કુદરતી કાંતિવાન ચહેરા માટે આ ત્રણમાંથી કોઈ પણ ઉપાય અજમાવો, ચોક્કસ ત્વચામાં ફરક જોવા મળશે

તમારા ચહેરાને કૂદરતી રીતે જ ચમકિલો બનાવો આ સરળ ઉપાયથી

દરેક સ્ત્રી બીજી સ્ત્રી કરતાં સુંદર દેખાવા માગતી હોય છે, ચમકતી, કાંતિવાન ત્વચા એ દરેક સ્ત્રીની ઇચ્છા હોય છે. જેમ જેમ તમારી ત્વચા પ્રદૂષણ, ગંદકી, ધૂળ વિગેરેના સંપર્કમાં આવે છે તેમ તેમ તે ઝાંખી બનતી જાય છે. ત્વચાની સમસ્યાઓ સાથે જોડાયેલા અન્ય કારણોમાં, અનિયમિત જીવનશૈલી, ખાવાની કુટેવો, શરીરમાં પાણીનું અપૂરતું પ્રમાણ, બદલાતું હવામાન, નુકસાનકારક પારજાંબલી કીરણો વિગેરે.

આ બધી જ બાબતો ત્વચા પર ઉંડી અસર કરે છે. અને તેનાથી દૂર રહેવા માટે તમારે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ તમારા ચહેરાને શાઇની બનાવવા માટે કરવો જોઈએ. જોકે બહારથી ત્વચાને સુંદર કરતાં પહેલાં શરીરને અંદરથી સ્વસ્થ બનાવવું ખુબ જરૂરી છે. તેના માટે સૌ પ્રથમ તો તમારે તમારા શરીરને પુરતા પ્રમાણમાં પાણી પહોંચાડવું પડે જેની થોડા જ દીવસોમાં તમારી ત્વચા પર અસર દેખાવા લાગશે.

ત્વચા માટે ભીનાશ એટલે કે ભેજ એ ખુબ જ જરૂરી બાબત છે અને તેને પ્રવાહી દ્વારા જ પૂરી કરી શકાય છે. જેના માટે તમારે દીવસ દરમિયાન 8 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. અને જો પાણી ન ભાવતું હોય તો તમે તમારા મનપસંદ જ્યુસ પણ પી શકો ચો જેમાં સી વિટામીનથી ભરપૂર સાઇટ્રસ ફ્રૂટ જ્યુસ પીવાથી ત્વચાને કુદરતી તેજ મળે છે.

બેસન – ચણાનો લોટ – અરધી ચમચી ચણાનો લોટ લો, તેમાં ચપટી હળદર અને એક ટી-સ્પૂન લીંબુનો રસ ઉમેરો. તેને બરાબર મિક્સ કરો. હવે, આ મિશ્રણને તમારા ચહેરા પર 15 મિનિટ માટે લગાવી રાખો, ત્યાર બાદ તેને પાણી વડે ધોઈ નાખવું. તમને તરત જ ફરક જોવા મળશે. તમે ઈચ્છો તો અઠવાડિયામાં બેથી વધારે દિવસે પણ આ પ્રયોગ કરી શકો.

સંતરાની છાલનો પાવડર – સંતરાની છાલનો પાવડર અરધી ચમચી લો. તમને આ પાવડર બજારમાંથી પણ મળી રહેશે અને તમે તેને ઘરે સંતરાની છાલ સુકવીને પણ બનાવી શકો છો. તેમાં અરધી ચમચી દહીં. અને અરધી ચમચી ગુલાબજળ ઉમેરી તેનું યોગ્ય મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણને તમારી ત્વચા પર 15-20 મિનિટ માટે લગાવી રાખો. ત્યાર બાદ તમારો ચહેરો પાણી વડે ધોઈ લો.

ચંદનનો ઉપયોગ કરો – અરધી ચમચી મધ, અરધી ચમચી ચંદનના લાકડાંનો પાવડર લો, તેમાં અરધી ચમચી દહીં ઉમેરો. આ બધી જ સામગ્રીને બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને તમારા ચહેરા પર અરધો કલાક સુધી લગાવી રાખો. ત્યાર બાદ તેને પાણીથી ધોઈ લો. તમને તરત જ તમારા ચહેરામાં ફરક જોવા મળશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ