારમેલ સ્કુલમાં અભ્યાસ કર્યો અને બાદમાં મુંબઈની જે.બી. વાછા હાઈ સ્કુલ, દાદરમાં અભ્યાસ પૂર્ણ કર્યો.

તેણે સિડીયમ કોમર્સ કોલેજમાં એડમીશન લીધું. અને ઇકોનોમિક્સ સબ્જેક્ટ સાથે અભ્યાસ શરૂ કર્યો. વર્ષ ૧૯૯૬માં એણે કોલેજની જ શરૂઆતથી જ મોડેલિંગ પ્રોજેક્ટ મળવા લાગ્યા અને આમ તેની શો બિઝમાં એન્ટ્રી થઈ. એ સમય દરમિયાન નાની મોટી અનેક બ્રાન્ડ્સ માટે એને મોડેલિંગની ઓફર આવવા લાગી. એણે પોન્ડ્સ, એલજી, ગોદરેજ, સનસિલ્ક, હુન્ડાઈ, ફિલિપ્સ જેવી જાણીતી બાન્ડ્સ માટે પણ જાહેરાતો કરી.

તેનો ચહેરો મુંબઈ શહેરના હોર્ડિંગ્સ ઉપર ચમકવા લાગ્યો અને જાણીતો થયો ગયો. કોલોજનો અભ્યાસ પૂરો કર્યો ત્યારે વર્ષ ૧૯૯૯માં તેણે મિસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં ભાગ લીધો. આ બ્યુટી પેજન્ટમાં તે વિજેતા તો જાહેર ન થઈ શકી પરંતુ તેનું નામ ટોપ ફાઈવમાં જરૂર આવ્યું. એ સમયના કોન્ટેસ્ટમાં જાણીતી મોડેલ ટર્ન અભિનેત્રી ગુલ પનાગના માથે તાજ આવ્યો.

મીસ ઇન્ડિયા બ્યુટી પેજન્ટમાં મળેલ સફળતા બાદ તેને જર્મનીમાં યોજાઈ રહેલ ઇન્ટરનેશનલ બ્યુટી કોન્ટેસ્ટમાં ભારતીય સુંદરી તરીકે પ્રતિનિધિત્વ કરવાની તક વર્ષ ૨૦૦૦માં મળી. ૨૦૦૧માં તેને સારી કંપનીઓ માટે કેલેન્ડર્સ અને કેટલોગ્સ શૂટ્સની ઓફર મળી. તેને ફાળે બે સુપર હિટ આલ્બમ પણ આવ્યા છે. જે તે જમાનામાં ખૂબ જ લોકજીભે ચડ્યા હતા. તેમાંથી એક જગજિત સિંગનું વોહ કાગઝ કી કશ્તી અને બીજું હંસ રાજ હંસનું ઝાંઝરિયા… આટલું વાંચીને જ એ બંને ગીતો આજે પણ ફેન્સને નજર સામે જરૂર તરી ગયાં હશે. ધીમી છતાં મક્કમ પગલે પોતાના કરિયરને આગળ લઈ જતી ગાયત્રી જોષીને વર્ષ ૨૦૦૪માં એક એવી ઓફર મળી જેણે તેનું જીવન જ બદલી મૂક્યું. તે રાતોરાત જાણીતો અને ચહીતો ચહેરો થઈ ગઈ.

સ્વદેશમાં મળી અપાર સફળતા પરંતુ પછી પહોંચી ગઈ પરદેશ…
લગાન ફિલ્મની સફળતા બાદ આશુતોષ ગોવારિકર એક નવા વિષય સાથે નવી ફિલ્મ માટે એક નવો ચહેરો શોધી રહ્યા હતા. આ ચહેરો અદ્દલ ભારતીય નારીની પ્રતીતિ કરાવે તેવો હોવો જોઈએ, એ જરૂરી હતું. સફળ મોડેલ ગાયતી જોષીની આ પાત્ર માટે પસંદગી કરાઈ અને વર્ષ ૨૦૦૫માં આ ફિલ્મે અનેક એવોર્ડ્સ મેળવ્યા. શાહરૂખ ખાન સાથે તેની જોડીને પણ ખૂબ જ લોકોએ પસંદ કરી હતી.

સ્વદેશ ફિલ્મમાં ગાયત્રી જોષીને પણ અનેક એવોર્ડ્સ મળ્યા તેમાં બેસ્ટ ફિમેલ ડૅબ્યુ બોલિવુડ મૂવી એવોર્ડ, મોસ્ટ પ્રોમિસિંગ ન્યૂકમર સ્ટાર સ્ક્રીન એવોર્ડ, બેસ્ટ ન્યૂકમર ઇન ગ્લોબલ ઇન્ડિયન ફિલ્મ એવોર્ડ અને ઝી સીને એવોર્ડ્સ ફોર બેસ્ટ ફિમેલે ડેબ્યુ… આ બધા જ એવોર્ડસ તેને વર્ષ ૨૦૦૫માં સ્વદેશ માટે જ મળ્યા હતા. એ ચહેરો હવે ઘરેઘરે જાણીતો હજુ થયો જ હતો, ત્યાં તો તે અચાનક જ ફિલ્મી દુનિયાને અલબિદા કહી દીધું.

વર્ષ ૨૦૦૫, જૂલાઈમાં તે બિઝનેસ ટાઈકૂન વિકાસ ઓબેરોયના સંપર્કમાં આવી અને આ ઓળખાણ ખૂબ જ ઝડપથી પ્રેમમાં ત્યાર બાદ સગાઈમાં ફેરવાઈ ગઈ. કહેવાય છે કે ચટ્ટ મંગની પટ્ટ બ્યાહ, જેવું થયું ગાયત્રી સાથે, તેની વિકાસ ઓબેરોય સાથે ઓગસ્ટ ૨૦૦૭માં તો તેમણે લગ્ન પણ કરી લીધા.
ગાયત્રીના લગ્ન થયાં ખૂબ જ ધામધૂમથી વિદેશમાં…

લગ્ન નક્કી થયાં અને તરત જ ગાયત્રીએ ફિલ્મી દુનિયાને છોડીને પિયાના દેશ જવાનો નિર્ણય કરી લીધો. એ કેમ ન કરે? તેના લગ્ન વિદેશના બહુ મોટી કંપનીના માલિક કે જેઓ યુ.એસ.એ.માં લાસ વેગસ નેવડાના રહેવાસી ઓબેરોય કંસ્ટ્રકશનના મેનેજિંગ ડિરેક્ટર જો રહ્યા… જી હા, તેમના લગ્ન પણ ખૂબ જ ભવ્ય થયાં હતાં. તારીખ ૨૩મી જૂને સગાઈ અને ૨૭મી ઓગસ્ટના લગ્ન થયાં. આ લગ્નમાં જાણીતા બોલિવુડ સેલિબ્રિટીઝએ પણ હાજરી આપી હતી જેમાં ટ્વિંકલ ખન્ના, અક્ષય કુમાર, ઇશા કોપીકર, ઇન્દ્ર કુમાર, ભૂષણ કુમાર તેમજ અન્ય બોલિવુડ સાથે જોડાયેલા નામો સામેલ થયાં હતાં. લગ્નની બધી જ વિધિઓ બાદ વિદાય થઈને સાસરે ગયા બાદ ગાયત્રીએ બોલિવુડ તરફ ફરી કદી નજર કરી જ નથી.

વિદેશમાં સ્થાયી ૪૪ વર્ષની ગાયત્રીને છે, બે સંતાન
લગ્ન બાદ એક જ વર્ષ બાદ ૨૦૦૬માં એક દીકરો જન્મો, અને બીજા દીકરાનો વર્ષ ૨૦૧૦માં જન્મ થયો. તેનો જન્મ ૧૯૭૪માં થયો છે, તે ૪૪ વર્ષની થઈ છે. પાલક પનીર ખાવાની શોખીન આ અભિનેત્રી આજે દોઢ દાયકા બાદ પણ એટલી જ સુંદર દેખાય છે. આજે ગાયત્રી જોષી ઓબેરોય, શો બિઝની દુનિયાથી પર થઈને અને દેશની બહાર રહીને દુનિયા ફરી રહી છે તેના પતિ અને પરિવાર સાથે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ