લગ્ન બાદ પરત ફરેલી નુસરત જહાંનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, શપત ગ્રહણ પહેલાં સ્પીકરના ચરણ સ્પર્શ કર્યા

પશ્ચિમ બંગાલના બશીરઘાટ થી તૃણમુલ કોંગ્રેસની સાંસદ અને અભિનેત્રી નુસરત જહાં એ તાજેતરમાં જ બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. બન્ને એ ટર્કીના બોડરમ સિટીમાં લગ્ન કર્યા.

બન્નેના લગ્નના ફોટો સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by lover of yash mimi (@yash_mimi_simran) on


લગ્ન બાદ હવે બન્ને પરત ભારત પરત આવી ગયા છે. એરપોર્ટ પર બન્નેનું ભવ્ય સ્વાગત થયુ.

નુસરત અને નિખિલના વિવાહ બાદ ૫ જુલાઈના રોજ રિસેપ્શન ની વ્યવસ્થા કરવામાં આવી છે. નુસરત તૃણમુલ કોંગ્રેસની સાંસદ છે, એવામાં રાજનિતીક જગતના દિગ્ગજોનું આવવાનું પણ નક્કી માનવામાં આવી રહ્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Tolly Planet Bangla (@tollyplanetbangla) on


જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા નુસરતે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે હું ફિલ્મી કરિયરને બ્રેક આપવા નથી જઈ રહી. હું હવે કદાચ એકવારમાં એક પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરીશ અને વર્ષમાં એક જ ફિલ્મ પર કામ કરીશ. મારે પોતાના ક્ષેત્ર ના લોકોનું કામ પણ કરવુ છે. તુર્કીના બોડરમ શહેરમાં બાંગ્લા સિને અભિનેત્રી અને નવનિર્વાચિત તૃણમુલ સાંસદ નુસરત જહાંએ પોતાના પ્રેમની અને કોલકાતા ના પ્રસિદ્ધ કપડાના વેપારી નિખિલ જૈન સાથે સાત ફેરા લઈ વિવાહના બંધનમાં બંધાઈ ગઈ. લગ્ન હિંદુ રીતિ રિવાજથી થયા.

 

View this post on Instagram

 

A post shared by Deepveer (@deepikapadukone_3764) on


અહી, વિવાહમાં શામેલ થવા માટે પહેલા જ બન્નેનાં સગાંસંબંધી સહિત નજીકના મિત્રો તુર્કીના દક્ષિણી એજિયન તટ પર સ્થિત મુગલા પ્રાંતના પોર્ટ ટાઉન પહોચી ગયા હતા. ફેરા દરમિયાન નુસરતે વિશેષ રુપથી ફેશન ગુરુ સબ્યસાચી મુખર્જી દ્વારા ડિઝાઈન કરાયેલો લેંઘો પહેરી રાખ્યો હતો તો નિખિલ પણ શેરવાનીમાં નજર આવ્યા.

નુસરતની ખાસ મિત્ર અને સાંસદ મીમી ચક્રવર્તી આ લગ્ન ની ખાસ મહેમાન રહી. નિખિલ કોલકાતાના એક કાપડ ઉધોગપતિ છે, જેની વસ્ત્ર શ્રુંખલાઓમાં અવારનવાર નુસરત નજર આવતી રહે છે. સુત્રોનું માનીએ તો આ બન્નોનો પરિચય ગત વર્ષે જ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by 🇹🇭Indian Films Thailand Fc. 🇮🇳 (@indfilms_thailand) on


નુસરત જહાં એ વર્ષ ૨૦૧૦ માં બ્યૂટી કોન્ટેસ્ટ જીતી પોતાના મોડલીંગ કરિયરની શરૂઆત કરી હતી. હવે તે રાજનિતીમાં પ્રવેશ કરી ચૂકી છે. નુસરત તૃણમુલ કોંગ્રેસની ટીકીટ પર પશ્ચિમ બંગાલના બશીરઘાટ થી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી. નુસરતે ભાજપ ના ઉમેદવાર સાયંતન બસુ ને સાડા ત્રણ લાખથી વધારે મતો થી હરાવ્યા હતા. નુસરતને કુલ ૭,૮૨,૦૭૮ વોટ મળ્યા હતા. આ વોટ કુલ વોટિંગ ટકાવારીના ૫૬ ટકા હતા. ભાજપના પ્રત્યાશી સાંયતન બસુ ને ૪,૩૧,૭૦૯ વોટ મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by lover of yash mimi (@yash_mimi_simran) on


“નુસરત જહાં ની જીવની”

નુસરત જહાં એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. આ બંગાલી ફિલ્મોમાં પોતાના કામ માટે ઓળખાય છે. તેણે ૨૦૧૦માં “ફેયર વન મિસ કોલકાતા” નો ખિતાબ જીત્યો. તેમણે પોતાના અભિનય કરિયરની શરૂઆત રાજ ચક્રવર્તી ની બંગાલી ફિલ્મ “શોટ્રૂ” થી કરી હતી.

ત્યારબાદ, તેમણે ઘણી બંગાલી ફિલ્મોમાં અભિનય કર્યો જેમ કે ખોખા ૪૨૦, યોધ્ધા:ધ વારિયર, પાવર, અમી જે કે તોમર,નકાબ અને અન્ય. ૨૦૧૯ માં, તે રાજનિતીમાં શામેલ થઈ અને તેમણે તૃણમુલ કોંગ્રેસ ના ઉમેદવારના રુપમાં બશીરહાટ થી ચૂંટણી લડી. તે બશીરહાટની નિર્વાચિત સાંસદ છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on


અંગત જીવન

નુસરત જહાં નો જન્મ ૮ જાન્યુઆરી ૧૯૯૦ એ કોલકાતા પશ્ચિમ બંગાલમાં થયો હતો. અમારા પાસે તેના પરિવારની વધારે જાણકારી નથી અમને પ્રાપ્‍ત થવા પર જલ્દી જ અપડેટ કરીશુ. નુસરતની બે બહેનો છે. નુસરતે પોતાની શરૂઆતની શિક્ષા ઓવર લેડી ક્વિન ઓફ ધ મિશંસ સ્કુિલ, કોલકાતા થી કરી. ત્યારબાદ, તેમણે ભવાનીપુર વિશ્વવિદ્યાલય, કોલકાતા થી સ્નાતક કર્યુ.

જો વાત કરીએ નુસરત જહાં ની લવ લાઈફની તો તેમણે નિખિલ જૈન સાથે લગ્ન કર્યા છે. નિખિલ જૈન વેપ‍ારી છે.

 

View this post on Instagram

 

A post shared by Nusrat (@nusratchirps) on


કરિયર

તેમણે પોતાના કરિયરની શરૂઆત એક મોડલના રુપમા કરી હતી. ૨૦૧૦માં, તેમણે બ્યુટી કોન્ટેસ્ટ ફેયર વન મિસ કોલકાતા જીત્યો હતો. ૨૦૧૧ માં, તેમણે રાજ ચક્રવર્તી ની બંગાલી ફિલ્મ શોટ્રૂ થી ટોલીવુડમાં ડેબ્યૂ કર્યુ. ત્યારબાદ, તે ઘણી બંગાલી ફિલ્મ માં નજર આવી જેમ કે ખોખા ૪૨૦, ખિલાડી, એક્શન, યોધ્ધા:ધ વારિયર, જમાઈ ૪૨૦, પોવર, કોલોર કિર્તી, લવ એક્સપ્રેસ, જુલ્ફિકાર, હરિપદ બંધવાલા, ઉમા અને નકાબ.

 

View this post on Instagram

 

A post shared by Chaitanya Bharat News (@chaitanya_bharat_news) on


રાજનિતીક કરિયર

૨૦૧૯માં, તે રાજનિતીમાં શામેલ થઇ. પશ્ચિમ બંગાલની મુખ્યમંત્રી અને તૃણમુલ પાર્ટીની અધ્યક્ષ મમતા બેનર્જી એ ઘોષણા કરી કે નુસરત જહાં બશીરહાટ લોકસભા નિર્વાચન ક્ષેત્ર થી આગામી ૨૦૧૯ની ચૂંટણી લડશે. નુસરત ત્યાં ભાજપના પ્રત્યાશી સાયંતન બસુને વિરુદ્ધ ઉભી રહી અને ૩.૫ લાખ મતના અંતર થી વિજેતા બની.

એવોર્ડ

તેમણે ફિલ્મ ‘જમાઈ ૪૨૦’ માટે સ્ટાર જલશા પોરીબાર પુરસ્કાર જીત્યો.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ