ઋષિ કપૂરે અંતિમ શ્વાસ સુધી પોતાની આગવી અદાઓથી હોસ્પિટલમાં ડોક્ટર્સ અને મેડિકલ સ્ટાફને કરી દીધા હતા એકદમ ખુશ-ખુશ

“એવરગ્રીન પર્સનાલિટી” રિશી કપૂરે અંતિમ શ્વાસ સુધી પણ પોતાની અદાઓથી હોસ્પિટલમાં ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફનું મનોરંજન કર્યું હતું!

ગયા ગુરુવારે (૨૩ એપ્રિલ) ઋષિ કપૂરની તબિયત સારી નહોતી. તેમને એડમિટ કરવામાં આવ્યા હતાં. પરંતુ ચાર કલાક બાદ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યા હતાં. હોસ્પિટલ માટે મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ પાસ પણ રિલીઝ કર્યો હતો. તેમનો મેડિકલ રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા હેલ્થ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યો હતો.

image source

67 વર્ષીય ઋષિ કપૂરનું 30 એપ્રિલે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેન હોસ્પિટલમાં નિધન થયું ગયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. પરિવાર તરફથી શોક સંદેશ જાહેર કરવામાં આવ્યો હતો. અંતિમ સમય સુધી તેમણે ડોક્ટર્સ તથા મેડિકલ સ્ટાફનું મનોરંજન કર્યું હતું. તેમણે ભારત તથા ન્યૂ યોર્કમાં સારવાર કરાવી અને તેમણે આ મનભરીને જીવન જીવ્યું હતું.

image source

કપૂર પરિવાર તરફથી જાહેર કરવામાં આવેલા શોક સંદેશમાં કહેવામાં આવ્યું છે, લ્યૂકેમિયા સામેની બે વર્ષની લડાઈ બાદ આજે ૮.૪૫ વાગે અમારા પ્રિય ઋષિનું નિધન થયું. તેઓ જિંદાદિલ હતાં. બે દેશોમાં બે વર્ષની સારવાર બાદ પણ તેઓ પૂરી દ્રઢ ઈચ્છાશક્તિ સાથે જીવન જીવતા રહ્યાં.

image source

ઋષિ કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે ૨૯ એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું. ઋષિ કપૂરએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં.

image source

કેન્સર દરમિયાન ઋષિ કપૂરનું ફોકસ હંમેશાં પરિવાર, મિત્ર, ભોજન તથા ફિલ્મ પર જ રહ્યું. આ સમય દરમિયાન તેમને મળવા આવનાર દરેક વ્યક્તિ એ વાતથી હેરાન હતી કે તેમણે પોતાની બીમારી દરમિયાન કેવી રીતે પરિવાર, મિત્રો, ભોજન તથા ફિલ્મથી પોતાની જાતને દૂર થવા દીધી નથી. તેઓ પોતાના વિશ્વભરના ચાહકોના પ્રેમ માટે આભારી હતાં. ઋષિ કપૂરના કેન્સર થયું હોવાની જાણ થઈ ત્યારે નીતુ સિંહેએ કહ્યું હતું કે તેમની પહેલી પ્રતિક્રિયા ઘણી જ ખરાબ હતી. તેઓ ભાંગી પડ્યાં હતાં. તેમના બંને બાળકો પણ ભાંગી પડ્યાં હતાં. તેમને ખ્યાલ જ નહોતો કે શું કરવું. જોકે, પછી તેમણે વિચાર્યું કે આનો સામનો કરવો પડશે.

image source

ઋષિ કપૂરએ શરૂઆતના ચાર-પાંચ મહિના બીમારી હોવાનો સ્વીકાર જ ના કર્યો. બીમારીના પાંચ-છ મહિના બાદ ઋષિએ પોતાને કેન્સર છે, તે વાતનો સ્વીકાર કર્યો હતો અને મક્કતાથી આ લડાઈ લડ્યાં હતાં. વિશ્વભરના ચાહકો તેમને પ્રેમ કરે છે. આજે જ્યારે તેઓ હયાત નથી ત્યારે ચાહકો સહિત તમામને ખ્યાલ છે કે તેઓ તેમના હાસ્યને કારણે તમામના મનમાં કાયમને માટે જીવંત રહેશે. તેમના જવાથી ખોટ પડી છે. તેઓએ પોતાની કલાથી હોસ્પિટલના પૂરા સ્ટાફને પણ મનોરંજન આપીને સાબિત કરી દીધુ કે તેઓ કોઇપણ પરિસ્થિતિમાં “એવરગ્રીન પર્સન” હતાં.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ