તારક મહેતા..માં સીધી સાદી દેખાતી સોનુ છે એકદમ સ્ટાઇલિશ ગર્લ, આ તસવીરો જોઇને બોલી ઉઠશો સાચી વાત!

તારક મહેતા કા ઉલટા ચશ્માં… ની સીધીસાદી દેખાતી સોનુની આ 25 તસવીરો જણાવે છે કે તેનું વાસ્તવિક જીવન સ્ક્રીનથી કેટલું અલગ છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં સોનુની ભૂમિકા ભજવનાર પલક સિધવાની તેના વાસ્તવિક જીવનમાં એકદમ અલગ છે.

ભારતીય ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીનો સૌથી મશહૂર શો એટલે તારક મહેતા કા ઉલટા ચશ્મા. આ શોમાં જેટલાં પણ નાના-મોટાં એક્ટર છે એ બધાં જ સામાન્ય લોકો વચ્ચે ખૂબ જ પ્રખ્યાત છે.

image source

તારક મહેતા કા ઉલટા ચશ્મામાં ભીડેભાઈ ની દીકરી સોનુની ભૂમિકા નિભાવનાર પલક સિધવાની વાસ્તવિક જીવનમાં એકદમ અલગ છે. રિલ સ્ક્રીન પર પોતાનાં શિક્ષક પિતાનાં આદર્શોનું પાલન કરતી દીકરીનાં રોલમાં એકદમ સીધી સાદી દેખાતી પલક સિધવાણી રિયલ લાઈફમાં હોટ અને ગ્લેમરસ દેખાય છે.

ટીવી જગતનો સૌથી પ્રખ્યાત પ્રોગ્રામ છે તારક મહેતા કા ઉલટા ચશ્મા. જેમાં ટપુની ગર્લફ્રેન્ડ બનતી સોનુનું પાત્ર યુવા દર્શકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગયા વર્ષે જ સોનુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી બદલાઈ ગઈ હતી. પહેલાં સોનું બનતી એક્ટ્રેસ નિધિ ભાનુશાળીની જગ્યાએ પલક સિધવાનીને ગોકુલ ધામમાં એન્ટ્રી મળી હતી.

image source

નવી સોનુની એક્ટિંગને લોકો પસંદ પણ કરી રહ્યા છે અને લોકોને સોનુનો લૂક પણ ખૂબ પસંદ આવી રહ્યો છે. જો કે લોકડાઉનને કારણે ચેનલને જુના એપિસોડ પ્રસારિત કરવાની ફરજ પડી છે.

સોનુની ભૂમિકા ભજવનાર પલક આ દિવસોમાં તેના અફેરના સમાચારોને કારણે ચર્ચામાં આવી હતી. પહેલા એવા અહેવાલો આવી રહ્યા હતા કે પલક કુશને ડેટ કરી રહી છે. કુશ એટલે તારક મહેતાનો ગોલી. પલક જ્યારે ફેસબુક પર લાઇવ આવી ત્યારે એને આ અંગે જવાબ આપ્યો અને આ સમાચાર અંગેનું સત્ય કહ્યું.

image source

આ લાઈવ શો દરમિયાન, એક ચાહકે તેને પૂછ્યું કે તમે કુશને ડેટ કરી રહ્યા છો. તો પલકે કહ્યું તું પાગલ છે, કુશ મારો સારો મિત્ર છે. પલકનું આમ બોલવું સત્ય હતું કે નહીં એ તો ફક્ત પલક અને કુશને જ ખબર.

જો આપણે સોનુની વાસ્તવિક જીવન વિશે વાત કરીએ, તો તે વાસ્તવિક જીવનમાં શોના જીવનથી તદ્દન અલગ છે. પલક ખૂબ જ ગ્લેમરસ જીવનશૈલીને અનુસરે છે. છાશવારે પલક સોશિયલ મીડિયા પર તેના ફોટા શેર કરતી રહે છે અને અમે તમને તે ફોટા બતાવી રહ્યા છીએ.

image source

આ તસ્વીરો પરથી, તમે જોઈ શકો છો કે પલકનો અંદાજ રીલ અને રીઅલ લાઇફમાં કેટલો ભિન્ન છે. અમુક ફોટોમાં જ્યાં એ ગ્લેમર દેખાડે છે તો અમુકમાં એનો લૂક ભારતીય યુવતીને છાજે એવો છે. બ્લેક, રેડ ડ્રેસ અને શોર્ટમાં પલક અદ્ભૂત લાગી રહી છે તો લાલ રંગની ચોલીમાં એક ખૂબસૂરત ભારતીય નારી. વ્હાઈટ ડ્રેસમાં પલકનો જે ફોટો છે એમાં એ પરીની માફક સુંદર લાગી રહી છે.

દરેક ફોટોને અનુરૂપ કવોટ પણ પલક મૂકે છે, જે એનો પોતાની જીંદગી તરફનો અભિગમ દર્શાવે છે.

image source

સોશિયલ મીડિયા પર પલકના ઘણા બધા ફોલોઅર્સ છે અને ઈન્સ્ટાગ્રામ પર તેનાં અઢી લાખ ફોલોઅર્સ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ