જાણો પ્રેગનન્સી દરમિયાન કારેલા ખાવાથી થતા આ નુકસાન વિશે..

ગર્ભાવસ્થા દરમિયાન દરેક નાના મોટા નિર્ણયો સમજી-વિચારીને જ લેવા જોઈએ. ખાસ કરીને ખાવા પીવાને સંબંધિત બાબતોમાં બિલકુલ પણ લાપરવાહી રાખવી જોઈએ નહિ. આ દરમિયાન ગર્ભવતી મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતા ઘણા બધા એવા ખાધ્ય પદાર્થો છે જેને ખાવાની સલાહ આપવામાં આવે છે. જ્યારે કેટલાક એવા પણ ખાધ્ય પદાર્થો છે જેની પરેજી રાખવાનું કહેવામાં આવે છે. પ્રેગ્નેન્સીમાં પરેજી કરવાના ખાધ્ય પદાર્થોમાં કારેલાં પણ સામેલ છે. આપને જાણીને થશે કે પ્રેગ્નેન્સીમાં કારેલાં ખાવાથી તે ઘણી બધી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. હવે અમે આપને પ્રેગ્નેન્સી દરમિયાન કારેલાં ખાવાથી ફાયદા થઈ શકે છે કે નહિ તે જણાવીશું.

image source

શું ગર્ભાવસ્થામાં કારેલાં ખાવા સુરક્ષિત છે?

ગર્ભાવસ્થામાં કારેલાં ખાવા પર મોટાભાગે સવાલો ઊભા થાય છે કે કારેલાંનું સેવન પ્રેગ્નેન્સી દરમિયાન કરી શકાય છે કે નહિ. આને લઈને કરાયેલ એક શોધ મુજબ માનીએ તો કારેલાં ગર્ભવતી મહિલા માટે નુકસાનદાયક સાબિત થઈ શકે છે. માનવામાં આવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન કારેલાંનું સેવન કરવાથી ઘણી બધી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે, આ કારણથી કહી શકાય છે કે ગર્ભાવસ્થામાં કારેલાં ખાવાના ફાયદા નથી જ અને કારેલાંનું સેવન ના કરવું જ સારું રહે છે.

હવે જાણીશું કે ગર્ભાવસ્થા માં કારેલા ખાવાથી કયા કયા નુકસાન થઈ શકે છે.

ગર્ભાવસ્થામાં કારેલાં ખાવાના નુકસાન:

image source

પ્રેગ્નેન્સી દરમિયાન કારેલાં ખાવાથી ઘણા નુકસાન થઈ શકે જેની વિગતવાર જાણકારી હવે મેળવીશું:

૧. બ્લડસુગર:

ડાયાબિટીસને નિયંત્રણ કરવા માટે મોટાભાગે કારેલાંના જ્યૂસનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ પ્રેગ્નેન્સીમાં કારેલાંનું સેવન હાનિકારક હોઈ શકે છે. ખરેખર કારેલામાં એંટીડાયાબિટિક ગુણ હોય છે, એટલે કે આ બ્લડસુગરને ઘટાડવામાં મદદ કરી શકે છે. જો કોઈ ગર્ભવતી મહિલા ડાયાબીટીસ માટે દવા લઈ રહી છે, તો તે દવાની સાથે કારેલાંનું સેવન લોહીમાં સુગરનું પ્રમાણને જરૂર કરતાં વધારે ઘટાડી શકે છે.

૨.પાચનથી જોડાયેલી સમસ્યાઓ:

image source

ભારતીય અને ચીની ચિકિત્સામાં પેટથી જોડાયેલી સમસ્યાઓ જેવી કે કબ્જ માટે કારેલાનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ કેટલીક બાબતોમાં આ પણ મળી આવ્યું છે કે કારેલાં પાચનથી જોડાયેલી સમસ્યાઓ જેમ કે ડાયરીયા અને પેટમાં દુખાવાનું કારણ બની શકે છે. એટલે જ ગર્ભાવસ્થા દરમિયાન કારેલાં ખાવાના નુકસાનથી બચવા માટે ડૉક્ટરની સલાહ જરૂરી છે.

૩. વિષાક્ત પ્રભાવ:

image source

ગર્ભાવસ્થા દરમિયાન કારેલાંનું સેવન વિષાક્તતાનું કારણ બની શકે છે. ખરેખર આ સંબંધિત એક શોધ કરવામાં આવી છે, જેમઆ વાતની પુષ્ટિ કરાઇ છે. શોધ કહેવામાં આવ્યું છે કે કારેલાંના પાનની તુલનામાં કારેલાંના ફળ અને બીજ વધારે વિષાક્ત પ્રભાવ પ્રદર્શિત કરી શકે છે. જો કે આ વિષય પર હજી વધારે શોધની જરૂર છે. ત્યાંજ અન્ય એક શોધનો ઉલ્લેખ મળે છે કે કારેલાંના સેવનથી શરીરમાં એક્યુટ ટોકસીટી, ક્રોનિક ટોકસીટી અને રિપ્રોડક્ટિવ ટોકસીટી (પ્રજનન સંબંધી)ના કારણ બની શકે છે. આ તથ્યોના આધારે કહી શકાય કે ગર્ભાવસ્થા દરમિયાન કારેલાંનું સેવન કરવું જોઈએ નહિ.

image source

૪. ગર્ભપાતનો ખતરો:

ગર્ભાવસ્થામાં કારેલાં ના ખાવાની સ્લહપવા માટે એક સૌથી મોટું કારણ આ છે કે કારેલાં ગર્ભપાતનું કારણ બની શકે છે. ખરેખર જૂના જમાનામાં કારેલાનો ગર્ભાન્તક(ગર્ભનો અંત કરવા વાળી)દવાના રૂપમાં ઉપયોગ કરવામાં આવતો હતો. માનવામાં આવે છે કે કારેલાંના બીજમાં ગર્ભાન્તક ગુણ મળી આવે છે. આ સિવાય કારેલામાં મોમોરાચારીન નામનું કેમિકલ મળી આવે છે, જે પ્રારભિક અને મધ્ય અવધિ દરમિયાન ગર્ભપાતનું કારણ બની શકે છે.

૫. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે અસુરક્ષિત:

image source

કારેલાંનું સેવન સ્તનપાન કરાવતી મહિલાઓ માટે અસુરક્ષિત હોઈ શકે છે. જેવું ઉપર જણાવ્યા મુજબ કે આ શરીરમાં વિષાક્તતાનું કારણ બની શકે છે. આને સંબંધિત એક શોધ જાનવરો પર કરવામાં આવી તેમ મળી આવ્યું કે તેમાં રહેલ વિષાક્ત તત્વ સ્તનપાન દ્વારા માં માંથી બાળકમાં જઈ શકે છે. આ કારણે ગર્ભવતી ની સાથે જ સ્તનપાન કરાવતી મહિલાઓને પણ કારેલાંનું સેવન ના કરવાની સલાહ આપવામાં આવે છે.

image source

આશા છે કે અમારા દ્વારા આપેલ માહિતીથી આપ સમજી શકતા હશો કે કારેલાં જે સામાન્ય સ્થિતિમાં ઔષધિનું કામ કરે છે તે જ કારેલાં ગર્ભાવસ્થા દરમિયાન હાનિકારક પણ સાબિત થઈ શકે છે. હાજર તથ્યો મુજબ કહી શકાય છે કે એટલે જ આ સલાહ આપવામાં આવે છે કે ગર્ભાવસ્થ દરમિયાન કારેલાંનું સેવન ગર્ભવતી મહિલા માટે અને ગર્ભસ્થ શિશુ માટે ખૂબ નુકસાનદાયક સાબિત થઈ શકે છે. તેમછતાં ગર્ભાવસ્થા દરમિયાન કોઈપણ ખાધ્ય પદાર્થોનું સેવન કરતાં પહેલા એકવાર ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ