લગ્ન કર્યા અને થોડા જ સમયમાં થયુ દિકરાનુ મોત, તો વહુને દીકરીની જેમ માનીને કન્યાદાન કરીને બીજે ઘરે પરણાવી

મધ્યપ્રદેશમાં સાસુ-સસરાએ વિધવા વહુને દીકરીની જેમ પરણાવી ઘરેથી વિદાય આપી, લોકડાઉન-૩ માં એમપીના રતલામ જીલ્લામાં એક એવા લગ્ન થયા જ્યાં ત્રણ પરિવાર હાજર રહ્યા અને સાસ-સસરાએ વહુનું કન્યાદાન કર્યું.

image source

રતલામ : મધ્યપ્રદેશમાં લોકડાઉન દરમિયાન એક અનોખો લગ્નનો કાર્યક્રમ થયો. પ્રદેશના રતલામ જીલ્લામાં સાસુ-સસરાએ પોતાની વિધવા વહુને દીકરીની જેમ પરણાવી દીધી. આઠ વર્ષ પહેલા સાસુ-સસરા જે યુવતીને વહુ બનાવીને ઘરે લાવ્યા હતા, એને દીકરીની જેમ વિદાય પણ આપી. સાસુ-સસરાએ પોતાની વધતી ઉમરને જોઈ પોતાની વહુના ફરીથી લગ્ન કરાવવાનો નિર્ણય લીધો હતો.

image source

સપૂર્ણ રીતી-રીવાજ સાથે લગ્ન પછી વહુને પોતાના ઘરેથી જ એમણે વિદાય પણ કરી. ખુશીઓથી ભરેલ આ લગ્નમાં લોકડાઉન પણ આડે ન આવ્યું. સોશિયલ ડીસ્ટન્સિંગનું પાલન કરીને ત્રણ પરિવારના માર્યાદિત સભ્યોની હાજરીમાં લગ્નની તમામ રશ્મો પૂરી કરી લેવામાં આવી.

image source

કાટજુ નગરના રહેવાસી ૬૫ વર્ષની સરલા જૈનના દીકરા મોહિત જૈનના લગ્ન આષ્ટા રહેવાસી સોનમ સાથે લગભગ ૮ વર્ષ પહેલા થયા હતા. લગ્નના ૩ વર્ષ સુધી બધું જ બરાબર હતું. ત્યારબાદ મોહિતને કેન્સર હોવાની વાત સામે આવી. સોનમેં ત્રણ વર્ષ સુધી પતિની સેવા કરી, પણ મોહિત કેન્સરની જંગ હારી ગયો.

image source

એકલી પડેલ સોનમે સાસુ-સસરાને એકલા ન મુક્યા. એ આ બંને પાસે દીકરી બનીને રહેવા લાગી અને પોતાના વર્તન દ્વારા સાસુ-સસરાની લાડકી બની ગઈ. સાસુ-સસરાએ પણ માતા-પિતા બનીને સોનમને દીકરીની જેમ જ રાખી. ત્યાં સોનમે પણ સાસુ-સસરાને માતા-પિતાનું સન્માન આપીને ખુબ સેવા કરી.

વહુનું આખુય જીવ અધૂરું :

image source

સસરા ઋષભે કહ્યું કે “૮ વર્ષ પહેલા દીકરાના લગ્ન કરી વહુને ઘરે લાવ્યા હતા, પણ દીકરો તો ત્રણ વર્ષ પછી જ દુનિયા છોડીને ચાલ્યો ગયો અને વહુ દીકરી બનીને અહી રહી ગઈ. અમારી તો હવે ઉમર થઈ ગઈ છે પણ વહુનું તો આખુય જીવન હજુ બાકી છે. આ વિચારીએ નાગદાના રહેવાસી સૌરભ જૈન સાથે એના લગ્ન કરાવી દેવામાં આવ્યા. સૌરભ સારું કામ કરતો હતો, અમારી વહુ પણ ભણેલી-ગણેલી અને સમજદાર છે.

અમે દુઆ કરીએ છીએ કે એ હંમેશા ખુશ રહે”. પરિવારના લોકોએ લગ્ન માટે નાગદામા હોટલ બુક કરી હતી, પણ લોકડાઉનના કારણે બધા જ આયોજન પર પાણી ફરી વળ્યું. આવી સ્થિતિમાં મોહિતના મામા લલિત કાંઠેડે પ્રશાસન સાથે વાત કરીને પોતાના જ ઘરે સોનમના લગ્નની બધી વ્યવસ્થાઓ કરાવી દીધી.

image source

સાસુ-સસરાએ પોતાની વહુ સોનમને દીકરી બનાવીને વિદાય કરી હતી, ત્યારે એમની આંખોમાંથી આંસુઓ સરી પડયા હતા. આ લગ્નમાં સાસુ સરલા જૈને કહ્યું કે વહુના લગ્ન એટલા માટે અમે કરાવ્યા કે હવે અમે બંને પતિ-પત્ની એકલા જ રહી ગયા છીએ.

અમારી ઉમર પણ થઇ ચુકી છે, પણ વહુની ઉમર તો હજુ બાકી છે. અમારા ચાલ્યા ગયા પછી વહુ પોતાનું જીવન એકલા કેવી રીતે કાપશે, એટલે અમે એના લગ્ન કરાવી દીધા. અમે વહુને દીકરીના રૂપમાં જ વિદા કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ