સ્માર્ટફોન એડિક્શનના શું આવે છે પરિણામો, જાણો અને ચેતો તમે પણ

સ્માર્ટફોન એડિક્શન કંઈ ડ્રગ એડીક્શન કરતાં ઓછું નથી ? જાણો સંશોધન શું કહે છે

image source

આપણે બધા એ કહી શકીએ છે અને એ સ્વિકારીએ પણ છે કે આપણા બધાનું જીવન ડીજીટલ અને સ્માર્ટફોન ફ્રેન્ડલી બની ગયું છું, આપણા ફોન આપણા માટે એક પ્રકારનું વળગણ એક પ્રકારની લત બની ગયા છે. આપણે ઉઠતાં વેત ફોન હાથમાં પકડીએ છે અને રાત્રે સુતી વખતે સવારે ઉઠવા માટે અલાર્મ સેટ કરીએ છે. સ્માર્ટફોન ધીમે ધીમે એક અસ્વસ્થ વળગણ બની ગયું છે.

image source

હવે તો વૈજ્ઞાનિકો એટલી હદે કહેવા લાગ્યા છે કે સ્માર્ટફોન એડિક્શન ડ્રગ એડિક્શન જેટલું જ જોખમી છે. માટે તમારે આજથી જ ચેતી જવું જોઈએ. જો તમને હજુ પણ આ વાત પર વિશ્વાસ ન થતો હોય અને તમારે વધારે પુરાવાઓની જરૂર હોય તો તમને જણાવી દઈ કે એક અભ્યાસ પ્રમાણે સ્માર્ટ ફોનની તમારા મગજ પર તેવી જ અસર થાય છે જેવી અસર ડ્રગ્સ તેમજ નાર્કોટીક્સની તમારા મગજ પર થાય છે.

જો તમને પણ હોય ફોન એડિક્શન તો તૈયાર રહો આ જોખમો ભોગવવા

image source

સંશોધન માટે સંશોધકોએ 48 લોકોના બ્રેઈન એમઆરઆઈ કરાવ્યા હતા, જેમાંથી 22 લોકોને ફોન એડિક્શન હતું જ્યારે બાકીનાઓને નહોતું.

આ સંશોધન દ્વારા જાણવા મળ્યું કે જે લોકો સ્માર્ટફોન એડિક્શનથી પિડાઈ રહ્યા હતા તેઓ તેમના મગજના કદ અને તેના ઘનત્વને લઈને એક શારીરિક પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યા હતા જેમાં ગ્રે મેટર કે જે તમારી વાચા, તમારી નજર, તમારા જ્ઞાનાત્મક કાર્યો, તમારી લાગણીઓ તેમજ તમારા આત્મ-સંયમ માટે જવાબદાર હોય છે તેનો પણ સમાવેશ થાય છે.

image source

સંશોધનને આગળ ધપાવતા જાણવા મળ્યું હતું કે મગજમાં આવેલા આ પરિવર્તનો જે લોકો ડ્રગ એડિક્ટ હોય છે તેમના મગજમાં આવેલા પરિવર્તન જેવા જ હતા.

સ્માર્ટફોન એડિક્શનના પરિણામો

થોડા સમય પહેલાં એક બીજો પણ અભ્યાસ સ્માર્ટફોન એડિક્શન પર કરવામાં આવ્યો હતો જેમાં ફોન તેમજ ડ્રગ વચ્ચે સંબંધ છે તેવું સ્થાપિત કરવામાં આવ્યું હતું. શું તમને એ ખબર છે કે જ્યારે તમારા ફોન પર નોટીફીકેશન આવે છે ત્યારે તમે કેમ ખુશ થઈ જાઓ છો ? અથવા તો તમે જ્યારે ઇન્ટરનેટ બ્રાઉઝ કરતાં હોવ છો ત્યારે કેમ કન્ફર્ટેબલ બની જાઓ છો ?

image source

તો તમને જણાવી દઈએ કે ફોન બ્રાઉઝીંગ તમને એવી જ લાગણી કરાવે છે જેવી લાગણી ડ્રગ યુઝ કરનાર વ્યક્તિને થાય છે, આ ઉપરાંત તે હંગામી ધોરણે ડોપામાઇન હોર્મોન્સને શરીરમાં છુટ્ટુ કરે છે જે એક ફીલ ગુડ હોર્મોન્સ છે જે તમારી નર્વસ સીસ્ટમને ઉત્તેજીત કરે છે. તે તમને ગુડ ફીલ કરાવે છે. તમને એ પણ જણાવી દઈએ કે આ હંગામી ધોરણે ઉચ્ચ થતી માનસિક સ્થિતિ તમારી ધ્યાન અવધીને અવરોધે છે. આ જાણીને તમને ચોક્કસ આઘાત લાગ્યો હશે.

સ્માર્ટ ફોન એડિક્શનને લઈને ચિંતા ઓર વધારે વધી રહી છે. તે દર્શાવે છે કે તમારો સ્માર્ટફોન તમને જીવન જેવું છે તેવું જ માણવા નથી દેતું પણ તેના પરનો કાબુ તે પોતાના હાથમાં લઈ લે છે.

image source

આ એડિક્શનથી કેવી રીતે દૂર થવું.

તમે તમારા આ એડિકક્શનને ઘણી રીતે દૂર કરી શકો છો. તમારે તેને તમારા કરતાં વધારે સ્માર્ટ નથી બનવા દેવાનો.

– તમારે તમારા સ્માર્ટ ફોન યુઝ પર નજર રાખવાની શરૂ કરવાની છે. અને તેના માટે તમારે કશું જ કરવાની જરૂર નથી તમારો ફોન જ તમને તેમાં મદદ કરશે કારણ કે તેવી ઘણી બધી એપ્લીકેશન છે જે તમારા સ્માર્ટ ફોન યુઝનો ટ્રેક રાખે છે. અને તે પ્રમાણે તે તેના પર મર્યાદાઓ પણ લગાવે છે. તમે તમારી જાતે પણ નાના-નાના લક્ષો સેટ કરી શકો છો. અને આમ ધીમે ધીમે તમે પોતે પણ તમારી મર્યાદાઓ વધારતા જશો.

image source

– સોશિયલ મિડિયા એપની જગ્યાએ કેટલીક હેલ્ધી એપ્સ ડાઉનલોડ કરો. સોશિયલ મિડિયા એપ્લીકેશનમાં તમને ન્યૂઝ ફીડ્સ જોવા ગમતાં હોય છે પણ તેની સાથે સાથે તમે જરૂર વગર સ્ક્રીન સ્ક્રોલ કરે રાખો છો. તો તેની જગ્યાએ તમારે કેટલીક અર્થપૂર્ણ એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવી જોઈએ. જેથી કરીને તમે ફોન સાથે ઓછો સમય વિતાવશો.

– તમારા ફોનની સોશિયલ મિડિયા એપ્લિકેશનમાં નોટીફિકેશનને બંધ કરી દો. આ ચોક્કસ તમને થોડુ અઘરું કામ લાગશે પણ તેનાથી તમારા ફોનના વપરાશમાં ઘણો બધો તફાવત આવશે. તમારી આદત ધીમે ધીમે છૂટવા પણ લાગશે.

image source

– આ ઉપરાંત તમે તમારા ફોનમાં ગ્રેસ્કેલનો ઉપયોગ પણ કરી શકો છો, જે ઘેરા, બ્રાઇટ રંગોને ફોન પરથી દૂર કરશે. તેનાથી તમને ફોન વાપરવાની લાલચ પણ નહીં થાય.

– આ ઉપરાંત તમે તમારી આંતરસુજ પ્રમાણે પણ કેટલાક પરિવર્તન તમારા ફોન વપરાશમાં લાવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ