તમારી રૂટિન લાઇફમાં ફોલો કરો આ આદતોને, હંમેશા દેખાશો જવાન

જો પાળશો આ આદતો તો તમે વૃદ્ધ નહીં પણ જુવાન દેખાવા લાગશો.

image source

તમે ચાલીસી વટાવી જાઓ કે ત્રીસી વટાવી જાઓ ઉંમર વધતાં તેની અસર તમારા ચહેરા પરતો જોવા મળવાની જ. પણ તમને પૃથ્વી પર એવી ભાગ્યે જ કોઈ વ્યક્તિ જોવા મળશે જે પોતાની ઉંમર કરતાં નાની દેખાવા ન માગતી હોય.

ચહેરા પરન કરચલીઓ તમારી વધતી ઉંમરની ચાડી સૌથી પહેલા ખાતી હોય છે. પછી તે તમારા વધારે પડતા ચિંતિત સ્વભાવ, કે પછી તડકામાં વદારે રહેવા તેમજ ત્વચાની યોગ્ય નિયમિત સંભાળ નહીં કરવાતી પણ હોઈ શકે છે.

image source

જો તમે ઉંમરની ચાડી ખાતા લક્ષણો જેવા કે કરચલીઓ, આંખના બારે પોપચા વિગેરેને દેખાવા દેવા ન માગતા હોવ તો તમારે તમારે આ આદતો કેળવવી જોઈએ જે તમારી વધતી ઉંમરની પ્રક્રિયાને ધીમી પાડશે. તો ચાલો જાણીએ તે આદતો વિષે.

સ્વસ્થ અને સ્વચ્છ ખોરાક આરોગો

image source

તમારા સ્વાસ્થ્ય તેમજ તમારા દેખાવ પાછળ સૌથી મહત્ત્વનો ભાગ તમારો ખોરાક ભજવતો હોય છે. માટે સૌ પ્રથમ તો તમારે કુદરતી ખોરાક તરફ વળવું જોઈએ. પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું જોઈએ. તમારા ડાયેટમાં તમારે ફળો, સાકભાજીઓ, સુકા મેવા તેમજ કઠોળનો સમાવેશ કરવો જોઈએ જેતી કરીને તમને પુરતા પ્રમાણમાં એટિઓક્સિડન્ટ મળી રહે અને તમારું કોલેજન પણ ઉચ્ચ રહે.

ત્વચાને સતત ભેજ પહોંચાડો (હાઇડ્રેટ રાખો)

image source

જો તમારી ત્વચા સતત ભેજવાળી રહેશે તો તે સ્વસ્થ રહેશે. અહીં ત્વચાને ભીની કરાની વાત નથી થઈ રહી પણ શરીરને પુરતું પ્રવાહી પુરુ પાડીને ત્વચાને અંદરતી ભેજવાળી રાખવાની વાત થઈ રહી છે.

સનસ્ક્રી નિયમિત લગાવવાનું રાખો

image source

તમે જ્યારે ક્યારેય પણ તમારા ઘરની બહાર પગ મુકો ત્યારે તમારે ચહેરા તેમજ ખુલ્લા રહેતા શરીરના ભાગો પર સનસ્ક્રીન લગાવવાનું ન ભૂલવું જોઈએ. તમને ઘરની બહાર નીકળવાના હોવ તેના 15 મિનિટ પહેલાં સનસ્ક્રીન લગાવી લેવું જોઈએ. તે તમને સૂર્યના આકરા તાપથી બચાવશે અને તેના કારણે તમારી ત્વચાનું ઝડપી એજીંગ પણ ધીમું થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ