સપના ચૌધરીએ કરી એક્ટિંગ દયાબેનની, જુઓ વિડીઓ સપના દયાબેન બને તો કેમનું રહે?

છેલ્લા ઘણા સમયથી તારક મહેતા ક ઉલટા ચશ્મા સીરીયલના ચાહકો એ સીરીયલમાં દયા બહેન એટલે કે દિશા વાંકાણીની પરત આવવાની રાહ જોઈ રહ્યા કે આના માટે આસીરીયલના મેકર્સે ઘણા પ્રયત્ન કર્યા કે દિશા સીરીયલમાં પરત આવી જાય પણ હજી પણ દિશા તરફથી કોઈ જવાબ મળતો નથી.

પણ હમણાં થોડા સમય પહેલા બિગબોસ ૧૧ ફેમ સપના ચોધરી કે જે અવાર નવાર પોતાના અનેક વિડીઓ સોશિયલ મીડિયામાં મુકીને તેના ચાહકોને બતાવતી હોય છે. તેણે હમણાંથોડા સમય પહેલા એક વિડીયો પોતાના ઈન્સ્ટાગ્રામમાં મુક્યો છે જેમાં તે દયાબેનના અમુક શબ્દો બોલીને દયા ભાભી જેવી એક્ટિંગ કરી રહી છે. આ વિડીયોમાં તે દયાબેન બની છે.

આ વિડીયોમાં તે દયાબેન જેવા જ ડાઈલોગ પર બોલતી દેખાઈ રહી છે, તેના આ વિડીયોને લોકો ઘણા પસંદ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે હમણાં સપના ચોધરીની ફિલ્મ દોસ્તીકે સાઈડ ઈફેક્ટ રીલીઝ થઇ હતી પણ તે ફિલ્મ લોકોને એટલી બધી પસંદ આવી હતી નહિ.

આ ફિલ્મમાં અસફળ થવા છતાં પણ તે પોતાના સોશિયલ મીડિયા પર મુકેલા વિડીઓ દ્વારા લોકોમાં સતત પ્રસંશાના પાતર બની રહી છે. અહિયાં તમે તેનો દયાબેન વાળો વિડીયોજોઈ શકો છો.

દયા બેનની સાથે સાથે બીજા એવા ઘણાબધા કલાકાર છે જેમણે અચાનક શો છોડી દીધો હતો આવો તમને જણાવીએ કેટલાક રસપ્રદ કલાકાર વિષે.

અનુપ સોની – સોની ચેનલ પર પ્રસારિત થવાવાળો શો ક્રાઈમ પેટ્રોલમાં સતત ૮ વર્ષથી કામ કરી રહેલ અનુપ સોની એ અચાનક શો છોડી દીધો હતો. તેમનું કહેવું હતું કે હું મારીઅંદરના અભિનેતાને મારી શકતો નથી.

ઋષિ દેવ – યે રિશ્તા ક્યા કહેલાતા હૈ સીરીયલમાં નક્ષની ભૂમિકા ભજવનાર ઋષિ દેવએ હમણાંથી અચાનક શોમાંથી ગાયબ થઇ ગયા છે.

અનુ મલિક – યૌન શોષણના આરોપ પછી સિંગિંગ રીયાલીટી શો ઇન્ડિયન આઈડલ ૧૦ માંથી સંગીત અને મ્યુઝીક કમ્પોઝર અનુ મલિક જુદા થઇ ગયા હતા.

ગરિમા – ટીવીની પ્રખ્યાત સીરીયલ નિમકી મુખિયામાં નિમકીની સાસુનો રોલ કરનાર ગરિમા એ આ સીરીયલને અધવચ્ચે જ છોડીને ચાલી ગયો હતો.

દ્રષ્ટિ ધામી – ટીવીની ફેમસ સીરીયલ સિલસિલા બદલતે રિશ્તો ક માં દ્રષ્ટી ધામીએ સીરીયલ થોડા વર્ષ આગળ ચાલી જવાને કારણે આ સીરીયલને વચ્ચે જ છોડી દિધી હતી.

સુરભી ચંદના – ઈશ્કબાઝની અનિકા એટલે કે સુરભીએ પણ અચાનક સીરીયલ છોડી દેતા સીરીયલના ચાલકોને જટકો લાગ્યો હતો.

મેઘના મલિક – આ અભિનેત્રી લાડો સીરીયલનો એક મહત્વનો ભાગ રહી છે. પણ હવે લાડો ૨ માં તે પોતાના પાત્રને લઈને ખુશ હતી નહિ એટલે તેણે આ શો છોડી દિધો હતો.

કોમેન્ટમાં જણાવો, તારક મહેતાક ઉલટા ચશ્માં સીરીયલમાં દિશાની જગ્યાએ કોણ દયાબેન બનીને આવે તો તમે વધુ પસંદ કરશો કે પછી દિશા જ બરોબર છે ?