કોરોના વાયરસે અપાવી અનેક લોકોને પ્લેગની યાદ, શું તમને ખબર છે જ્યારે પ્લેગ ફાટી નિકળ્યો ત્યારે સરદારે અમદાવાદ છોડવાનો કર્યો હતો ઇનકાર?

ભારતના “લોખંડી પુરુષ” સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે અમદાવાદ છોડવાનો ઇનકાર કર્યો હતો!

કોરોના મહામારીમાં અમદાવાદના નેતાઓ, અધિકારીઓ ટીવી પર છે અને તબીબો- પેરામેડિકલ્સ સ્ટાફ યુદ્ધના મોરચે છે. કોરોના વાઇરસની મહામારી ફેલાયા બાદ ત્રીજું વિશ્વયુદ્ધ હવે તબીબો, નર્સો અને આરોગ્ય કર્મચારીઓ લડી રહ્યા છે. ત્યારે હોસ્પિટલો એ જ દેવમંદિરોનું સ્થાન લીધું છે. તબીબોએ ઇશ્વરનું સ્થાન લીધું છે અને નર્સો એન્જલ્સ છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં પ્લેગની મહામારી વખતે સરદાર સાહેબે અમદાવાદમાં રહીને કરેલી કામગીરીનો આ ફ્લેશ બેક છે.

નગરનો ચહેરો બદલ્યો

image source

પ્લેગના કારણે શહેરમાં સરદાર સાહેબે કેટલાક જીવદયાપ્રેમીના પ્રચંડ વિરોધ છતાં પ્લેગ માટે જવાબદાર ઉંદરોને મારવાનાં પગલાં ભરવા સૂચના આપી. આવા ગંદા નગરનું સ્વરૂપ બદલવાનું કામ સરદાર સાહેબે ઉપાડી લીધું. એમને લાગ્યું કે આ શહેરનું ટાઉન પ્લાનિંગ કરવું જરૂરી છે. એ પછી જમાલપુર, મણિનગર, કાંકરિયાને વિકસાવવામાં આવ્યું. એક અંગ્રેજ આર્કિટેક્ટ મિરામ્સની મદદથી નદીની પેલે પાર એલિસબ્રિજ વિકસાવવામાં આવ્યો. વિક્ટોરિયા ગાર્ડન પણ સરદાર સાહેબની જ ભેટ છે. અમદાવાદ શહેરમાં મનોરંજનની કોઈ વ્યવસ્થા નહોતી. સરદાર સાહેબના પ્રયાસોથી જ ૧૯૨૭માં અમદાવાદ શહેરમાં રેડિયો સ્ટેશન સ્થાપિત થયું.

ભ્રષ્ટ અધિકારીને કાઢયો

સરદાર સાહેબ ૧૯૧૬માં અમદાવાદ આવ્યા હતા. આમ તો તેઓ વકીલાત કરવા આવ્યા હતા, પરંતુ ૧૯૧૭માં તેઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં જોડાયા હતા. એ વખતે શીલડી નામનો એક અંગ્રેજ મ્યુનિ. કમિશનર હતો. તે તુંડ મિજાજી હતો. તેને સીધો કરવા લોકોના દબાણથી સરદાર સાહેબે અંગ્રેજોના રાજમાં આ અંગ્રેજ મ્યુનિ. કમિશનરનો ભ્રષ્ટાચાર પકડી તેની સામે ઠરાવ કરી શીલડીને મ્યુનિસિપાલિટીમાંથી કાઢી મૂક્યો હતો.

image source

૧૯૨૪ની સાલમાં સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ બન્યા. શહેર એક મોટું ગામડું જ હતું. મકાનોની પરિસ્થિતિ અત્યંત ખરાબ હતી. શહેરમાં ગટર નહોતી. પાણીના નળ નહોતા. કાંકરિયા વિસ્તારમાં તો કોઈ એકલદોકલને લૂંટી લેવાતો. શહેરમાં હજી મોટરોની શરૂઆત થઈ નહોતી. પોળો ગંદી રહેતી. તેથી ઉંદરોનો પણ ત્રાસ હતો. ગંદકીના કારણે શહેરમાં પ્લેગ પણ ફાટી નીકળ્યો હતો.

જ્યારે પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે

image source

પ્લેગના કારણે સંખ્યાબંધ લોકો પોતાનો જીવ બચાવવા અમદાવાદ છોડી બહાર જતા રહ્યા હતાં. અમદાવાદ શહેરમાં પ્લેગ ફાટી નીકળ્યો ત્યારે શહેરની શાળા, કચેરીઓ બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ વલ્લભભાઈ પટેલ ભદ્ર ખાતેના તેમના મકાનમાં જ રહ્યા અને અમદાવાદ છોડીને જવાનો સાફ ઇનકાર કરી દીધો. સ્વચ્છતા જાળવવા અને ગટરો સાફ કરાવવા જાતે જ ઊભા રહી સૂચનાઓ આપતા રહ્યા. પ્લેગવાળા વિસ્તારોમાં જંતુનાશક દવાઓ છંટાવવા લાગ્યા.

વી.એસ હોસ્પિટલમાં યોગદાન

image source

અમદાવાદ શહેરની વી.એસ હોસ્પિટલ ઊભી કરાવવા પાછળ સરદાર સાહેબ એક મોટું પ્રેરક બળ હતા. ૧૯૨૭માં પ્રીતમરાય વ્રજરાય દેસાઈએ પ્રીતમનગરની સ્થાપના કરી, જેને સરદાર સાહેબનો ટેકો મળ્યો. સરદાર સાહેબના પ્રયાસથી આ જ ખુલ્લી જગ્યા પર વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ ઊભી થઈ. વી.એસ.ના એક ફુવારા પર આજે પણ એક તકતી છે, તેમાં લખવામાં આવ્યું છે કે, ‘અહીં કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું.’ વી.એસ હોસ્પિટલ જોયા પછી ગાંધીજીએ લખ્યું હતું કે, ‘સરદાર વલ્લભભાઈ પટેલનો જય હો! આ હોસ્પિટલ જોઈ હું રાજી થયો છું.’

પબ્લિક ટોઇલેટ

image source

જેને આપણે “પબ્લિક ટોઇલેટ સિસ્ટમ” કહીએ છીએ. એની પહેલ સરદાર સાહેબે અમદાવાદમાં કરી હતી. સરદાર સાહેબે જોયું કે, મિલોના મજૂરોની સ્ત્રીઓને ખુલ્લામાં ખાટલાની આડશ મૂકીને નહાવું પડે છે. સરદાર સાહેબે એ જમાનામાં સુધરાઇના ખર્ચે મજૂરોની સ્ત્રીઓ માટે બાથરૂમ તૈયાર કરાવ્યા. મ્યુનિસિપાલિટીએ શાળાઓ શરૂ કરવી જોઈએ તેવો ખ્યાલ સરદારને જ પહેલો આવ્યો. પ્રાથમિક શિક્ષણ મફત હોવું જોઈએ તે વાતનો અમલ પણ તેમણે જ કરાવ્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ