કોઈ પણ વ્યક્તિના અંગૂઠાને જોઈને જાણી શકાય છે તેનો સ્વભાવ અને ભવિષ્ય

કહેવાય છે કે વ્યક્તિના સ્વભાવને જાણવા માટે તેનો ચહેરો પૂરતો છે. તે એક અરીસા સમાન છે. તેનાથી વ્યક્તિનો સ્વભાવ જાણી શકાય છે. આવું જ હાથ અને પગની આંગળીઓ અને આકાર સાથે પણ બને છે. આ સાથે જ તમે વ્યક્તિના અંગૂઠાની મદદથી પણ જાણી શકો છો કે જે તે વ્યક્તિનો સ્વભાવ અને તેનું ભવિષ્ય કેવું રહેશે તે વિશે.

image source

જો કોઈ વ્યક્તિની હથેળીમાં અંગૂઠાનો પહેલો ભાગ વધારે લાંબો છે તો વ્યક્તિ ઈચ્છા શક્તિ વાળો હોય ચે. તે કોઈ વ્યક્તિ પર નિર્ભર હોતો નથી.

જો અંગૂઠાનો પહેલો ભાગ હોય તેની પર આડી રેખાઓ છે તો વ્યક્તિ ધનની સાથે સાથે દરેક પ્રકારની સુવિધાઓ પણ મેળવે છે.

image source

હથેળીમાં અંગૂઠાના પહેલા ભાગ પર અનેક ઊભી રેખાઓ છે તો તે વ્યક્તિ પોતાની ઇચ્છા શક્તિ પર ખાસ્સુ પ્રભુત્વ ધરાવે છે. તેમના દિમાગ પણ ખૂબ ફાસ્ટ ચાલે છે.

image source

જેમના અંગૂઠાના પહેલા ભાગ પર ક્રોસનું નિશાન છે તો તેઓ વધારે ખર્ચ કરનારા હોય છે. આ પ્રકારના લોકો વધારે ખર્ચ કરવાની આદતના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરતા રહે છે. અને સાથે જ આ કારણે તેઓ ક્યારેક દુઃખી પણ રહે છે.
જો અંગૂઠાના બીજા ભાગ પર ગોળનું નિશાન જોવા મળી રહ્યું છે તો તે વ્યક્તિ વધારે પડતી ચર્ચા કરનારી હોય છે. જેના કારણે તેને ક્યારેક નુકસાન પણ થતું હોય છે.

image source

અંગૂઠાના વચ્ચેના ભાગ વધારે લાંબો હોય તેવી વ્યક્તિઓની વિચાર શક્તિ અને તર્ક શક્તિ સારી હોય છે. તર્ક શક્તિના કારણે આ લોકોનું મગજ વધારે ફાસ્ટ ચાલે છે. પોતાની બુદ્ધિના બળે તેમને સમાજમાં માન સન્માન મળે છે.

જો કોઈ વ્યક્તિની હથેળીમાં અંગૂઠાના બીજા ભાગ પર 3 ઊભી રેખાઓ હોય છે તો વ્યક્તિની તાર્કિક શક્તિ સારી રહે છે. આથી ઉલટું જો આ જગ્યાએ આડી રેખાઓ હોય છે તો વ્યક્તિ ખોટા તર્ક કરવામાં માહિર હોય છે. તેનાથી તેને અનેક વાર નુકસાન પણ થઈ શકે છે.

image source

જો વ્યક્તિની હથેળીમાં અંગૂઠાના બીજા ભાગ પર ત્રિભૂજ બની રહ્યો છે તો વ્યક્તિની રૂચિ વિજ્ઞાનના ક્ષેત્રમાં વધારે રહે છે.
આ સિવાય જો તમે તમારા અંગૂઠાના અંતિમ ભાગ અને શુક્ર પર્વતની પાસેના ભાગને લાંબો હોય તેવું અનુભવો છો તો વ્યક્તિનો સ્વભાવ આર્કષક હોઈ શકે છે.

image source

તો હવેથી તમે પણ તમારી હથેળીની સાથે સાથે અંગૂઠાને જુઓ અને આ રેખાઓને જાણીને તેની મદદથી તમારું ભવિષ્ય પણ જાણી શકો છો. આ સાથે આ રેખાઓ તમારા સ્વભાવને પણ છતો કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ