સ્લોવાકિયા: જાણો વૈશ્વિક સ્તરે બહુ ઓછા જાણીતા દેશ વિષે રોચક વાતો

વિશ્વભરમાં એવા અનેક દેશો છે જે આપણા દેશની આજુબાજુમાં નથી અથવા તો આપણા એશિયા ખંડમાં નથી અને આ કારણે આપણે તેવા દેશો વિષે વિશેષ માહિતી નથી જાણતા.

image source

આ પૈકી અમુક દેશો તો એવા છે જેનું નામ સાંભળ્યા બાદ આપણને એમ થાય કે આ વળી કયો દેશ ? આનું તો નામ પહેલીવાર સાંભળ્યું. પરંતુ આવા દેશો છે અને તે નાના અને દૂર હોવાથી વૈશ્વિક સ્તરે તે બહુ ઓછા પ્રકાશમાં આવે છે.

આવો જ એક દેશ છે સ્લોવાકિયા. યુરોપ ખંડમાં સ્થિત આ દેશ ચારે બાજુએ જમીનથી ઘેરાયેલો છે એટલે કે તેની કોઈ પણ સરહદ સમુદ્ર કે મહાસાગર કિનારાને નથી સ્પર્શતી. આ દેશની ઉત્તર દિશાએ પોલેન્ડ, દક્ષિણ દેશાએ હંગરી, પૂર્વ દિશાએ યુક્રેન જયારે પશ્ચિમ દિશાએ ચેક રિપબ્લિક અને ઓસ્ટ્રિયા દેશ આવેલા છે. વર્ષ 1993 માં સ્લોવાકિયા ચેકોસ્લોવાકિયાથી અલગ થયો હતો અને સ્વતંત્ર દેશ બન્યો હતો. આ દેશની અનેક રોચક બાબતો એવી છે જે તમને ચોક્કસ જાણવી ગમશે. તો ચાલો એ વિષે જાણીએ અને થોડું જ્ઞાન વધારીએ.

image source

યુરોપીય મહાદ્વીપની બીજા નંબરની સૌથી લાંબી નદી ” ડેન્યુબ ” સ્લોવાકિયા થઈને જ પસાર થાય છે. 2850 કિલોમીટર લાંબી આ નદી માત્ર સ્લોવાકિયામાંથી જ નહિ પણ કુલ 10 દેશોમાંથી થઈને વહે છે. વિશ્વની સૌથી મોટી એવી નાઇલ નદી અને આ ” ડેન્યુબ ” નદી સિવાય લગભગ કોઈ નદી એવી નથી જે આટલા અધ દેશોમાંથી પસાર થતી હોય.

image source

મોટેભાગે કોઈપણ દેશની પોતાની રાજધાની દેશના મધ્ય ભાગમાં જ સ્થિત હોય છે કારણ કે સુરક્ષા કે ઇમરજન્સીના સમયમાં દેશના કોઈપણ ખૂણે વહેલા પહોંચી શકાય. પરંતુ સ્લોવાકિયા એકમાત્ર એકમાત્ર એવો દેશ છે જેની રાજધાની બ્રાતિસ્લાવા અન્ય બે દેશો એટલે કે ઓસ્ટ્રિયા અને હંગરીની સરહદને અડકે છે.

વળી, સ્લોવાકિયા એક સંસદીય ગણતંત્ર દેશ છે જેની રાષ્ટ્રીય પરિષદમાં 150 સભ્યો હોય છે. આ સભ્યોને દર ચાર વર્ષે સામાન્ય ચૂંટણી દ્વારા ચૂંટવામાં આવે છે.

image source

તમને જાણીને નવાઈ લાગશે કે અહીં વર્ષ 2002 સુધી દેશના સાંસદો ચૂંટણી કરી દેશના રાષ્ટ્રપતિને ચૂંટતા હતા પર્નાતું ત્યારબાદ સંવિધાનમાં સંશોધન કરવામાં આવ્યું અને હવે અહીં રાષ્ટ્રપતિ પણ સામાન્ય ચૂંટણી દ્વારા જ ચૂંટવામાં આવે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ