શાહરુખ ખાનના દીકરા આર્યનના દીલમાં વસી ગઈ છે એક બ્રીટીશ છોકરી, મમ્મી ગૌરી ખાને પણ હા પાડી દીધી છે.

જો માતા પિતા સેલિબ્રિટી હોય તો તેમના સંતાનો પણ ચર્ચામાં રહેવાના. જેટલી નજર સેલિબ્રિટી પર રહે છે તેટલી જ નજર તેમના સંતાનો પર પણ રાખવામાં આવે છે. તેમના જન્મતાની સાથે જ તેઓ સેલિબ્રિટી બની જાય છે. પછી સમય પસાર થતાં તેમના લૂક્સ હોય તેમનો અભ્યાસ હોય તેમની સ્પોર્ટ્સ ઇવેન્ટ હોય તે કશું જ પર્સનલ નથી રહી જતું પણ પબ્લિક થઈ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


શાહરુખ ખાનનું પણ તેવું જ છે. આપણે જાણીએ છીએ કે શાહરુખ ખાને ગૌરી સાથે લવ મેરેજ કર્યા છે અને તે બન્નેને ત્રણ સુંદર મજાના બાળકો છે. સૌથી નાનો અબ્રામ છે તેનાથી મોટી સુહાના છે અને તેનાથી મોટો છે આર્યન. આર્યનને જોઈને ઘણાનું એવું કહેવું છે કે તે તેના પિતા જેવો જ ચાર્મિંગ લાગે છે. શાહરુખ ખાન પોતાના બાળકો સાથેની તસ્વીરો ઘણીવાર સોશિયલ મિડિયા પર શેયર કરતો રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


હમણા થોડા સમય પહેલા સુહાનાના ગ્રેજ્યુએશનની કેટલીક તસ્વીરો પણ તેણે શેયર કરી હતી. અને દીકરીના આટલા મોટા થઈ જવા પર એક પિતા તરીકેની ભીની લાગણી પણ વ્યક્ત કરી હતી.

પણ તાજેતરમાં શાહરુખ ખાનનો મોટો દિકરો ચર્ચામાં આવ્યો છે. ના, તેણે લાયન કિંગમાં સિમ્બાના અવાજને ડબ્ડ કર્યો છે એટલે નહીં પણ કોઈ અંગત કારણોસર. એક અહેવાલ પ્રમાણે આર્યન લંડનની કોઈ છોકરીને પોતાના હૃદયમાં વસાવી બેઠો છે. અહેવાલ પ્રમાણે આ બન્ને ઘણા લાંબા સમયથી એક બીજાને ડેટ પણ કરી રહ્યા છે. જો કે તે છોકરીનું નામ કે બીજી કોઈ જાણકારી હજુ સુધી મળી શકી નથી.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


તમને જણાવી દઈએ કે શાહરુખનો દીકરો છેલ્લા કેટલાક સમયથી પોતાના અભ્યાસ માટે લંડનમાં રહે છે. આર્યન લંડનની એક બ્લોગરને છેલ્લા થોડા મહિનાઓથી ડેટ કરી રહ્યો છે. અને તેની આ ગર્લફ્રેન્ડને તેની માતા ગૌરી ખાન પણ મળી ચૂકી છે. અને તેણીને પણ આ છોકરી ખુબ સ્વીટ લાગી છે છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


આ શુક્રવારે રીલીસ થયેલી ફિલ્મ લાયન કીંગની હીન્દી ડબ્ડ ફિલ્મમાં તેણે મુખ્ય પાત્ર સિંબાના અવાજને ડબ્ડ કર્યો છે. અને આ રીતે તેણે કહી શકાય કે બોલિવૂડમાં પદાર્પણ કર્યું છે. લોકો તેના અવાજથી ખુબ પ્રભાવિત છે. જો તમે ટ્રેલર જોયું હશે તો પિતા શાહરુખ ખાન અને દીકરા આર્યનના અવાજમાં અંતર કરવું મુશ્કેલ પડશે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


આ ફિલ્મમાં કહી શકાય કે બાપ-દીકરાએ સાથે કામ કર્યું છે કારણ કે. ફિલ્માં સિંબાના પિતાનો અવાજ શાહરુખ ખાને ડબ્ડ કર્યો છે. હા કેટલાક લોકોએ ફરી તેના આ કામને લઈને નેપોટીઝમનો ઝંડો ફરકાવ્યો હતો જેને કંઈ ખાસ હવા મળી નહી.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___) on


શાહરુખે દીકરા સાથેના કામ કરવાના અનુભવ વિષે કંઈક આમ કહ્યું હતું. તેણે જણાવ્યું હતું કે પોતાના દીકરા સાથે કામ કરવાનો અનુભવ તેના માટે ખુબ જ અંગત રહ્યો. તેને પોતાના દીકાર સાથે પ્રોફેશનલી સમય પસાર કરવાનો અનેરો મોકો મળ્યો. ખાસ કરીને તે પોતે એક પ્રોફેશનલ એક્ટર છે પણ તેનું પ્રોફેશન ક્યારેય તેના કુટુંબ સાથે નથી જોડાયું માટે આ અનુભવ તેના માટે સાવ જ અલગ હતો. આ એક સુંદર અનુભવ હતો.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___) on


આર્યન ખાન ભલે બોલીવૂડથી દૂર રહેતો હોય અને તે ક્યારે ઓફિશિયલી હીરો તરીકે બોલીવૂડમાં એન્ટ્રી મારવાનો છે તેની કોઈ ખબર ન હોય પણ ફિલ્મોમાં આવ્યા પહેલાં જ તેના પણ તેના પિતાની જેમ હજારો ફેન્સ છે. તમને જણાવી દઈએ કે શાહરુખ તો પોતાના દીકરાની બોલિવૂડમાં એન્ટ્રી બાબતે ઉત્સાહિત છે. પણ તેણે તે માટે પોતાના સંતાનો સાથે એક શરત મુકી છે કે તેઓ બોલીવૂડમાં કામ કરી શકે છે પણ તે પહેલાં તેમણે પોતાનો અભ્યાસ પૂર્ણ કરવો પડશે તે વગર તેઓ કામ નહીં કરી શકે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


જો કે 21 વર્ષિય આર્યન ખાનના બોલીવૂડ પ્રવેશ બાબતે શાહરુખ ખાન કરતાં પણ વધારે ઉત્સાહ કરણ જોહરને છે. એમ પણ કરણ જોહર અને શાહરુખ ખાનની મિત્રતા જગજાહેર છે. અને તે શાહરુખ ખાનના સંતાનોને કરણ પોતાના સંતાનો જેવો જ પ્રેમ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Aryan Khan (@___aryan___) on


કરણ જોહરે થોડા સમય પહેલા એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આર્યન જ્યારે ક્યારેય પણ કોઈ ફિલ્મ કરવા માગશે ત્યારે તે ફિલ્મમાં તેનો મોટો ફાળો હશે. તેના માટે આર્યનને લોન્ચ કરવો એટલે પોતાના દેકરાને લોન્ચ કરવા જેવી જ લાગણી હશે અને તે તે દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Gauri Khan (@gaurikhan) on


તમને જણાવી દઈએ કે આર્યનના જન્મ વખતે ગૌરીખાન ખુબ જ બિમાર પડી ગઈ હતી. અને એક ક્ષણે શાહરુખને ચિંતા થઈ હતી કે તે ક્યાંક પોતાની પત્નીને ના ખોઈ બેસે. પણ બધું સરસ રીતે થઈ ગયું અને આજે તેમનો સુંદર મજાનો હસતો રમતો પરિવાર છે. હાલ આ બોલીવૂડ સેલિબ્રિટી ફેમિલી માલદિવ્સમાં રજાઓ ગાળી રહ્યું છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ