ચહેરા પર પિંપલ્સને દૂર કરવા લગાવો આ પેસ્ટ, થઇ જશે બધા દૂર

લગ્નની સિઝન એકવાર ફરીથી શરૂ થઈ ગઈ છે, લગ્નવાળા ઘરોમાં તૈયારીઓ ખૂબ જોરશોરથી શરૂ થઈ ગઈ છે.

image source

લગ્નની બધી વિધિઓ હલ્દી, મેહેન્દી, સંગીત અને વિવાહનું આયોજનને ખાસ બનાવવા માટે કોઈ કસર છોડવામાં આવતી નથી. ભારતીય લગ્નોમાં મેહન્દી અને હલ્દીની વિધિને ખાસ મહત્વ હોય છે. દેશમાં દરેક ધર્મ અને સંસ્કૃતિમાં આ બંને વિધિઓને અલગ અલગ રીતે નિભાવવામાં આવે છે.

image source

હલ્દીની વિધિ ખૂબ રસપ્રદ રીતે પૂરી કરવામાં આવે છે. એમાં દુલ્હનના દોસ્ત, ભાભી અને બહેન હલ્દીનો ખાસ લેપ લગાવે છે. જેથી લગ્નમાં તેની સ્કીન સારી રીતે ગ્લો કરે. પરંતુ દરેક દુલ્હનની સ્કીન અલગ હોય છે.

આવામાં જે દુલ્હનોની સ્કીન ઓઈલી અને સેન્સેટીવ હોય છે, તેમણે લગ્ન દરમિયાન કોઈપણ પ્રકારનો લેપ લગાવવાથી થોડો સંકોચ થાય છે કે ક્યાંક ત્વચાને નુકસાન ના થાય અને લગ્નના દિવસે ત્વચા ચમકવાના બદલે તેમાં દાગ ધબ્બા ના આવી જાય.

image source

જો આપ પણ દુલ્હન બનવા જઈ રહ્યા છો અને સ્કીન સેન્સેટીવ કે પછી પીંપલની તકલીફ છે, તો ચિંતા ના કરો. આજે અમે આપના માટે એક ખાસ હર્બલ હલ્દી પેસ્ટની વિધિ લાવ્યા છીએ જેને લગાવવાથી આપની ત્વચા ચમકી જશે.

પેસ્ટ બનાવવા માટે જરૂરી સામગ્રી સ્કીન સેફ હળદર પેસ્ટ બનાવવામાં ઉપયોગમાં લેવાની સામગ્રી છે. હળદર પાવડર, ચંદન પાવડર, મગદાળ પાવડર, તુલસીના પાન, ફુદીનાના પાન અને કાકડી.

image source

કેવી રીતે તૈયાર કરશો આ પેસ્ટ:

પહેલા એક મોટું બાઉલ લો, પછી તેમાં હળદર પાવડર, મગદાળ પાવડર અને ચંદનનો પાવડર નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે કાકડીને છીણીને તેનો રસ કાઢી લો. આ રસને હળદરના મિશ્રણમાં ભેળવી દો.

image source

આપ ઈચ્છો તો એક બ્લેન્ડરમાં કાકડી, તુલસીના પાન, ફુદીનાના પાનને ભેળવીને એક પેસ્ટ તૈયાર કરી લો. હવે આ તૈયાર પેસ્ટને હળદરવાળા સૂકા મિક્ષ્ચરમાં ભેળવી લો. બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. હવે આપની હર્બલ હલ્દી પેસ્ટ તૈયાર છે.

image source

આ પેક આપના આખા શરીર લાગવાનો છે એટલે તેમાં ઉપયોગમાં લેવાની સામગ્રીઓને જરૂરિયાત મુજબ લેવી. આ હળદર પેસ્ટ બનાવવા માટે કોઈ પ્રમાણ નક્કી નથી કરાયા. આમાં ઉપયોગમાં લેવાતી બધી વસ્તુઓ હર્બલ છે એટલા માટે તેની કોઈ સાઈડઇફેક્ટ થશે નહિ.

image source

હળદરની આ પેસ્ટને આપની હલ્દી વિધિમાં લગાવવાથી ફક્ત પીંપલથી છુટકારો તો મળશે, ઉપરાંત સ્કીન પણ ગ્લો કરશે. લગ્નની હલ્દીની વિધિથી થોડાક સમય પહેલા આ પેસ્ટને લગાવી જોવી કે કોઈ રીએક્શન તો નથીને?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ