એક અંધ શ્રીકાંત બોલાએ ઊભી કરી દીધી કરોડોની કંપની !!

આ છે શ્રીમાન શ્રીકાન્થ બોલા CEO અને founder ઓફ બોલ્લંત ગ્રુપ. જન્મથી દ્રષ્ટીહીન, પણ ભણવાનો ખુબ શોખ. તેઓ ૧૧ અને ૧૨ માં વિજ્ઞાન પ્રવાહ માં ઉત્તીર્ણ થાનાર ભારત ના પ્રથમ દ્રષ્ટીહીન વ્યક્તિ હતા. MIT (MAssachusetts institute of Technology) માં એડમિશન લેનાર પ્રથમ ગેર અમેરિકન હતા. આજે તેઓ ૮૦ કરોડ ટર્ન ઓવેર ધરાવતી કંપની ના માલિક છે.

 

View this post on Instagram

 

A post shared by AdfactorsPR (@adfactors_pr) on

આવી જવાલ્દ સફળતા મેળવવી સહેલી નહતી. તેઓ દ્રસ્તીહીન હોવાના કારણે, તેમના માટે વિજ્ઞાન પ્રવાહ માં એડમિશન ના મળ્યું તેથી તેમણે કોર્ટ જવાનો નિર્ણય લીધો અને તેમને કોર્ટ એ તેમના પોતાના રિસ્ક પર વિજ્ઞાન પ્રવાહ માં એડમિશન આપ્યું. તેમના એક શિક્ષક એ બધા વિષય ની એક ઓડિઓ કેસેટ બનાવી તેમને આપી.

પરિણામ જાહેર થયું અને શ્રીકાંત બોલા ને ૯૮% મળ્યા અને ત્યાંથી તેમની હિમત વધી અને દુનિયાની સર્વ શ્રેષ્ટ કોલેજ માં ભણવાનું સપનું સેવ્યું. ત્યાં થી તેમણે MIT માં એડમિશન લેવાનું સપનું સેવ્યું. એન્ટ્રન્સ પાસ કરી અને ૨૦૦૯ ની બેચ માં એડમિશન લીધું.

૨૦૧૨ માં તેમણે પોતાનું સ્ટાર્ટ અપ ની શરૂઆત કરી. શરૂઆત માં તેમને મૂડી રોકાણ ની જરૂરત હતી પણ કોઈ આ દ્રષ્ટીહીન વ્યક્તિ ને પૈસા આપવા તૈયાર ન હતું. પાછા એ જ શિક્ષક આગળ આવ્યા અને એમણે પોતાના ઘરેણા ગીરવે મૂકી તેમને મદદ કરી.

પછી શ્રીકાંતે પાછળ વળી ને ના જોયું અને જોત જોતાં મસમોટું સામ્રાજ્ય ઉભું કરી દીધું. આજે શ્રીકાંત ગ્રુપ પાસે આંધ્ર પ્રદેશ માં પાંચ કાર્યરત પ્લાન્ટ છે અને એક નવો પ્લાન્ટ બની રહ્યો છે.તેઓ ફુડ પ્રોડક્ટ, પ્રિન્ટિંગ ઇન્ક, ગુંદર વગેરે જેવી પ્રોડક્ટ ના બિઝનેસ સાથે જોડાયેલ છે. આજે આ કંપની સીધી રીતે ૪૨૦ લોકો ને રોજગાર આપે છે અને પરોક્ક્ષ રીતે ૮૫૦૦ થી વધુ લોકો રોજગાર મેળવે છે. શ્રીકાંત ની કંપની માં કામ કરવા વાળા લોકો માં ૬૫ થી ૭૦ લોકો દ્રસ્તીહીન છે અને શ્રીકાંત પોતે રોજ ૧૪ થી ૧૬ કલાક કામ કરે છે.

તેઓ પોતાને કૈક આવી રીતે સમજાવે છે “લોકો મને દ્રસ્તીહીન સમજી લીધો હતો, પણ મેં દુનિયાને જણાવી દીધું, તમારા માં જો અડગ ચાહના હોય તો તમે કંઈપણ મેળવી શકો છો”