નર્કનો દરવાજો છે આ ખાડો, હિંમત હોય તો જ આગળ વાંચજો આ સ્ટોરી

દુનિયાભરમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જેના વિશે આજના આધુનિક સમયમાં પણ જોઇએ તેટલી માહિતી બહાર આવી નથી.

image source

ઊલટાનું તેના વિશે અલગ-અલગ કેટલીય પ્રકારની વાયકાઓ પ્રચલિત છે. આવી જગ્યાઓ વિશે ગણતરી કરવામાં આવે તો સેંકડો કે હજારોની સંખ્યામાં રહસ્યમય જગ્યાઓની ગણતરી કરવી પડે.

ત્યારે આજે આપણે જાણવા જેવું વિભાગના આ આર્ટીકલમાં જાણીશું આવી જ એક રહસ્યમય જગ્યા વિશે. તેના વિશે એવું કહેવાય છે કે આ નરકનો દરવાજો છે.

ચેક ગણરાજ્યમા આવેલી હાઉસકા કાસ્ટલ નામની જગ્યા વિશ્વની સૌથી રહસ્યમય જગ્યાઓ પૈકી એક છે. આ હાઉસકા કાસ્ટલમાં એક ઊંડો ખાડો આવેલો છે જેના વિષે એવું કહેવાય છે કે તે નરકનો દરવાજો છે. આ ખાડો કેટલી ઊંડાઈ ધરાવે છે તે આજદિન સુધી એક રહસ્ય જ બની રહ્યું છે.

image source

એ ઉપરાંત આ ખાડા ઉપર બનાવાયેલા હાઉસકા કાસ્ટલ પણ ક્યારે બનાવવામાં આવ્યું હતું કોઈ ચોક્કસ માહિતી બહાર આવી નથી. જો કે અંદાજ એવો લગાવવામાં આવે છે કે આ હાઉસકા કાસ્ટલનું નિર્માણ વર્ષ 1253 થી 1278 દરમિયાન કરવામાં આવ્યું હોય શકે.

image source

જો કે હાઉસકા કાસ્ટલ શા માટે બનાવવામાં આવ્યું એના પાછળ એક ખાસ કારણ છે અને તે એ કે અહીં જે સ્થળે હાલ હાઉસકા કાસ્ટલ ઉભું છે ત્યાં તેની અંદર એક અતિ ઊંડો ખાડો આવેલો છે જેના વિષે અલગ અલગ કેટલીય જાતની ડરામણી વાયકાઓ પ્રચલિત છે.

image source

એક વાયકા મુજબ આ સુરજ ડૂબ્યા પછી આ ખાડામાંથી ભયાનક જીવ બહાર નીકળતા હતા જેની પાંખો પણ હતી. એટલું જ નહિ તેનું શરીર પણ અડધું માનવનું અને અડધું જાનવરનું એમ વિચિત્ર હતું અને તે આખા દેશનો પ્રવાસ પણ કરી શકતું.

એ સિવાયની અન્ય એક વાયકા મુજબ 13મી સદીમાં એક કેદીની સજા માફ કરવામાં આવી હતી પરંતુ એના માટે શરત એ રાખવામાં આવી હતી કે તેણે આ ખાડામાં ઉતરી તેની ઊંડાઈ વિષે માહિતી આપવાની. કેદમાંથી છૂટવા આ કેદીએ શરત માની લીધી.

image source

એવું કહેવાય છે કે જયારે દોરડું બાંધી આ કેદીને ખાડામાં ઉતારવામાં આવ્યો ત્યારે થોડી જ વારમાં તેની ચીસો સંભળાવા લાગી હતી. ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવતા સૌ કોઈ તેનો ચેહરો જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા. કારણ કે તે વ્યક્તિ અચાનક જ વૃદ્ધ બની ગયો હતો.

image source

હાઉસકા કાસ્ટલમાં કામ કરનારા લોકોનો પણ એવો દાવો છે કે કાસ્ટલના નીચેના ભાગેથી તેઓને અજબ ગજબ પ્રકારના અવાજો સંભળાતા હોય છે જેનું સમર્થન અહીં આવતા પર્યટકો પૈકી અમુક લોકો પણ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ