ફોલો કરો આ ટિપ્સ, અને ઐશ્વર્યા જેવા કરી દો રેડ લિપ્સ

કોન્ફીડન્ટલી ઐશ્વર્યા રાય જેવા રેડ લીપ્સ મેળવવા હોય તો આ ટીપ્સ ફોલો કરો

image source

જો તમે ઐશ્વર્યા રાયને નિયમિત રીતે ફોલો કરતા હશો તો તમે નોંધ લીધી હશે કે ઐશ્વર્યા પણ રેખાની જેમ લાલ લીપસ્ટીક ખૂબ પસંદ કરે છે. ઐશ્વર્યા સાડી પહેરે કે પછી કોઈ ગાઉન પહેરે તેણી અવારનવાર લાલ ચટક લીપસ્ટીકમાં જોવા મળી છે.

જો તમે પણ ઐશ્વર્યાની જેમ જ લાલ ચટક લીપસ્ટીક ટ્રાઈ કરવા માગતા હોવ પણ તમને તમારા પર વિશ્વાસ ન હોય તો અમે તમારા માટે કેટલાક હેક્સ લઈને આવ્યા છે. જેને ફોલો કરશો તો તમારા પણ ઐશ્વર્યા રાયની જેમ જ પર્ફેક્ટ રેડ લીપ્સનો જાદૂ ચલાવી શકશો.

image source

– સૌ પ્રથમ તો તમે તમારા સ્કીન ટોનને કોમ્પ્લીમેન્ટ કરે એટલે કે તેને ઉભારે તેવા રંગની પસંદગી કરો. એક યોગ્ય લીપ કલર શેડ તમારા દાતને વ્હાઇટ દેખાવામાં મદદ કરશે. અને જે કલર તમારા ચહેરાને ઝાંખો પડતો હોય તે તો તમારે ક્યારેય પસંદ ન કરવો.

image source

– લીપ્સ્ટીકનો લાલ ચટક રંગ તમારા ચહેરા પર ઘણી બધી નજરોને આકર્ષી શકે છે. તમે આ રંગ તમારા હોઠ પર એપ્લાય કરો તે પહેલાં તમારે તમારા હોઠને કન્સીલ કરી લેવા જોઈએ. કન્સીલર તમારા સ્કીન ટાઈપને અનુરુપ હોવું જોઈએ. તેના માટે તમે કોઈ કલર કરેક્ટર કે પછી રેડીયન્ટ કન્સીલરનો ઉપયોગ કરી શકો છો.

image source

– જો તમે ખરેખ એક ભડકતો બ્રાઇટ કલર યુઝ કરવા માગતા હોવ તો તમારે થોડું ચેતીને ચાલવા જેવું છે. હોઠ પરની કોઈ પણ ઝાંખી રેખાઓને ફીક્સ કરવા માટે ક્યૂ-ટીપ ચોક્કસ વાપરો.

– ડાર્ક શેડ માટે તમે લીપ લાઇનરનો ઉપયોગ કરી શકો છો જેથી કરને તમારા હોઠને એક ચોક્કસ આકાર મળે. લીપ કલર રેળાઈ ન જાય તેના માટે તમે કોઈ લીપ કોટનો પણ ઉપયોગ કરી શકો છો.

image source

– છેલ્લે આ વાતનું ચોક્કસ ધ્યાન રાખો કે તમારા બ્રાઇટ લીપ કલર પર તમારો હેવી મેકઅપ હાવી ન થઈ જવો જોઈએ. માટે જ્યારે બ્રાઇટ કલરની લીપસ્ટીક વાપરો ત્યારે તમારા મેકઅપને હળવો રાખો. તેમજ હેવી આઈમેકઅપ પણ કરવાનું ટાળો, માત્ર તમારા હોઠને જ જાદૂ ચલાવવા દો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ