થર્ટી ફર્સ્ટની રાત્રે રૂ. 1.78 કરોડની લૂંટ ચલાવીને 3 શખ્સો ફરાર

ચોરીની ઘટના મોટા મોટા શહેરોમાં અવાર નવાર બનતી હોય છે. લાખો અને કરોડોની લૂંટ થતી રહે છે. ત્યારેવ હાલમાં એક લૂંટ ખુબ જ ચર્ચામાં આવી છે. કારણ કે આ લૂંટ પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે થઈ. જેમ કોઈ બોલિવૂડ ફિલ્મમાં આવે કંઈક એ જ રીતે અમદાવાદની આ લૂંટ હતી અને જેની ચર્ચા હવે આખા ગુજરાતમાં થઈ રહી છે. તો આવો વિગતે વાત કરીએ આ લૂંટ વિશે. અમદાવાદમાં 31ની રાત્રે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તે ઉપરાંત રાત્રિ કરફ્યુ હોવાને કારણે પણ પોલીસનું સઘન પેટ્રોલિંગ હતું. તે છતાંય શહેરમાં લૂંટ અને હત્યાના બનાવો બન્યાં છે.

image source

જો આ ઘટના વિશે વિગતે વાત કરીએ તો અમદાવાદના રામોલમાં ફાયરિંગ કરીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. બીજી બાજુ ભુદરપુરામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હોવાની ઘટના પણ સામે આવી છે. શહેરના મેઘાણીનગર વિસ્તારમાં પણ એર કાર્ગો પાસે ત્રણેક લોકો બે કુરિયરવાળાને માર મારી 1.78 કરોડના સોનાના પાર્સલ લૂંટીને ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જ્યારથી આ રીતે લૂંટના અને હત્યાના સમાચાર સામે આવ્યા ત્યારથી શહેરમાં નાઈટ કરફ્યુ અને પોલીસ ચેકિંગ પર સવાલ ઉભા થયા છે. રાતે દરેક જગ્યાએ પોલીસ ચેકિંગ કરતી હોય છે. 30મી અને 31 ડિસેમ્બરના રોજ કડક ચેકિંગના આદેશ છતાં કઈ રીતે લૂંટ થઈ ? મેઘાણીનગર પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થયા છે. જો કે હાલમાં મેઘાણીનગર પોલીસે ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

image source

તો આવો વાત કરીએ કે કોણ આરોપી છે અને કોણ પીડિત છે. પ્રાપ્ય માહિતી અનુસાર સરદાર નગરમાં રહેતા વિદ્યાધર શર્મા મૂળ રાજસ્થાનના વતની છે. તેઓ સુરેશકુમાર ચૌધરી સાથે મળી છેલ્લા બે વર્ષથી જય માતાજી લોજીસ્ટિક અને જય માતાજી એર એમ બે અલગ અલગ કુરિયર કંપનીમાં વેપાર કરી રહ્યા છે. તેમની આ કંપની સોના-ચાંદીના વેપારીઓના પાર્સલ લાવવા-લઈ જવાનું કામ કરે છે. તેઓની સિસ્ટમ કંઈક એવી છે કે, તેમની રાજકોટ વાળી કંપનીના બે પાર્સલો આવે તે અને અમદાવાદની કંપનીના બે પાર્સલો આવે તે ભેગા કરી એરકાર્ગો ખાતે તેઓ લાવે છે અને જે તે જગ્યાએ પાર્સલો મોકલવાના હોય છે.

image source

ઉલ્લેખનીય છે કે આ કંપની થકી તેઓ આ તમામ પાર્સલો આખા ભારત દેશમાં અલગ અલગ જગ્યાએ મોકલતા હોય છે. એ જ અરસામાં ગત 30મીએ અમુક લાખો રૂપિયાના પાર્સલ લઈ તેમનો એક માણસ આવ્યો હતો. ઘટના વિશે વાત કરીએ તો આ પાર્સલ તેઓને દિલ્હી મોકલવાના હોવાથી અડધી રાત્રે તેઓ કાર્ગો તરફ જતા હતા.

image source

ત્યારે કાર્ગો ગેટ થી થોડે જ દૂર કેટલાક લોકો બાઇક પર આવ્યા અને વિદ્યાધર ભાઈ સાથે અન્ય એક વ્યક્તિને દંડા વડે માર માર્યો હતો અને પાર્સલ ભરેલી બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. ત્યારે ત્યાં કાર્ગોની એક કાર આવતા ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. પછીની વાત કરીએ તો લૂંટ કરનાર બાઇક લઈને એર કાર્ગો તરફ અંદરના ભાગે ભાગી ગયા હતા. પૈસાની અને દાગીનાની વાત કરીએ તો એક પાર્સલમાં 34 લાખના દાગીના હતા જ્યારે અન્ય બેગમાં 9 અને સાતેક પાર્સલ હતા. આમ કુલ 1.78 કરોડના દાગીનાના પાર્સલ ત્રણેક શખ્શો લૂંટી જઈને ફરાર થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ