આ સાપ કરે છે જબરુ મરવાનુ નાટક, જોઇ લો આ વિડીયોમાં તમે પણ

વાયરલ વિડીયો : ડરના કારણે સાપ કરવા લાગ્યો મારવાના નાટક, ૧૦ લાખથી વધુ વ્યુ મળી ચુક્યા છે.

વાયરલ વિડીયો : આ દિવસોમાં યુટ્યુબ ઉપર સાપનો એક વિડીયો બહુ વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં સાપ એવી રીતે મરવાનું નાટક કરી રહ્યો છે જાણે એ કોઈને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય.

image source

નવી દિલ્હી : આપણે વાઘથી બચવા માટે અથવા અન્ય પ્રાણીઓથી બચવા માટે માણસોને મરવાનું નાટક કરતા ઘણી વાર જોયા હશે, પણ જો સાપ પણ મારવાનું નાટક કરવા લાગે તો એને તમે શું કહેશો. આ દિવસો દમિયાન સોશિયલ મીડિયામાં સાપનો એક વિડીયો ઘણો વાયરલ થઇ રહ્યો છે.

આ વિડીયોમાં એ એવી રીતે મારવાનું નાટક કરી રહ્યો છે જાણે કે એ આમ કરીને કોઈને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યો હોય. આ વિડીયો ટેકસાસનો છે જેમાં આ ઈન્ડીગો સાપ મરવાનો દેખાવ કરીને રમી રહ્યો છે. સાપ પણ જયારે પોતાના જીવ પર જોખમ જોવે છે, ત્યારે હમલો કરવાના સ્થાને મરવાનું નાટક કરવા લાગે છે.

image source

આમ તો આ વિડીયો વર્ષ ૨૦૧૭ના નેશનલ જીઓગ્રાફીક ચેનલનો છે. યુટ્યુબ પર રહેલા આ વિડીયોમાં એક સાપને એવું કરતો જોઈ શકાય છે. આ વાયરલ વિડીયોને અત્યાર સુધીમાં ૧૦ લાખ કરતા વધારે વ્યુ મળી ચુક્યા છે અને હજારો કમેન્ટ પણ આવી ગઈ છે. એમાં સાપ પોતાના આસપાસ જોખમ અનુભવાતા મરવાનું નાટક કરવા લાગે છે. પણ જેવો એને ઉઠાડવામાં આવે છે એ ફરીથી પોતાની જીભ કાઢવા લાગે છે.

image source

તમને જણાવી દઈએ કે ઈન્ડીગો સાપ આ કળા માટે જ ઓળખવામાં આવે છે. જંગલી પ્રાણીઓ અને અન્ય જીવોના વ્યવહારને લઈને આપણને ડીસ્કવરી ચેનલ અને નેશનલ જીયોગ્રાફી ચેનલ અવારનવાર કઈક નવું બતાવતા જ હોય છે. વાયરલ વિડીયો નેશનલ જીયોગ્રાફીક ચેનલનો છે, જેમાં એવા સાપને મરવાનું નાટક કરતા દેખાડવામાં આવ્યો છે. જ્યાં આવો વ્યવહાર સામાન્ય બાબત નથી.

આનાથી પહેલા દહેરાદુનમાં એક કિંગ કોબ્રા દ્વારા અજગરને ગળી જવાનો વિડીયો બહુ વાયરલ થયો હતો. એના વાયરલ થવાનું કારણ હતું કે લોકોએ અત્યાર સુધી અજગર દ્વારા અન્ય કોઈ જીવને ગળી જવાનું સાંભળ્યું હતું, પણ આ વખતે અજગર પોતે જ સાપનો શિકાર બની ગયો હતો. આ વાત ખરેખર લોકો માટે નવી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ