ખાંભી સત્યાગ્રહ ચાલ્યુ હતુ આટલા બધા દિવસ, જાણો ક્યારે થઇ હતી શરૂઆત અને ક્યારે આવ્યો હતો અંત

એક ગરવા ગુજરાતી તરીકે તમારે 226 દિવસ ચાલેલા ખાંભી સત્યાગ્રહ વિષે ચોક્કસ જાણવું જોઈએ, ગુજરાતના સ્થાપના દિવસ નિમિતે જાણો ખાંભી સત્યાગ્રહ સાથે જોડાયેલી મહત્ત્વની વાતો

image source

મહારાષ્ટ્ર ગુજરાતને સંયુક્ત દ્વિભાષી રાજ્ય ઘોષિત કરવાની સાથે જ મહાગુજરાતનાં આંદોલનની શરૂઆત થઈ ગઈ હતી. ગુજરાતીઓને પોતાનું એક ભાષાવાળુ એક રાજ્ય જોઈતું હતું. 1956માં શરૂ થયેલું મહાગુજરાત આંદોલન પહેલી મે 1960 સુધી જ્યાં સુધી સ્વતંત્ર ગુજરાત રાજ્યની સ્થાપના ન થઈ ત્યાં સુધી ચાલ્યું હતું.

image source

આજે પહેલી મેના રોજ ગુજરાતનો 60મો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે, તે સમે અમે તમને ગુજરાતના ખાંભી સત્યાગ્રહ વિષેની કેટલીક વાતો જણાવવા જઈ રહ્યા છે જેને એક ગુજરાતી તરીકે જાણવી જરૂરી છે. હાલ લાલદરવાજા સ્થળ પાસે 1956માં તત્કાલીન કોંગ્રેસભવન રાખવામાં આવેલું જ્યાં ગુજરાતના વિદ્યાર્થીઓેએ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. વિદ્યાર્થીઓ તરફથી કોઈ જ હિંસા આચરવામાં નહોતી આવી પણ અચાનક ત્યાં પોલીસ દ્વારા ગોળીબાર શરૂ કરવામાં આવ્યો. અને પછી આ આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું. આ ઘટનામાં કેટલાએ યુવાનો શહીદ થઈ ગયા. જેમનું સ્મારક બનાવવા માટે પણ એક આંદોલન ચલાવવામાં આવ્યું હતું. અને છેવટે તે સ્મારક બનાવવું જ પડ્યું.

આ સ્મારકને ખાંભી સ્મારક કહેવામાં આવે છે. અને તેને બનાવવા માટે ચલાવવામાં આવેલા આંદોલનને ખાંભી સત્યાગ્રહ કહેવામાં આવે છે. જેના માટે 1958માં 226 દિવસ સુધી સત્યાગ્રહ ચલાવવામાં આવ્યો હતો. જે વિષે કેટલીક રોચક વાતો જાણવા મળી છે. સૌ પ્રથમ તો એ જાણીએ કે ખાંભી સત્યાગ્રહની શરૂઆત કેવી રીતે થઈ.

image source

ખાંભી સત્યાગ્રહની શરૂઆત

1956માં ગુજરાતીઓએ સ્વતંત્ર ગુજરાત રાજ્યની માગણી કરી અને તેના માટે અમદાવાદ ખાતે આવેલા કોંગ્રેસના તત્કાલીન ભવન ખાતે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રદર્શન શરૂ કર્યું અને પોતાની માગણીઓ રજૂ કરી. થોડા દિવસ સુધી આ આંદોલન શાંતિપૂર્ણ રીતે ચાલ્યું પણ ત્યાર બાદ અચાનક એક દિવસ પ્રદર્શનકારી પર ગોળીબાર કરવામાં આવ્યા. પણ આંદોલનકારીઓ કંઈ સમજે તે પહેલાં જ તેમાંના એક બનાસકાંઠાના પૂનમચંદ નામના વિદ્યાર્થીને ગોળી વાગી અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા. તેમની સાથે સાથે જ અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થિક કૌશિક ઇન્દુલાલ, વ્યાસ, બીજા એક મુસ્લિમ યુવાન અબ્દુલ પીરભાઈ, ઠાકર્સ હાઇસ્કૂલમાં ભણતા એક વિદ્યાર્થિ કૌશિક ઇન્દુલાલ વ્યાસ પણ આ ગોળીબારમાં શહીદ થઈ ગયા. અને તેમની જ યાદમાં આ શહિદો માટે સ્મારક બનાવવાની માગણી વિદ્યાર્થીઓ તરફથી ઉઠાવવામાં આવી.

છેવટે શહીદ સ્મારક બનાવવાની જાહેરાત કરવમાં આવી

image source

1956માં શહેર જનતા પરિષદના મંત્રી કિલાભાઈ પટેલ દ્વારા શહીદ થઈ ગયેલા વિદ્યાર્થીઓની યાદમાં સ્મારક બનાવવાની જાહેરાત કરવામાં આવી. પણ ત્યાર બાદ કોઈ જ હિંસા કે હોબાળો ન મચે તે માટે પોલીસને સાવચેત રાખવામાં આવી. અને 8મી ઓગસ્ટ 1958ના રોજ ઇન્દુચાચા એટલે કે આપણા ઇન્દુલાલ યાજ્ઞિકે એક ખાંભી મૂકીને શહીદ સ્મારકની સ્થાપના કરી અને તેને ધ્યાનમાં રાખીને લાલ દરવાજા ખાતે જાહેરસભાનું આયોજન પણ કરવામા આવ્યું. પણ આંદોલનકારીઓને હજુ પણ ચિંતા સતાવી રહી હતી કે આ શહીદ સ્મારક પર મુકાયેલી ખાંભીને ક્યાંક પોલીસ ઉઠાવી ના લે તે માટે આંદોલનકારીઓમાંના કેટલાક તે ખાંભીનું ધ્યાન રાખવા માટે 24 કલાક ત્યાં પહેરો આપતા હાજર રહ્યા.

image source

12મી ઓગસ્ટ 1958ના રોજ પોલીસને સ્મારક પર મુકવામાં આવેલી ખાંભી તેમજ તેની રખેવાળી કરતા આંદોલનકારીઓ વિષે જાણ થઈ અને તે વિષે શહેરમાં પડઘા પણ પડવા લાગ્યા અને શહેરમાં તોફાનો ફાટી નીકળ્યા અને બપોર થતાં જ કર્ફ્યૂ જાહેર કરી દેવામાં આવ્યો. અને સ્મારકના સ્થળે જાપતો મુકી દેવામાં આવ્યો. તેમ છતાં વિદ્યાર્થીઓ હાર માને તેમ નહોતા રોજ સવારે વિદ્યાર્થીઓની એક ટોળકી ખાંભી લઈને નીકળતી પણ ત્યાં હાજર પોલીસ તેમની ધરપકડ કરી લેતા. અને આમ સતત 226 દિવસ સુધી વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો. અને છેવટે ખાંભી સ્મારકનું નિર્માણ થયું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ