કોરોના વેક્સિન બનાવનાર સાયન્ટિસ્ટે પહેલી વખત શેર કર્યો પોતાનો અનુભવ, સાંભળીને સલામી આપવાનું મન થશે

વિશ્વમાં અને સાથે સાથે ભારતમાં પણ કોરોનાએ માઝા મુકી છે અને દરરોજ એટલા કેસ આવી રહ્યા છે. એ જ રીતે ગુજરાતમાં પણ કેસો આવી રહ્યા છે અને લોકોના મોત થઈ રહ્યા છે. ત્યારે હવે તો વેક્સિનની વાત કરવામાં આવી રહી છે અને ઘણા દેશમાં વેક્સિનેશન શરૂ પણ થઈ ગયું છે. ત્યારે આજે વાત કરવી છે એક એવા વૈજ્ઞાનિકોની કહાની કે જેમનું આખું લોકડાઉન લેબમાં રિસર્ચ કરવામાં જ પસાર થઈ ગયું. આ વૈજ્ઞાનિકને પણ આપણી જેમ જ ગત જાન્યુઆરીમાં એ ખબર પડી હતી કે કોરોના મહામારી દુનિયામાં ફેલાઈ રહી છે અને તેની કોઈ વેક્સિન નથી. આ કોરોના વોરિયર્સે પહેલી વખત તેની વાત સામે રાખી છે.

image source

વૈજ્ઞાનિકે દુનિયા સમક્ષ તેમનો અનુભવ શેર કર્યો છે. અને હવે તેની આ કહાની ખુબ વાયરલ થઈ રહી છે. તો આવો જાણીએ હૈદરાબાદ ખાતે આવેલી બે કંપનીઓ‘ભારત બાયોટેક’ અને ‘બાયોલોજિકલ ઈ’ના એક એક વૈજ્ઞાનિકની શાનદાર કહાની. તો આ વાત એપ્રિલની છે, જ્યારે ભારત બાયોટેકમાં કોરોના વેક્સિન માટે ટીમ મેમ્બર્સની પસંદગી કરવામાં આવી રહી હતી. જે ટીમને વેક્સિનના કામમાં લાગવાનું હતું, તેમને બાયો સેફ્ટી લેવલ-3 (BSL-3)લેબમાં કામ કરવાનું હતું. આ કામ માટે વૈજ્ઞાનિકોએ ઘણા મહિના સુધી ઘર છોડીને ફેક્ટરીના ગેસ્ટ હાઉસમાં જ રહેવાનું હતું. જો વિગતે વાત કરીએ તો કંપનીના એમડી ડો. કૃષ્ણા એલ્લાએ જ્યારે સાથીઓને પૂછ્યું કે, કોણ કોણ વેક્સિન ડેવલપમેન્ટનું કામ કરવા માગે છે તો દરેક હાથ ઊંચો કરી દીધો. એમાંથી જ એક હતા વિજય કુમાર દરમ.

image source

વિજયની આ કહાની હવે ભારતના દરેક લોકોમાં વખણાઈ રહી છે અને ચર્ચાઈ રહી છે. જો વિગતે વાત કરીએ તો વિજય સૌથી પહેલા લેબમાં જવા માટે તૈયાર થયા. ડો. એલ્લાએ તેમને પૂછ્યુ કે ત્યાં કેટલું જોખમી હોઈ શકે છે તમને ખ્યાલ છે. તો વિજયે કહ્યું, જોખમ છે સર. પણ સાહેબ હું વેક્સિન ડેવલપમેન્ટ કરવા માંગુ છું. 28 નવેમ્બરે જ્યારે પીએમ ભારત બાયોટેક પહોંચ્યા હતા, ત્યારે તેમણે પણ ડો. કૃષ્ણાએ વિજયની મુલાકાત કરાવડાવી હતી. ઉલ્લેખનીય છે કે ભારત બાયોટેકની ‘કોવેક્સિન’ને ડેવલપ કરવામાં 200 લોકોની ટીમ લાગી ગઈ છે. જેમાંથી 50 લોકો એવા છે, જે લેબની અંદર કામ કરે છે. જેમાંથી 20 વૈજ્ઞાનિક છે.

image source

એ જ રીતે વૈજ્ઞાનિકની વાત કરીએ તો ટીમ જુલાઈથી માંડી નવેમ્બર સુધી એટલે કે પાંચ મહિના પોતાના ઘરે નથી ગઈ. આ લોકો કંપનીના ગેસ્ટ હાઉસમાં જ રહેતા હતા અને અહીંયા જ દિવસ-રાત વેક્સિન રિસર્ચ અને ડેવલપમેન્ટમાં લાગી ગયા હતા. પણ હવે સારી વાત એ છે કે, ડિસેમ્બરથી આ લોકોએ ઘરે જવાનું શરૂ કર્યું. આગળની વાત કરતાં વૈજ્ઞાનિક વિજય કહે છે કે જ્યારે મને અને મારા સાથીઓને આ પ્રોજેક્ટમાં સામેલ કરવામાં આવ્યા, ત્યારે મને ખુશી અને ગર્વ થયો કે અમે એ વેક્સિન ડેવલપ કરનાર પ્રોજેક્ટનો એક ભાગ બનવા જઈ રહ્યાં છીએ, જેનાથી લાખો લોકોના જીવન બચી જશે.

image source

ક્યાંથી કામ શરૂ કર્યું અને કઈ રીતે લેબમાં સમય પસાર થયો હતો તેના વિશે વાત કરતાં કહ્યું કે‘એપ્રિલમાં અમે આ પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું હતું. અમે લોકો પાંચ મહિના સુધી ઘરે નથી ગયા. મોટાભાગનો સમય લેબમાં જ પસાર થતો હતો. લોકડાઉન ચાલી રહ્યું હતું, ત્યારે રો મટેરિયલ ભેગું કરવું પણ એક પડકાર હતો. અમારી પાસે બાયો સેફ્ટી લેવલ-3 ફેસિલિટીની લેબ છે. જે ઘણી સુરક્ષિત ગણવામાં આવે છે અને ભારતમાં આ લેબ માત્ર અમારી પાસે જ છે. અહીં અમારા લાઈવ વાઈરસને હેન્ડલ કરવાનો હોય છે, કારણ કે અમે જે પ્રકારની કોરોના વેક્સિન બનાવી રહ્યાં છીએ, તેને વાઈરસ દ્વારા જ તૈયાર કરવામાં આવે છે. એવામાં આ કામ ખુબ સાવધાનીથી કરવાનું હોય છે, કારણ કે એક પણ લીકેજ થવાથી ઈન્ફેક્શનનું જોખમ રહે છે.

image source

આટલો કડક માહોલ હતો અને એક તરફ ડોક્ટરોના પણ મોત થઈ રહ્યા હતા અને કોકોનાનો ચેપ લાગી રહ્યો હતો. ત્યારે આ વિજયે ઈન્ફેક્શનથી બચવા માટે શું કર્યું એના વિશે પણ વાત કરી કે, પીપીઈ ઉપરાંત પ્રાઈમરી ગાઉન, સેકન્ડરી ગાઉન, ડબલ ગ્લવ્સ પહેરીએ છીએ. એ જ રીતે લેબમાં કામ કરતી વખતે તમારા ઘરની જવાબદારી કોણે સંભાળી તેના જવાબમાં ડોક્ટરે જણાવ્યું કે મારી બધી જ જવાબદારી મારી પત્નીએ સંભાળી, તેમણે ઘરની સાથે બહારના તમામ કામ સરસ રીતે પુરા કરી લીધા. જેના કારણે અમે લેબમાં આટલો સમય આપી શક્યા. તો આ કહાની હતી વિજયની કે જેના દ્વારા બનાવેલી રસી આખે આખા ભારતના નાગરિકો માટે કારગર નીવડશે.

image source

કંઈક આવી જ બીજી કહાની છે ડો. વિક્રમ પરાડકરની કે જેઓ એક વૈજ્ઞાનિક છે અને બાયોલોજિકલ ઈ કંપનીમાં એક્ઝિક્યૂટિવ વાઈસ પ્રેસિડેન્ટ છે. તેઓ પણ તેમની ટીમ સાથે છેલ્લા લગભગ 9 મહિનાથી કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં લાગેલા છે. તેમના કામ વિશે વાત કરતાં ડો. પરાડકર કહે છે, અમારી કંપનીમાં બે હજાર એમ્પલોય છે. કોરોના વેક્સિનના ડેવલપમેન્ટમાં 40 સાઈન્ટિસ્ટની ટીમ લાગી ગઈ છે. જેમની ઉંમર 25થી 55 વર્ષ વચ્ચે છે. લોકડાઉનમાં જ્યારે બધુ બંધ થઈ ગયું હતું, ત્યારે અમે લોકો વેક્સિન ડેવલપમેન્ટમાં લાગી ગયા હતા. કંપનીની બસથી અવર જવર કરતા હતા. સામાન્ય રીતે સપ્તાહમાં 40 -45 કલાકનું વર્કિંગ થાય છે, પણ હવે ઘણી વખત 60થી 65 કલાકનું પણ વર્કિંગ થાય છે.

image source

આગળ વાત કરતાં ડોક્ટર કહે છે કે ઘણી વખત બે શિફ્ટ એક સાથે પુરી કરી રહ્યાં છીએ, કારણ કે પ્રોસેસ ચાલું હોય છે, તેને અમારે સતત મોનિટર કરવાની હોય છે. લિટરેચર સર્ચ કરવું પડે છે. આ સાથે મગજમાં વિચારો તો ચાલું જ હોય છે. અમારી આખી ટીમ અનુભવી છે. અમે ઘણી વેક્સિન ડેવલપ કરી ચૂક્યાં છીએ, એટલા માટે બધાને ખબર છે કે તેમનું કામ કેવી રીતે કરવાનું છે. પરિસ્થિતિ પ્રમાણે કિટ બદલાઈ જાય છે, પ્રોટીન બનાવી રહ્યાં હતા એટલા માટે ઈન્ફેક્શનનું જોખમ ન હતું. આ ડોક્ટરે વેક્સિન વિશે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે વેક્સિનમાં 6 ટાઈપ હોય છે. અમે પ્રોટીન સબ-યૂનિટ કેટેગરી વાળી વેક્સિન બનાવી રહ્યાં છીએ. આ કેટેગરીમાં વેક્સિન બનાવવા માટે વાઈરસની જરૂર નથી પડતી. પ્રોટીન લેબમાં વિકસિત કરવામાં આવે છે.

image source

સૌથી અને સારી વાત કરતાં ડોક્ટરે કહ્યું કે-આ સૌથી સુરક્ષિત હોય છે, કારણ કે આમા કોઈ વાઈરસ નથી હોતો. એટલા માટે અમે લેબમાં પૂરી રીતે સુરક્ષિત છીએ. તેમ છતા તમામ લોકો ઘરેથી ફેક્ટરી આવે છે. માર્કેટમાં જાય છે, એટલા માટે પ્રોટેક્શન જરૂરી છે. જ્યાં જરૂરી હોય છે, ત્યાં પ્રોટેક્શન માટે પુરી કીટ પહેરવામાં આવે છે. લેબમાં ગ્વલ્સ, માસ્ક, અને ફેસ શીલ્ડ પહેરે છે. દરેક પરિસ્થિતિ પ્રમાણે અમારી કિટ અલગ હોય છે. અમારા ઘરના લોકોને એ ખબર હોય છે કે અમે કેવી રીતે કામ કરીએ છીએ, કારણ કે અમે વર્ષોથી અહીં કામ કરી રહ્યાં છીએ.

જો કે કોરોનાથી બચવું એમ કંઈ બધા માટે સહેલું નથી, કારણ કે આ વાયરસનું સ્વરૂપ ખુબ ખતરાવાળું છે. માટે જ તેની વેક્સિન આવવામાં આટલી વાર લાગી હતી. ત્યારે કોઈ સંક્રમિત થયા હતા કે કેમ એના વિશે વાકત કરતાં તેમણે કહ્યું અમારી સામે સૌથી મોટો પડકાર ઈફેક્ટિવ અને પુરી રીતે સુરક્ષિત વેક્સિન ડેવલપ કરવાનો જ છે. બીજા અમુક ચેલેન્જ પણ આવ્યા, જેવી રીતે કે ઘણા એવા સાથીઓ છે જે શેરિંગમાં રહેતા હતા. લોકડાઉનમાં મકાન માલિકે તેમને બહાર નીકળવાની ના પાડી દીધી તો તે લોકો કંપનીના ગેસ્ટ હાઉસમાં જ રોકાયા. અમુક સાથી એવા હતા, જેમને લોકડાઉન વખતે ઘર કંપની પાસે લઈ લીધું, જેથી અવર-જવરમાં તકલીફ ન પડે.

આ સાથે જ આ ડોક્ટરે વાત કરી કે અમુક વૈજ્ઞાનિક કોરોના વાઈરસનો શિકાર પણ બન્યાં. તેમણે કંપનીએ તાત્કાલિક ક્વોરન્ટિન કર્યા અને તેમની ટ્રીટમેન્ટ કરાવી. સાજા થયા પછી તે ફરી લેબમાં કામ કરવા માટે આવ્યા હતા. સૌથી અલગ વાત જણાવતા ડો. પરાડકરે કહ્યું કે ક્યારેય પણ કોઈએ કામ કરવાની ના નથી પાડી, ના તો શિફ્ટ પુરી થઈ ગઈ હોવાની વાત કરી. ટીમ મેમ્બર્સે તેમના 100 ટકા આપ્યા છે. આ જ પરિણામ રહ્યું કે, અમે વેક્સિન ડેવલપ કરવાની આટલી નજીક આવી ગયા છીએ. વેક્સિનનું કામ કાજ ક્યાં પહોંચ્યુ એના વિશે વાત કરી કે હાલમાં અમારા ફેઝ-1 અને ફેઝ-2ની ટ્રાયલ એક સાથે ચાલી રહી છે. આ બન્ને ફેઝમાં અમારે કુલ 360 લોકોને વેક્સિન આપવાની છે, જેમાંથી 150 લોકોને આપવામાં આવી ચૂકી છે.

image source

પરિસ્થિતિ એવી છે કે હાલમાં દેશમાં કુલ સાત જગ્યાએ અમારી ટ્રાયલ ચાલી રહી છે. અમે ચાર પ્રકારના વેરિએન્ટ ટેસ્ટ કરી રહ્યાં છે. જે પણ ટાઈપમાં સેફ્ટી અને ઈમ્યુનિટી સૌથી સારી આવશે, તેની પર વેક્સિન ડેવલપ કરાશે. ફેબ્રુઆરી સુધી અમે ચારમાંથી કોઈ એક બેસ્ટ કોમ્બિનેશન પસંદ કરી લેશું. ત્યારપછી ફેઝ-3ની ક્લીનિકલ ટ્રાયલ શરૂ કરીશું. ફેઝ-3માં 12 થી માંડી 80 વર્ષ સુધીના વોલેન્ટિયર્સને સામેલ કરીશું જેથી તમામ માટે વેક્સિન તૈયાર થઈ શકે. જેમાંથી એવા દર્દીઓને પણ સામેલ કરવામાં આવશે, જે પહેલાથી ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહ્યાં છે.

આ યાત્રા કઈ રીતે શરૂ થઈ એના વિશે વાત કરી કે ફેબ્રુઆરી-માર્ચમાં અમે વેક્સિનના શરૂઆતની શોધખોળ કરી હતી અને એપ્રિલથી વેક્સિન ડેવલપમેન્ટ શરૂ થઈ જશે. સામાન્ય રીતે કોઈ વેક્સિનને આ સ્ટેજ સુધી પહોંચવામાં ચાર વર્ષ લાગી જાય છે. પણ કોરોના વેક્સિન એક વર્ષમાં જ આ સ્ટેજ પર પહોંચી ગઈ, કારણ કે કંપનીના તમામ રિસોર્સ આની પાછળ પડી ગયા છે. હાલ બીજા બધા કામ હોલ્ડ પર છે. સરકારનો રિવ્યૂ પણ ઝડપથી થઈ રહ્યો છે.આના પર પેપર વર્કમાં ટાઈમ વેસ્ટ નથી થઈ રહ્યો. વેક્સિન ડેવલપમેન્ટની શરૂઆત વિશે પણ જણાવતા પરાડકરે કહ્યું કે જાન્યુઆરીમાં ચીને જાહેરાત કરી હતી કે એક નવો વાઈરસ આવ્યો છે, જેનું નામ કોરોનાવાઈરસ છે. પછી WHOએ કહ્યું તે, હ્યૂમન-ટૂ-હ્યૂમન ટ્રાન્સમિટ થઈ રહ્યું છે અને આખી દુનિયામાં તેના ફેલાવાની આશંકા છે.

image source

આગળ વાત કરી કે WHOની જાહેરાત થતાની સાથે જ બધાને ખબર પડી ગઈ કે આ ઈન્ફેક્શન મહામારીમાં ફેરવાશે. દરેક પરેશાન હતા, કારણ કે કોઈને પાસે આની સામે લડવા માટે ઈમ્યુનિટી ન હતી. ત્યારે અમે વિચાર્યું કે આ મહામારી સામે બચવાની એક જ રીત છે અને તે વેક્સિન છે. અમારી કંપની છેલ્લા લગભગ 50 વર્ષથી વેક્સિન બનાવી રહી છે. અમે 120 દેશોમાં વેક્સિન વેચીએ છીએ. સરકારી પ્રોગ્રામ માટે અમે પચાસ વર્ષથી વેક્સિન સપ્લાઈ કરી રહ્યાં છીએ. એટલા માટે અમે નિર્ણય કર્યો કે અમે આની વેક્સિન બનાવીશું.

અમે સૌથી પહેલા રિસર્ચ કરીને જોયું કે અમે કેવા પ્રકારની વેક્સિન બનાવી શકીએ છીએ. અમે હેપેટાઈટિસની વેક્સિન બનાવી છે. છેલ્લા પંદર વર્ષોથી આ વેક્સિનને બનાવી રહ્યાં છીએ, જે પુરી રીતે સુરક્ષિત અને પ્રભાવી છે એટલા માટે અમે વિચાર્યું કે, આપણે આજ ટેક્નોલોજીના બેઝ પર કોરોનાવાઈરસની વેક્સિન પણ ડેવલપ કરીશું. ત્યારે બસ હવે દરેક નાગરિકને આશા છે કે વેક્સિન મળે અને લોકો આ કોરોનાની ઝંઝટમાંથી જલ્દી છુટા થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ