બ્લડ પ્રેશર લો થવું એ ઘણી ગંભીર સમસ્યા છે, આ સમસ્યા દૂર કરવા માટે અહીં જણાવેલી ટિપ્સ અપનાવો અને સ્વસ્થ રહો

બ્લડ પ્રેશરનું સામાન્ય રેહવું હૃદય માટે ખૂબ મહત્વનું છે. હૃદયમાંથી આપણા સમગ્ર શરીરમાં લોહી વહે છે, જે આખા શરીરને ઓક્સિજન અને શક્તિ પ્રદાન કરે છે. લોહી આપણી ધમનીઓ અને હૃદયમાંથી પસાર થાય છે, અને આખા શરીરમાં પહોંચે છે, જેને બીપી અથવા બ્લડ પ્રેશર તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આ લોહીનું દબાણ વધે છે, ત્યારે તેને હાઈ બ્લડ પ્રેશર કહેવામાં આવે છે. જ્યારે શરીરમાં લોહી યોગ્ય રીતે વહેતું નથી, ત્યારે લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય છે. આ બંને સ્થિતિઓ વ્યક્તિ માટે હાનિકારક છે. તેથી, બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે પણ ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે. લો બ્લડ પ્રેશર થવા પર તમે કેટલાક ઘરેલું ઉપાય કરી શકો છો, જેથી તમને તરત જ ઘણો ફાયદો થશે. તો ચાલો જાણીએ એ ઘરેલુ ઉપાય વિશે.

image source

– લો બ્લડ પ્રેશરની સમસ્યા ઓછી હોય તેવા લોકોએ નિયમિતપણે લીંબુનું સેવન કરવું જોઈએ. બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે લીંબુનું સેવન કરવાથી રાહત મળે છે. આ સિવાય ખાંડ અને લીંબુનું પાણી પીવું જોઈએ.

image source

– લો બ્લડ પ્રેશરવાળા લોકો કોફી ખૂબ ફાયદાકારક છે. બ્લડ પ્રેશર ઓછું હોય ત્યારે એક કપ કોફી પીવાની સલાહ આપવામાં આવે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધે છે.

image source

– જો તમારું બ્લડ પ્રેશર ઓછું હોય તો તમે મીઠું નાખેલી વસ્તુઓ ખાઈ શકો છો. જો અચાનક તમારું બ્લડ પ્રેશર ઓછું થાય છે તો મીઠાઇની ચીજો ખાઓ, તેનાથી પણ તમને રાહત મળશે. તમારા આહારમાં આયરણથી ભરપૂર ચીજોને શામેલ કરો. આ તમને લો બ્લડ પ્રેશરમાં રાહત આપશે.

image source

– બ્લડ પ્રેશર લો થવાની સમસ્યા દૂર કરવા માટે યોગની સાથે કસરત પણ નિયમિત કરવી જોઈએ. આ તમારું બ્લડ પ્રેશર સામાન્ય રાખશે. યોગ કરવા અથવા કસરત કરવાથી બ્લડ પ્રેશર તો કંટ્રોલમાં થાય જ છે સાથે તમને ઘણા શારીરિક લાભ મળે છે.

image source

– લો બ્લડ પ્રેશરના દર્દીઓએ એક જ સમયે બધું ન ખાવું જોઈએ તેમને થોડા-થોડા સમયમાં થોડું-થોડું ખાવું જોઈએ. એક જ સમયે વધુ ખાવાથી તમારા બ્લડ પ્રેશરનું સ્તર ઓછું થઈ શકે છે કારણ કે તમારા શરીરને વધારે ખોરાક પચાવવો ખૂબ મુશ્કેલ છે. ઉપરાંત, ઉચ્ચ કાર્બોહાઇડ્રેટ સમૃદ્ધ ખોરાક, પ્રોસેસ્ડ ખોરાક અને મસાલાવાળી વસ્તુઓ ન ખાશો. આ પ્રકારના ખોરાક તમારા બ્લડ પ્રેશરના સ્તરને વધુ ઘટાડી શકે છે.

image source

– આ સિવાય વધુને વધુ પાણી પીવો, તેનાથી તમારા શરીરમાં પાણીની માત્રા બરાબર રહેશે. લો બ્લડ પ્રેશરના દર્દીઓએ આલ્કોહોલનું સેવન ના કરવું જોઈએ.આલ્કોહોલ પીવાથી તમને ડિહાઇડ્રેશન થાય છે. શરીરમાં પાણીના અભાવને કારણે બ્લડ પ્રેશરનું સ્તર ઓછું રહે છે. ઉનાળાની ઋતુમાં બહારની કસરતો વધારે ન કરવી. ઉપરાંત, પથારીમાં વધુ સમય ન રહો, શક્ય તેટલું સક્રિય બનવાનો પ્રયાસ કરો.