આ વખતે ઉનાળાના વેકેશનમાં આ ૪ જગ્યામાંથી કોઈપણ એક જગ્યા ફરવા જવા પસંદ કરી લો, સ્વર્ગીય આનંદ મળશે…

ધરતી પર જન્નત જો કોઈ જગ્યાએ વસતું હોય તો સૌ કોઈને ત્યાં જ જઈને રહેવાની ઇચ્છા થઈ આવે પણ એવું થઈ શકતું નથી. દરેકને પોતાનું વતન અને પોતાનું રહેઠાણ ગમતું જ હોય છે. તેમ છતાં સમય મળે દરેક રમણીય જગ્યાઓએ ફરવા જવાની ઇચ્છા પણ લોકો કરતાં હોય છે. ઉનાળાના વેકેશનમાં બાળકો અને પરિવાર સાથે એકાદ વખત તો ભલેને માત્ર શનિ-રવિ હોય ફરવા જવાનો પ્લાન કરી જ લેવાતો હોય છે. જ્યાં કુદરતી સૌંદર્ય અને ખુલ્લું આકાશ અને ચોખ્ખી આબોહવા હોય એવી જગ્યાની પસંદગી પહેલાં થાય છે. વળી, પ્રદૂષણ વિનાની અને શાંત વાતાવરણવાળી જગ્યા પણ ફરવા જવા માટે લોકો શોધતાં હોય છે.


ભારત ભૌગોલિક વિવિધતાથી ભરપૂર દેશ છે. અહીંની બોલી, વસ્તી, ખોરાક, કપડાં અને સંસ્કૃતિ, પરંપરાઓ અને વિધિઓ સમગ્ર વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. ભારત, સૌંદર્ય દ્રશ્યોથી ઘેરાયેલ, ઐતિહાસિક મહેલો અને સુંદર રીતે હ્રદય જીતી લે તેવું પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ફરવા – ફરવાના શોખીન હોવ અને ઉનાળામાં અહીં આરામ અને આનંદ લઈ શકો તેવું સ્વર્ગીય સુખ મેળવી શકો એવા ભારતમાં જ આવેલા સ્થાનો વિશે જણાવીએ. આ સ્થળોની મુલાકાત લઈને તમે લાગશે કે તમે ભારતમાં છો કે કોઈ વિદેશી સ્થળે પહોંચી ગયાં. મન ઘેલું થઈ જશે અને ઘરે પરત ફરવાની ઇચ્છા નહીં થાય તેવા સ્થળોની સફર કરાવીએ.


મુન્નાર : મુન્નાર જેવી સુંદર જગ્યા ફક્ત વિદેશમાં જ નહીં પણ આપણા દેશમાં પણ છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીંની સુંદરતા નિહાળવા આવે છે. સમુદ્ર કિનારે આવેલ આ નગરની સુંદરતાના જેટલા વખાણ કરો એટલા ઓછા પડશે. અહીંનું નીલું સમુદ્રી પાણી અને હરિયાળું વાતાવરણ સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર છે. ક્યારેક અહીં બોટિંગ દરમિયાન તરતી ડોલ્ફિન દેખાશે જે તમારી સફરને વધુ યાદગાર બનાવશે.


તવાંગ : તાવાંગ અરુણાચલ પ્રદેશની સૌથી સુંદર જગ્યા છે. કુદરતે તેને અદભૂત સૌંદર્યથી શણગાર્યું છે. આ સ્થળ સમગ્ર વિશ્વમાં બૌદ્ધ મઠો માટે જાણીતું છે. તાવંગ સુધી પહોંચવા માટે અહીં કોઈ રેલ્વે સ્ટેશન નથી અને ત્યાં કોઈ એરપોર્ટ પણ નથી. તમને જાણીને નવાઈ લાગશે તેમ છતાં અહીં દર વર્ષે હજારો યાત્રાળુઓ પ્રવાસે આવી પહોંચે છે.


જમ્મુ – કાશ્મીર : જમ્મુ – કાશ્મીર ભારતનું સૌથી સુંદર પ્રવસન સ્થળ છે. અહીંનું અદીઠું કુદરતી સૌંદર્ય લોકોને પોતાની તરફ આકર્ષિત કરે છે. તમે કાશ્મીરમાં ચારેય બાજુ નૈસર્ગીક સુંદર દ્રશ્યો જોઈ શકશો. બીજી તરફ શ્રીનગરની સુંદરતામાં વધારો કરતા ‘ડાલ લેક’ની એક અલગ વાત છે. આ ડાલ લેક પર તરતી હાઉઝબોટની સુંદરતા અને તેમાં સૈર કરવાનો અનુભવ અદભૂત છે. ‘ડાલ લેક’ વહેલી સવારની ખુશનૂમા ઝાકળમાં વધુ સુંદર લાગે છે. શ્રીનગરના ચિનારના વૃક્ષો અને લાલચૌકના વિશ્વવ્યાપી પ્રસિદ્ધ છે.


મેકલોડગંજ : મેકલોડગંજ હિમાચલ પ્રદેશમાં આવેલું છે. અહીંની કુદરતી સુંદરતા સ્વર્ગથી ઓછી નથી. આ સ્થળે આપ નિરાંતે ભટકવા માટે તમે કોઈપણ સીઝનમાં આવી શકો છો. મેકલોડગંજ મોટાભાગના પ્રવાસીઓ તે સમયે આવે છે જ્યારે આ સ્થળે ચારેય તરફ બરફની ચાદર છવાઈ ગઈ હોય છે. અહીં, લાખોની સંખ્યામાં દેશ અને વિદેશના પ્રવાસીઓ અનુપમ દ્રશ્ય જોવા આવે છે. અહીં તમે કૅમ્પિંગનો આનંદ પણ લઈ શકો છો. પર્વતો પર આવેલા અહીંના નાના સ્થાનિક ખાવાના ધાબાનો આનંદ લઈ શકો છો.

ભારતભરમાં આવેલ આ બરફાચ્છાદિત સ્થળો વિશે જાણીને તમને થશે કે આપ વિદેશના કોઈ લોકેશનની તસ્વીરો જોઈ રહ્યા છો.