શું તમે જાણો છો આ કારણના લીધે પણ આવી શકે છે તમારા ઘરમાં દરિદ્રતા..

મિત્રો, આપણો દેશ એ ધર્મ અને આધ્યાત્મને પ્રાધાન્ય આપનાર દેશ છે. આપણા દેશમા અનેકવિધ પૌરાણિક પરંપરાઓ અને શ્રદ્ધા-અંધશ્રદ્ધા પણ વાસ કરે છે. આપણા દેશમા અનેકવિધ વિદ્વાન જન્મ લઇ ચુક્યા છે, જેમણે શાસ્ત્રોની રચના કરી છે અને આ શાસ્ત્રોમા એવા નીતિનિયમો જણાવવામાં આવેલા છે, જે મનુષ્યના જીવનની તમામ મુશ્કેલીઓ અને સમસ્યાઓને દૂર કરે છે.

image source

શાસ્ત્રોમા એવુ માનવામાં આવે છે કે, અમુક પક્ષીઓ આપણા ઘર માટે અત્યંત અશુભ માનવામાં આવે છે. જો કે, તે અંધશ્રદ્ધા છે કે, વાસ્તવિકતા તેના વિશે કોઈ સચોટ વાત કહી શકાય નહિ. પ્રાચીનકાળથી લોકો આ પરંપરા અને સ્થાનિક લોકોની માન્યતાઓને આધારે આ બાબતોને સાચી માને છે.

image source

શું તમે જાણો છો કે, આ પક્ષીઓ કયા છે? જે ઘરે આવે ત્યારે આખા ઘરને કંગાળ બનાવે છે, તો ચાલો જાણીએ. આપણી પૌરાણિક માન્યતાઓ પ્રમાણે જો ચામાચિડિયુ ઘરમાં પ્રવેશે તો તે ઘરમા રહેલા લોકો સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી અનેકવિધ બીમારીઓથી પીડાય છે અને તમારા ઘરમા બરબાદીનો માહોલ સર્જાય છે.

image source

આ ઉપરાંત જો તમારા ઘરે કાગડો આવે અથવા તો કાગડો આવીને માળો બાંધે તો તે શુભ માનવામા આવતુ નથી. સ્વપ્નમા કાગડાનુ આગમન, સ્વપ્નોમાં કાગડાનો અવાજ સાંભળવો અથવા ઘરમા બેસીને કાગળના આવવાના સમાચાર સાંભળવા આ તમામ સંકેતો આપણા માટે અશુભ માનવામાં આવે છે તેના કારણે ઘરમા વાદ-વિવાદનુ વાતાવરણ સર્જાઈ શકે છે.

image source

અમુક એવી માન્યતાઓ છે કે, ટીટહરી જ્યારે કોઈ વૃક્ષ પર કે વ્યક્તિના ઘરમા એકાએક આવી જાય તો તે ભૂકંપ આવવાની નિશાની હોય શકે છે કારણકે, આ પક્ષી હંમેશા જમીન પર રહે છે અને તેના ઇંડા જમીન પર જ મૂકે છે માટે ઘરમા એકાએક તેનું આગમન આપણા માટે અશુભ સાબિત થઇ શકે છે.

image source

શાસ્ત્રો મુજબ એવુ માનવામા આવે છે કે, જો કોઈ કબૂતર કે નાના પક્ષી તમારા ઘરમા માળો બાંધે તો એવુ માનવામા આવે છે કે તે ઘરમા માતા લક્ષ્મીનો વાસ થતો હોય છે. આ ઘરમા ક્યારેય પણ આર્થિક સમસ્યાઓ સર્જાતી નથી અને ઘર હમેંશા સુખ અને સમૃદ્ધિથી ભરપૂર રહે છે.

image source

ઘુવડ વારંવાર એક જ દિશામાં બૂમો પાડે તો તે ખુબ જ અશુભ સંકેત માનવામા આવે છે. તેથી મિત્રો જો તમે આ પક્ષીઓને તમારા ઘરમા આવતા જુઓ છો અને તમને આ ચિહ્નો દેખાય છે, તો તેમને વહેલામાં વહેલી તકે તમારા ઘરમાંથી બહાર કાઢવાનો વિચાર કરો કારણકે, આ પક્ષીઓ તમારા ઘરમા ગરીબી અને માતમ લાવશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

રોજ મેળવો ધાર્મિક વાતો સીધી તમારા WhatsApp માં !

આપ નીચે પ્રમાણે કોઈ પણ એક WhatsApp ગ્રુપમાં જોડાઈ શકો. ગ્રુપ – 1 ફૂલ હોય તો, ગ્રુપ – 2 ની લિંક ટ્રાય કરવી.

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 6 – https://bit.ly/DharmikVato6

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 7 – https://bit.ly/DharmikVato7

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 9 – https://bit.ly/DharmikVato9

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 10 – https://bit.ly/DharmikVato10

ધાર્મિક વાતો WhatsApp ગ્રુપ 11 – https://bit.ly/DharmikVato11

આપણું પેજ “આપણી સંસ્કૃતિ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ આપણી સંસ્કૃતિ