સિમ્પલ ડ્રેસને યૂનિક બનાવશે આ સ્ટાઈલિશ બેલ્ટ, પસંદગીમાં રાખો આ વાતનું ધ્યાન

સ્ટાઈલિશ ફેશન એક્સેસરીઝ સિમ્પલ ડ્રેસને પણ યૂનિક લૂક આપવા માટે પૂરતા છે. જેમ કે સિમ્પલ મેક્સી ડ્રેસમાં કોઈ સ્ટાઈલિશ બેલ્ટ લગાવીને તેને ક્લાસી લૂક આપી શકાય છે. આજકાલ અનેક પ્રકારના સ્ટાઈલિશ બેલ્ટની ફેશન ટ્રેન્ડમાં છે. બેલ્ટને પસંદ કરતી સમયે જરૂરી છે તે તમારા આઉટફિટનું ધ્યાન રાખો. તેનાથી બેલ્ટ નહીં પણ તમારા આઉટફિટ પણ હાઈલાઈટ થાય.

બેલ્ટના પણ અનેક પ્રકાર હોય છે તો જાણો કયા બેલ્ટને કયા આઉટફિટ પર પહેરવાથી સુંદર દેખાશે.

અલ્ટ્રા થિન બેલ્ટ

 

View this post on Instagram

 

A post shared by HK (@realhinakhan)


છોકરીઓના ફેવરિટ એવા આ પાતળા બેલ્ટ્સ આજકાલ ટ્રેન્ડમાં છે. જો શર્ટ કે ટી શર્ટને ટાઉઝરમાં ઈન કર્યા વિના પહેરી રહ્યા છો તો આ બેલ્ટનો ઉપયોગ કરો તેનાથી તમારી કમર અને પેટનો લૂક બગડશે નહીં. લગભગ એક ઈંચ પહોળા આ બેલ્ટ, સ્લિમ ટ્રાઉઝર, મેક્સી ડ્રેસ અને કફ્તાન ટોપની સાથે સ્માર્ટ લાગે છે.

વાઈડ બેલ્ટ


સ્ટાઈલિંગમાં ઉપયોગમાં લેવાતા આ બેલ્ટ ખૂબ જ પહોળા હોય છે. તેને પહેરવાથી કમર પાતળી દેખાય છે. ડ્રેસ, મેક્સી, સ્કર્ટની ઉપર આ પ્રકારના બેલ્ટ સ્ટાઈલિશ લાગે છે.

સૈશ બેલ્ટ


આ એક સ્ટાઈલિશ બેલ્ટ છે. જે બક્કલને બદલે ગાંઠ મારીને પહેરવામાં આવે છે. ટાઈટ ફિટિંગના ડ્રેસની સાથે આ સુંદર લાગે છે.

ચેન બેલ્ટ

મેટલિક ફિનિશિંગના આ બેલ્ટ પાર્ટી અને કલ્બ વેરની સાથે ખૂબ સારો લૂક આપે છે. જો તમે જ્વેલરી પહેરવા ઈચ્છતા નથી તો વિકલ્પની સાથે તમે આ બેલ્ટ પહેરી શકો છો.

કોરસેટ બેલ્ટ

શોર્ટ ડ્રેસ અને લાંબી ઘેરદાર ડ્રેસની સાથે આ બેલ્ટ સારા લાગે છે. આ બેલ્ટ સાધારણ ડ્રેસને પણ ગ્લેમરસ બનાવી દે છે.

બેલ્ટ બેગ

જો તમે પોતાને ફેશનેબલ અને ટ્રેન્ડી દેખાડવા ઈચ્છો છો તો તમે તમારા વોર્ડરોબમાં બેલ્ટ બેગ સામેલ કરો. આ લેટેસ્ટ ટ્રેન્ડ છે. તેમાં સ્ટાઈલિશ બેલ્ટની સાથે એક નાની બેગ પણ રહે છે. દેશી અને વિદેશની સેલિબ્રિટીઝ પણ આ ટ્રેન્ડને અપનાવી રહ્યા છે.

બેલ્ટની પસંદગીમાં રાખો આ વાતનું ધ્યાન

બક્કલનું રાખો ધ્યાન

ખોટા બક્કલની પસંદગીથી તમારો લૂક બદલાઈ શકે છે. આ માટે બક્કલ ખરીદતા સાવધાની રાખવાની જરૂર છે. વધારે મોટા અને ગોડી કલરના બક્કલ તમારો લુક ખતમ કરી દે છે. લેઘર બેલ્ટ માટે મીડિયમ સાઈઝના બક્કલ સ્ટાઈલિશ માનવામાં આવે છે.

બેલ્ટની સાઈઝ

બેલ્ટની સાઈઝ પોતાની કમરની સાઈઝથી 2 ઈચ વધારે લાંબી ખરીદવા. એટલે કે તમારી કમર 32 ઈંચની છે તો તમારે 34 ઈંચનો બેલ્ટ ખરીદવો. તેનાથી તમારો લૂક પણ સારો લાગે છે અને તેને પહેરવામાં પણ સુવિધા રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ