કેસરના છે અનેક ફાયદાઓ, જાણો કેવી રીતે કરે છે અનેક બીમારીઓને દૂર

કેસરની ગણતરી દુનિયાના સૌથી મોંઘા મસાલામાં કરવામાં આવે છે.

image source

કેસરનો આકર્ષક રંગ અને સુગંધ એને બધાથી અલગ બનાવે છે. કેસરનો ઉપયોગ દૂધ કે દૂધથી બનતા પકવાનોમાં વધારે કરવામાં આવે છે. આપ જાણીને હેરાન રહી જશો કે કેસરના જાયકા સિવાય કેસર પોતાના ઔષધીય ગુણો માટે પણ જાણીતું છે.

આજે આ લેખમાં અમે આપને કેસર વિષે પૂરી જાણકારી આપવાનો પ્રયત્ન કરીશું. જેનાથી આપને કેસરના સ્વાસ્થ્ય માટેના લાભ પણ જણાવીશું.

કેસર શું છે?

image source

કેસર એક લોકપ્રિય મસાલો છે, જેને ક્રોકસ સૈટાઈવસ નામના ફૂલ માંથી કાઢવામાં આવે છે. કેસરનું વૈજ્ઞાનિક નામ પણ ક્રોકસ સૈટાઈવસ છે અને કેસરનો ઉપયોગ એક મસાલા અને કલર એજન્ટ તરીકે પણ કરવામાં આવે છે.

કેસર જોવામાં નાના નાના ધાગા જેવું હોય છે. ભારતની અલગ અલગ ભાષાઓમાં કેસરને અલગ અલગ નામથી જાણવામાં આવે છે, જેમ કે હિન્દીમાં કેસર, બંગાળીમાં જાફરાન, તમિલમાં કુમકુમાપુ, તેલુગુમાં કુમકુમા પુબ્બા અને અરબી ભાષામાં જાફરાન વગેરે.

image source

કેસરના ઇતિહાસને લઈને જાણકારોનું માનવું છે કે કેસર સૌથી પહેલા પર્શિયા કે તેની આસપાસ ઉગાડવામાં આવ્યું હતું. ધીરે ધીરે કેસરની લોકપ્રિયતા વધી અને કેસર ઉત્તર અમેરિકા, ઉત્તર આફ્રિકા અને ઓશનિયા જેવા દેશોમાં પહોંચી જાય છે.

કેસરના ફૂલનો રંગ રીંગણી હોય છે અને કેસરની સુગંધ કેટલીક મધ જેવી હોય છે. કેસરનો છોડ ૨૦-૩૦ સેમી ઊચાઇ સુધી વધે છે. આ છોડ પોતાના ફૂલોની સાથે ઓકટોબર અને ફેબ્રુઆરીની વચ્ચે વિકસિત થાય છે.

image source

કેસર એક ગુણકારી ખાધ્ય પદાર્થ છે, જે આપના સંપૂર્ણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું કામ કરે છે. કેસર કેટલાક ખાસ પ્રકારના પોષકતત્વોથી ભરપૂર હોય છે. જેવા કે ફાઈબર, મેંગેનીજ, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન, વિટામિન એ વગેરે પોષકતત્વો રહેલઆ હોય છે. કેસરમાં રહેલ ફાઈબર પેટને લગતી તકલીફો જેવી કે અપચો, કબ્જ, ગેસ અને જાડાપણાથી છુટકારો અપાવવાનું કામ કરી શકે છે.

image source

તેમજ કેસરમાં રહેલ વિટામિન સી ત્વચામાં કોલેજનને વધારે છે અને ત્વચાને એંટી એજિંગના પ્રભાવથી મુક્ત રાખવાનું કામ કરે છે. જ્યારે કેસરમાં રહેલ પોટેશિયમ શરીરમાં તરલતાનું સંતુલન બનાવી રાખવામાં મદદ કરે છે. જ્યારે કેસરમાં રહેલ આયર્ન શરીરમાં લાલ રક્ત કોશિકાઓના નિર્માણ કરવામાં મદદ કરીને એનીમિયાથી છુટકારો અપાવવાનું કામ કરે છે.

હવે આગળ જાણીશું કેસરમાં રહેલ પોષકતત્વો કેટલા પ્રકારની શારીરિક તકલીફોને ઘટાડવાનું કામ કરે છે.

image source

કેસરના ગુણ જાણ્યા પછી હવે કેસરથી શરીરને મળતા ફાયદાઓ વિષે જાણીશું

કેસરના ફાયદા:

જેમ ઉપર જણાવ્યું તેમ કેસર એક ગુણકારી ખાધ્ય પદાર્થ છે, જે શરીરને વિભિન્ન રીતે ફાયદા પહોંચાડી શકે છે. આંતરિક સ્વાસ્થ્યથી લઈને આપ ત્વચા અને વાળ માટે કેસરનો ઉપયોગ કરી શકો છો. જેના વિષે હવે જાણીશું.:

સ્વાસ્થ્ય માટે કેસરના ફાયદા:

૧.કેન્સરને રોકવા માટે:

image source

કેન્સર જેવી ઘાતક બીમારીની સામે કેસરના ફાયદા જોવા મળ્યા છે, કેસરમાં એંટીકેન્સર ગુણ જોવા મળે છે. એક વૈજ્ઞાનિક શોધ મુજબ કેસરમાં રહેલ ક્રોસીં, કોલોરેકટલ કેન્સર કોશિકાઓને વધતી રોકી શકે છે. આ સિવાય કેસર પ્રોસ્ટેટ કેન્સર અને સ્કીન કેન્સર પર પણ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

ક્રોસીન સિવાય કેસરમાં કૈરોટેનોઈડ્સ નામનું તત્વ પણ મળી આવે છે, જેમાં એંટી કેન્સર ગુણ જોવા મળ્યા છે. એક અન્ય વૈજ્ઞાનિક શોધ મુજબ કેસરમાં રહેલ ક્રોસેટિનીક એસિડમાં અગ્નાશયના કેન્સરને પણ રોકવાનું કામ કરી શકે છે.

૨.સંધિવાનો ઈલાજ:

image source

આર્થરાઈટિસ જેવા હાડકાના રોગો માટે કેસર ખાવાના ફાયદા જોઈ શકાય છે. કેસરમાં ક્રોસેટીન નામનું એક ખાસ તત્વથી સમૃધ્ધ હોય છે, જે સંધિવાના ઇલાજમાં મદદ કરી શકે છે.

૩. આંખોની રોશની સુધારવામાં:

કેસરના ફેડમાં આંખોની રોશનીમાં સુધાર થવું પણ સામેલ છે. કેસર એંટીઓક્સિડન્ટ ગુણોથી સમૃધ્ધ હોય છે, જે એએમડી(વધતી ઉમરથી જોડાયેલ નેત્ર રોગ)પર પ્રભાવક અસર જોવા મળી શકે છે. આ સિવાય કેસરમાં રહેલ એંટીઈફલેમેટ્રી ગુણ રેતીના સ્ટ્રેસથી છુટકારો અપાવવાનું પણ કામ કરી શકે છે.

image source

સિડની વિશ્વ વિધ્યાલયની એક શોધ મુજબ, વૃધ્ધ વ્યતિઓની દ્રષ્ટિમાં સુધાર લાવવા માટે કેસર પ્રભાવી સાબિત થયું છે. પરીક્ષણમાં જોવા મળ્યું છે કે કેસરની ગોળીયો લીધા પછી દર્દીઓની દ્રષ્ટિમાં સુધારો જોવા મળ્યો છે. શોધમાં એ વાત પણ ખબર પડી છે કે રેટીનાઈટિસ પિગમેંટોસા જેવી વારસાગત નેત્ર રોગના ઇલાજમાં પણ કેસર સક્ષમ છે, જે યુવાઓમાં કાયમી આંધળાપણાનું કારણ બની છે.

૪. અનિદ્રા:

image source

કેસરના ગુણમાં અનિદ્રાથી છુટકારો પણ સામેલ છે. કેસર યુવાનોમાં અવસાદ(ડિપ્રેશન)ને ઓછું કરી શકે છે, જેનાથી એક સારી ઊંઘ લેવામાં મદદ મળી શકે છે. આ સિવાય કેસર ક્લિનિકલ ડિપ્રેશન જેવી માનસિક સ્થિતિ પર પણ સકારાત્મક પ્રભાવ પાડી શકે છે.

એક વૈજ્ઞાનિક શોધ મુજબ કેસરમાં રહેલ ક્રોસીન ઊંઘને વધારવાનું કામ કરી શકે છે.

૫. મસ્તિષ્ક સ્વાસ્થ્ય:

image source

મસ્તિષ્કના સ્વાસ્થ્ય માટે પણ કેસર ખાવાના ફાયદા જોઈ શકાય છે. વૈજ્ઞાનિક શોધ મુજબ એક દિવસમાં ૩૦ mg કેસરના સેવન કરવાથી અલ્ઝાઇમરના રોગીઓની સ્થિતિમાં સુધારો જોઈ શકાય છે. કેસરમાં રહેલ બે ખાસ તત્વો ક્રોસીન અને એથેનોલથી પ્રાપ્ત અર્કમાં એંટીડિપ્રેસેંટ ગુણ જોવા મળે છે, જે અવસાદ(ડિપ્રેશન)ને ઘટાડવાનું કામ કરી શકે છે. આ સિવાય કેસર સિજોફ્રેનિયા(માનસિક વિકાર)ના રોગીઓ પર પણ સકારાત્મક પ્રભાવ બતાવી શકે છે.

image source

એક અધ્યયન મુજબ સેરેબ્રલ ઇસ્કિમિયાં પર પણ કેસરનો અર્ક એક સુરક્ષાત્મક ભૂમિકામાં જોઈ શકાય છે. એક અન્ય શોધ મુજબ કેસર સ્મરણશક્તિને વધારવાનું કામ પણ કરી શકે છે.

૬. અસ્થમાના ઈલાજ:

image source

શ્વાસ સંબંધી સમસ્યાઓ માટે કેસરનો ઉપયોગ પ્રાચીન કાળથી કરવામાં આવી રહ્યો છે. પારંપરિક ચિકિત્સામાં કેસરના ઉપયોગનો ઉલ્લેખ પણ મળે છે, પરંતુ એના પર હજી શોધ ચાલી રહી છે. એટલે વધારે જાણકારી માટે આપે ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

૭. પાચનને વધારવા માટે:

કેસર પોતાના એંટી ઓક્સિડેંટ અને એંટી ઇન્ફ્લેમેટરી ગુણોના માધ્યમથી પાંચનશક્તિને વધારી ડે છે અને પાચન વિકારોના ઇલાજમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે. કેસર પેપ્ટીક અલ્સર અને અલ્સરેટિવ કોલાઇટીસના ઇલાજમાં પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

૮. ઘાવ ભરાઈ જાય છે.:

image source

કેસર જખમને પણ ઠીક કરી શકે છે, ખાસ કરીને જે દાઝી ગયાના કારણે જખમ બને છે. દાઝી ગયાના જખમનો ઉપચાર કરવામાં આ ખાસ પદાર્થ ખૂબ પ્રભાવી મળી આવે છે.

૯. પ્રતિરક્ષા અને ઉર્જા સ્તર:

image source

કેસરમાં રહેલ કૈરોટીનોયડ સકારાત્મક રૂપથી પ્રતિરક્ષા પ્રણાલીમાં સુધારી શકે છે. એક અધ્યયનમાં મળી આવ્યું છે કે દરરોજ ૧૦૦ મીલીગ્રામ કેસર કોઈ હાનિકારક પ્રભાવ વગર અસ્થાઈ ઈમ્યુણોમોડ્યૂલેટ્રી ગતિવિધિ માટે સહાયક સાબિત થઈ શકે છે.

એક વૈજ્ઞાનિક અધ્યયનમાં કેસરનો અર્ક એન્ટિબોડી પ્રતિક્રિયા વધારવામાં સક્રિય ભાગ ભજવે છે. માનવમાં આવે છે કે કેસર ઉર્જાના સ્તરમાં સુધાર કરે છે, પરંતુ તેની પર હજી સુધી કોઈ ચોક્કસ સાક્ષ્ય ઉપલબ્ધ નથી.

૧૦. ગર્ભાવસ્થા દરમિયાન:

image source

ગર્ભાવસ્થામાં પણ કેસરના ફાયદા જોઈ શકાય છે. એક વૈજ્ઞાનિક શોધમાં કેસરનું સેવન કરવાવાળી મહિલાઓમાં સી-સેક્શનની સંખ્યા પણ ઓછી હતી.

૧૧. માસિક ધર્મના લક્ષણોથી રાહત:

માસિક ધર્મના લક્ષણોથી રાહત આપવામાં કેસરની ભૂમિકા જોઈ શકાય છે. કેસરયુક્ત એક ઈરાની હર્બલ દવા પ્રાઇમરી ડિસમેનોરીયા(માસિક ધર્મ દરમિયાન પેટમાં થતાં મરોડ)થી રાહત આપવામાં કારગત મળી આવી છે.

૧૨. હ્રદય સ્વાસ્થ્ય:

image source

કેસરના ફેડમાં એંટીઓક્સિડેંટ ગુણ પણ સામેલ છે, જે આર્તરી અને રક્ત વાહિકાઓને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. કેસરના એંટીઇન્ફ્લેમેટરી ગુણ હ્રદય પર પોતાનો સકારાત્મક પ્રભાવ નાખે છે. કેસર રાઈબોફલેવિનનો એક મોટો સ્ત્રોત માનવામાં આવે છે, જે હ્રદય માટે મહત્વપૂર્ણ વિટામીનના રૂપમાં કામ કરે છે.

એટલું જ નહિ એમાં રહેલ ક્રોસેટીન રક્તમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રણ કરે છે અને એથેરોસક્લેરોસિસની ગંભીરતાને ઓછી કરે છે. કેસર રક્તચાપને પણ ઓછું કરી શકે છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે.

૧૩. લીવર સ્વાસ્થ્ય:

image source

એક અધ્યયન મુજબ કેન્સરની સાથે લીવર મેટાસ્ટેસીસથી પીડિત દર્દીઓ પર કેસર પોતાનો સકારાત્મક પ્રભાવ બતાવી શકે છે. લીવર ખરાબ થવા પર કેસર તેને સુરક્ષા પ્રદાન કરી શકે છે. આ લિવર વિષાક્તતા(ટોક્સીસિટી)ના ઉપચારમાં પણ કારગત સાબિત થઈ શકે છે.

૧૪. કામોતેજક ના રૂપમાં

કેસર મનુષ્યના યૌન જીવનમાં સુધાર કરી શકે છે. એક વૈજ્ઞાનિક શોધ મુજબ કેસર પુરુષ પ્રજનન પ્રણાલી માટે ફાયદાકારક હોઈ શકે છે. એક શોધમાં જણાવાયું છે કે કેસરના અર્ક અને એમાં રહેલ ક્રોસીન કામોતેજનાને વધારવાનું કામ કરી શકે છે.

image source

કેસર વીર્યના નિર્માણ અને પુરુષ વાંઝપણ જેવી સ્થિતિઓ પર પ્રભાવી અસર મળી આવે છે. જો કે આ શુક્રાણુઓની સંખ્યામાં વૃધ્ધિ નથી કરતાં, પરંતુ પુરુષ વાંઝપણના ઉપચારમાં મદદ કરી શકે છે.

કેસરમાં ક્રોસીન પણ મળી આવે છે, જે નિકોટિનના ઉપયોગથી પુરુષ પ્રજનન પ્રણાલીને થનાર નુકસાનને ઊલટું કરી શકે છે.

૧૫. કીટના ડંખથી રાહત:

image source

કેસરના અર્કમાં કીટના ડંખથી થતાં દુખાવાથી ત્વચાને રાહત આપવાનું કામ પણ કરી શકે છે.

૧૬. દુખાવો-સોજાથી રાહત માટે:

કેસરમાં એંટી ઇન્ફ્લેમેટરી ગુણથી સમૃધ્ધ હોય છે, એટલે કેસર આ દર્દ અને સોજાથી રાહત આપવાનું કામ કરી શકે છે. એક શોધમાં આ વાતની પુષ્ટિ કરાઇ છે કે ઇસ્કિમિયાં (રક્ત પ્રવાહની ઉણપ)ના કારણે ‘એક્યુટ કિડની ઈંજરી’ની સ્થિતિમાં કેસર સુરક્ષાત્મક ભૂમિકા નિભાવી શકે છે. કેસરના અર્કમાં એંટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે.

image source

કેટલાક સૂત્રોથી આ વાત પણ સામે આવી છે કે કેસર રક્ત પ્રવાહમાં સુધાર કરે છે અને કોશિકાઓના નિર્માણ અને રીપેરીંગને વધારે છે આ સાથે સાથે તાવ અને દાંતના દુખાવાના ઈલાજ પણ કરી શકે છે. કોઈપણ બીમારી માટે કેસરનો ઉપયોગ કરતાં પહેલા ડૉક્ટરની સલાહ જરૂર લેવી.

સ્વાસ્થ્ય માટે કેસર ખાવાના ફાયદા જાણીને હવે પછી જાણીશું ત્વચા માટે કેસરના ગુણ.

ત્વચા માટે કેસરના ફાયદા:

image source

આંતરિક સ્વાસ્થ્યની સાથે સાથે ત્વચા માટે પણ કેસર ખાવાના કેટલાક ફાયદાઓ છે. જેના વિષે હવે જણાવીશું કે કેસર કેવીરીતે આપની કોમળ ત્વચાને લાભ પહોંચાડે છે.

૧૭. ચમકદાર ત્વચા:

ત્વચાને ચમકદાર બનાવવા માટે પણ કેસર આપની મદદ કરી શકે છે. કેસર વિટામિન સી જેવા એંટીઓક્સિડેંટથી સમૃધ્ધ હોય છે, જે ત્વચાને સૂર્યના તેજ કિરણો અને મુક્ત કણોથી દૂર રાખવાનું કામ કરે છે. જેનાથી ત્વચાની કુદરતી ચમક બની રહે છે.

હવે જાણીશું ત્વચાને ચમકદાર અને લિસી બનાવવા માટે આપ કેસરનો આ પ્રકારનો ફેસ પેક બનાવી શકો છો

image source

-એક ચમચી ચંદન પાવડર, બે થી ત્રણ કેસરના રેશા અને બે ચમચી દૂધ લો. આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો.

-ચેહરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો અને કપડાથી સારી લૂછી લો.

-હવે બનાવેલ કેસરના મિશ્રણને પોતાના ચહેરા પર લગાવો અને થોડીવાર સુધી ફેસ મસાજ કરો.

-૨૦ મિનિટ માટે ચેહરા પર આ મિશ્રણ લાગેલું રહેવા દો અને પછી તેને ચોખ્ખા પાણીથી ચેહરાને ધોઈ લો.

– સારા પરિણામ માટે આપ આ પ્રક્રિયાને અઠવાડિયામાં એક થી બે વાર અજમાવી શકો છો.

૧૮.દમકતી સાફ ત્વચા:

image source

કુદરતી રીતે દમકતી સાફ ત્વચા મેળવવા માટે આપના માટે કેસર ફાયદાકારક થઈ શકે છે. જેવું કે અમે આપને આગળ જણાવ્યું તેમ કેસરમાં વિટામિન સી રહેલ હોય છે અને વિટામિન સીમાં લાઇટનિંગ ગુણ મળી આવે છે. જે ત્વચાને દમકતી બનાવવાનું કામ કરે છે.

હવે જાણીશું કેવી રીતે કરી શકાય કેસરનો ઉપયોગ:

કેવી રીતે કરશો ઉપયોગ:

image source

-બે કલાક માટે દૂધમાં કેસરના કેટલાક રેશાને પલાળી દો.

-હવે આ દૂધને આપના ચેહરા અને ગર્દન પર લગાવીને મસાજ કરો.

-કેટલીક મિનિટ પછી ચેહરા અને ગર્દનને ધોઈ લો.

-આના નિયમિત રીતે ઉપયોગ કરવાથી આપને પ્રાકૃતિક રીતે દમકતી સાફ ત્વચા મળી શકે છે.

આપ ચહેરા માટે કેસરની આ વિધિ પણ અપનાવી શકો છો:

image source

-જરૂરિયાત મુજબ ચિરોન્જી અને કેસરને દૂધમાં આખીરાત પલાળી રાખો.

-સવારે આ મિશ્રણને પીસીલો અને ચેહરા અને ગર્દન પર લગાવો.

-મિશ્રણને વ્યવસ્થિત સુકાવા દેવું. સુકાઈ જાય પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો.

image source

ચેહરાને આકર્ષક બનાવવા માટે આપ કેસરને દૂધ સાથે લઈ શકો છો. બેશક, કેટલાક લોકો ગર્ભવતી મતાઓને કેસરવાળું દૂધ પીવા આપે છે, જેથી ગર્ભમાં રહેલ બાળકને ગોરું અને ચમકતો રંગ મળી શકે, પરંતુ તેના સમર્થનમાં કરવા માટે કોઈ સ્પષ્ટ સાક્ષ્ય ઉપલબ્ધ નથી.

આ સિવાય આપ ન્હાવાના પાણીમાં કેસરનો ઉપયોગ કરી શકો છો. એટલા માટે આપ કેસરના કેટલાક રેશાઓને ન્હાવાના હળવા ગરમ પાણીમાં ૨૦ મિનિટ માટે નાખી દો, પછી સ્ન્ના કરવું. કેસરની આ વિધિ પણ આપની ત્વચાના રંગને સાફ કરી શકે છે.

૧૯. ખીલ અને દાગ ધબ્બાનો ઈલાજ:

image source

કેસરમાં એક ખાસ તત્વ ક્રોસેટીનથી સમૃધ્ધ હોય છે અને એક શોધ મુજબ ક્રોસેટીન ખીલનો ઈલાજ કરી શકે છે. આ સિવાય કેસરમાં રહેલ વિટામિન સી ચેહરના મુક્ત કણો અને સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી દૂર રાખે છે. જેનાથી ત્વચાને દાગ ધબ્બાઓથી બચાવી શકાય છે.

કેવીરીતે કરશો ઉપયોગ ?

-પાંચ થી છ તુલસીના પાનની સાથે કેસરના ૧૦ થી ૧૨ રેશાની પેસ્ટ બનાવી લો અને તેને પોતાના ચેહરા પર લગાવો.

-આ પેસ્ટને ૧૦ થી ૧૫ મિનિટ સુધી ચેહરા પર લગાવી રાખો અને પછી ચેહરાને ચોખ્ખા પાણીથી ધોઈ લો.

image source

કેસર અને તુલસીના આ પ્રકારે ઉપયોગ કરવાથી આપ ખીલ અને દાગ ધબ્બાથી છુટકારો મેળવી શકો છો. તુલસીના પાન ખીલ અને દાણા ઉત્પન્ન કરવાવાળા બેક્ટેરિયાને ખતમ કરવાનું કામ કરે છે. ચેહરાના ધબ્બા માટે આપ આ ફેસપેકને રોજ બેવાર કેસરનું દૂધ ચેહરા પર લગાવી શકો છો.

૨૦. બેજાન ત્વચાનો ઈલાજ:

image source

બેજાન ત્વચાને આકર્ષક બનાવવા માટે આપ કેસરનો પ્રયોગ કરી શકો છો. અહિયાં પણ ત્વચા પર કેસરમાં રહેલ વિટામિન સીની અસર જોઈ શકાય છે. વિટામિન સી ત્વચાને હાનિકારક કિરણો, ગંદગીથી દૂર રાખે છે અને ત્વચાને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે.

હવે જાણીશું કેવીરીતે કરી શકાય છે કેસરનો ઉપયોગ:

image source

-એક ચમચી પાણીમાં કેસરના બે-ત્રણ રેશા નાખીને આખીરાત રહેવા દો.

-બીજા દિવસે પાણીનો રંગ પીળો થઈ જશે.

-હવે આ પાણીમાં એક ચમચી દૂધ, બે-ત્રણ ટીપાં ઓલિવ ઓઇલ કે નારિયેળ તેલ અને એક ચપટી ખાંડ ભેળવો.

-પછી આ મિશ્રણમાં બ્રેડનો એક ટુકડો ડૂબાડો અને પછી તેને ચેહરા પર લગાવો.

-હવે આ મિશ્રણને ૧૫ મિનિટ સુધી સુકાવા દો, પછી ચોખ્ખા પાણીથી ચેહરાને ધોઈ લો.

-આ માસ્ક બેજાન ત્વચાની સાથે સાથે ડાર્ક સર્કલસને પણ હટાવી ડે છે.

image source

૨૧. ત્વચાનો રંગ:

જગમગતી ત્વચા માટે આપ કેસરનો પ્રયોગમાં લઈ શકાય છે. કેસર ત્વચાના પ્રાકૃતિક રંગને વધારવાનું કામ કરે છે.

કેવીરીતે ઉપયોગ કરી શકાય?

-જરૂરિયાત મુજબ મધમાં કેસરના કેટલાક રેશાને સારી રીતે ભેળવો.

-હવે આ મિશ્રણને પોતાના ચેહરા પર લગાવો અને મસાજ કરો.

-આ પ્રક્રિયા ત્વચાને ઑક્સીજન પ્રદાન કરીને રક્ત સંચાલનમાં મદદ કરે છે. નિયમિત રીતે આ ફેસપેકનો ઉપયોગ કરવાથી આપના ચેહરાને ચમકાવી દેશે.

image source

૨૨. આપની ત્વચાને ટોન કરે છે.

કેસર આપની ત્વચાને ટોનિંગ કરવામાં મદદ કરી શકે છે. અહિયાં પણ કેસરમાં રહેલ વિટામિન સી ના લાભ જોઈ શકાય છે. વિટામિન સી એક કારગત સ્કીન ટોનરના રૂપમાં જાણવામાં આવે છે. સ્કીન ટોન કરવા માટે આપ કેસરના કેટલાક રેશાને ગુલાબ જળમાં પલાળી લો. અને ફેસ સ્ક્રબ કર્યા પછી તેને પોતાના ચેહરા પર લગાવી લેવું.

૨૩. ત્વચાના ટેક્સચર માટે:

image source

ત્વચાના ટેક્સચરને સુધારવા માટે પણ કેસરનો ઉપયોગ કરી શકો છો. કેસર વિટામિન સી થી સમૃધ્ધ હોય છે, જે ત્વચાના ટેક્સચરને પણ સુધારવાનું કામ કરે છે.

કેવીરીતે કરશો ઉપયોગ:

-અડધા કપ પાણીને દસ મિનિટ સુધી ઉકાળવું.

-આ પાણીમાં કેસરના ચારથી પાંચ રેશા અને ચાર ચમચી દૂધનો પાવડર ઉમેરવો.

-આ મિશ્રણ ઠંડુ થાય પછી પોતાના ચેહરા પર લગાવો.

-૧૦ થી ૧૫ મિનિટ સુધી આ મિશ્રણને ચેહરા પર લગાવેલ રહવા દો અને પછી ઠંડા પાણીથી ચેહરાને ધોઈ લેવો.

-આ રીતે આપ પોતાના ચેહરના ટેક્સચરમાં સુધારો કરી શકો છો.

image source

૨૪. શુષ્ક ત્વચાના ઉપચાર માટે:

જો આપની ત્વચા શુષ્ક છે, તો આપ લીંબુ અને કેસરની સાથે એક ફેસ માસ્ક બનાવી શકો છો. કેસર વિટામિન સી થી ભરપૂર હોય છે અને વિટામિન સી શુષ્ક ત્વચા પર પ્રભાવી રૂપથી કામ કરી શકે છે.

હવે જાણીશું લીંબુ અને કેસરનો ફેસપેકને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય છે?

image source

-એક ચમચી કેસર પાવડરની સાથે લીંબુના રસના કેટલાક ટીપાં ઉમેરવી.

-જો આપની ત્વચા વધારે શુષ્ક છે, તો આપ તેમાં દૂધના કેટલાક ટીપાં નાખી શકો છો.

-મિશ્રણ મુલાયમ થાય ત્યાં સુધી સારી રીતે મિક્સ કરવું.

-હવે તેને ચેહરા પર લગાવો અને ૨૦ મિનિટ માટે સુકાવા માટે છોડી દો. પછી ચોખ્ખા પાણીથી ચેહરો ધોઈ લેવો.

૨૫. ઘાવ ભરી ડે છે.

image source

માનવમાં આવે છે કે ભૂતકાળમાં યુધ્ધના સમયે ઘાયલ યોધ્ધાઓના ઘાવનો ઈલાજ કરવા માટે કેસરના અર્કનો ઉપયોગ કરવામાં આવતો હતો. કેસરનો અર્ક હીલિંગ ગુનથી સમૃધ્ધ હોય છે, જે ઘાવને જલ્દી ભરવાનું કામ કરી શકે છે.

હવે આપે સ્વાસ્થ્ય અને ત્વચા વિષે કેસર ખાવાના ફાયદા જાણી લીધા છે તો હવે આગળ વાળ માટે કેસરના ગુણ જાણીશું.

વાળ માટે કેસરના ફાયદા:

image source

૨૬. વાળને ખરતા રોકવા માટે:

વાળ માટે પણ કેસર ખાવાના ઘણા ફાયદા છે. કેસર વિટામિન એ જેવા એંટીઓક્સિડેંટ ગુણોથી સમૃધ્ધ હોય છે અને વાળની ખરવાની સમસ્યાથી આપને છુટકારો અપાવી શકે છે.

કેવી રીતે કરવો ઉપયોગ:

image source

-જરૂરિયાત મુજબ દૂધમાં કેસરના કેટલાક રેશાઓ પલાળો અને આ મિશ્રણમાં લિકોરાઇસ ઉમેરવું.

-આ મિશ્રણને વ્યવસ્થિત રીતે મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો.

-આ પેસ્ટને સ્કેલ્પ અને વાળમાં સારી રીતે લગાવી લેવું.

-હવે આ મિશ્રણને ૧૫ મિનિટ માટે વાળમાં એમ્ જ છોડી દો અને ત્યારબાદ ઠંડા પાણીથી માથું ધોઈ લેવું.

-વાળ માટે આ પ્રક્રિયા અઠવાડિયામાં બે વાર કરી શકાય છે.

image source

શરીર માટે કેસરના ફાયદા જાણ્યા પછી હવે જાણીશું કેસરમાં રહેલ પોષકતત્વો વિષે.

કેસરના પૌષ્ટિક તત્વ:

નીચે આપેલ કોષ્ટકના માધ્યમથી જાણીશું કેસરમાં રહેલ પોષકતત્વો વિષે.

પોષકતત્વો પ્રમાણ પ્રતિ ૧૦૦ ગ્રામ

 

 

કેસરના પોષકતત્વો વિષે જાણ્યા પછી હવે કેસરના ઉપયોગ વિષે જાણીશું.

image source

કેસરનો ઉપયોગ:

કેસરનો ઉપયોગ નીચે આપેલ રીતથી ઉપયોગ કરી શકાય છે.:

-રાતે સૂતા પહેલા એક ગ્લાસ દૂધમાં કેસરના કેટલાક રેશા અને કેસર પાવડરને ભેળવીને પી શકો છો.

-દૂધથી બનેલ પકવાન જેવા કે ખીર, મીઠાઇ વગેરેમાં કેસરનો ઉપયોગ કરી શકાય છે.

-આપ કેસર પાવડરનો ઉપયોગ ચિકન જેવી નોન વેજ ડિશ બનાવવા માટે પણ કરી શકો છો.

-આપ કેસરનો ઉપયોગ ચોખાથી બનતી વાનગી જેવી કે પુલાવ કે બિરીયાની બનાવવામાં પણ કરી શકો છો.

image source

કેટલું પ્રમાણમાં કેસરનો ઉપયોગ કરી શકાય છે?:

-એક ગ્લાસ દૂધમાં ચપટીભર કેસર પાવડર કે ત્રણ-ચાર કેસરના ધાગાનો ઉપયોગ કરો.

-ચિકન કે ચોખાની વાનગીઓ માટે પા ચમચી થી અડધી ચમચી કેસર પાવડરનો ઉપયોગ કરી શકાય છે.

ચાલો હવે જાણીશું કે કેસરને પસંદ કરવાની યોગ્ય રીત અને કેસરને સ્ટોર કરવાના પ્રકાર વિષે જાણીશું.

કેવી રીતે પસંદ કરવું અને કેવીરીતે સ્ટોર કરવું જોઈએ કેસર?

પસંદગી:

image source

-કેસરની યોગ્ય પસંદગી કરવી ખૂબ મહત્વપૂર્ણ છે. કેસર સુપરમાર્કેટ અને ખાસ દુકાનોમાં આખું વર્ષ ઉપલબ્ધ હોય છે. કેસર બે સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે.: ૧. કેસરના ધાગા અને ૨. કેસરનો પાવડર.

-કેસરના ધાગા કે પાવડર કોઈ પ્રતિષ્ઠિત દુકાનથી જ ખરીદવું જોઈએ. કેસર ખરીદતી વખતે આ વાત નક્કી કરી લેવી કે તે ઘાટા લાલ રંગનું હોય. લાલ રંગ સારા કેસરની ગુણવતા છે.

-કેસરના સિરાનો રંગ નારંગી હોવો જોઈએ અને એમાં કોઈ રંગમાં ભિન્નતા હોવી જોઈએ નહિ. ધ્યાન રાખવું કે એમાં પીળા રંગનું કોઈ નિશાન હોવું જોઈએ નહિ, કેમકે તેની કોઈ ઉપયોગિતા હોતી નથી.

-આગળનું પગલું તેની સુગંધની પરખ કરવાની છે. કેસરમાં એક મજબૂત અને તાજી સુગંધ હોવી જોઈએ. કેસરની સુગંધ મીઠી હોવી જોઈએ ખરાબ નહિ.

-કેસરના ધાગા અને પાવડર બંને સ્વરૂપમાં ઉપલબ્ધ હોય છે. જો શક્ય હોય તો ધાગાને પસંદ કરવાનું યોગ્ય રહેશે, કેમકે પીસેલા કેસરની સેલ્ફ લાઈફ કેસરના ધાગાની તુલનામાં ઓછી હોય છે.

આ સિવાય, કેસર મોંઘો મસાલો છે. જો કેસર ઓછી કિમતમાં ઉપલબ્ધ છે, તો આ કેસરની ગુણવતા ખરાબ હોઈ શકે છે કે નકલી પણ હોઈ શકે છે.

સ્ટોર:

image source

કેસરને એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરવું જોઈએ. સારું રહેશે કે કેસર ભરેલ જાર ઠંડી, અંધારી અને સૂકી જગ્યા પર રાખવામાં આવે. કેસર માટે આદર્શ સ્ટોર તાપમાન ૬૮` ફેરનહીટ થી ઓછું અને આદ્રતા ૪૦%થી ઓછી હોવી જોઈએ.

અન્ય ઔષધિઓ અને મસલાઓની જેમ, કેસર પણ પ્રકાશ પ્રત્યે સંવેદનશીલ હોય છે, એટલે કેસરને પારદર્શી કન્ટેનરમાં રાખતા પહેલા ફોઈલમાં વીટી લેવું. કેસરના ધાગા એકબીજા સાથે ચોટી ના જાય એટલે જારમાં રાખતા પહેલા રેશાને અલગ અલગ કરી લો. આ રીતે આપ સરળતાથી એક કે ધાગો બહાર કાઢી શકો છો.

image source

-જો કેસરને યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો કેસર કેટલાક વર્ષો સુધી સારું રહી શકે છે. સ્ટોર કરેલ કેસરને બે વર્ષની અંદર ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ઉમર વધવાની સાથે સાથે કેસરનો સ્વાદ વધારે વધી જાય છે.

કેસરના લાભ જાણી લીધા પછી હવે વાત કરીશું કેસરના દુષ્પ્રભાવ વિષે.

કેસરના દુષ્પ્રભાવ:

કેસર એક ગુણકારી ખાદ્ય પદાર્થ છે, જેના નુકસાન ઓછા જ જોવા મળે છે. જો કે કેસરનું વધારે સેવન નીચે લખેલ સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

કેસર કેલ્શિયમથી ભરપૂર હોય છે અને કેલ્શિયમનું વધારે પ્રમાણ પેટને લગતી તકલીફો જેવી કે ગેસ, પેટમાં સોજો અને કબ્જ જેવી તકલીફનું કારણ બની શકે છે.

કેસરમાં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં મળી આવે છે, જેનું પ્રમાણ વધી જવાથી હાઇપરકલેમિયા(શરીરમાં પોટેશિયમ વધારે થઈ જવાથી)નું કારણ બની શકે છે. જેનાથી છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, જીવ મચલવું અને ઊલટી પણ થઈ શકે છે.

image source

કેસર ભલે મોંઘું છે, પરંતુ તેને થોડુ પ્રમાણ સ્વાસ્થ્ય માટે પૂરતું છે અને એટલું ખરીદવું દરેક વ્યક્તિ માટે સરળ છે. આપના દૈનિક જીવનમાં સામેલ કરીને આપ કેસરનો લાભ ઉઠાવી શકો છો. કેસરના દુશપ્રભાવ બિલ્કુલ ના બરાબર છે, પરંતુ હોય શકે છે કે કેસરનું નિયમિત સેવન કરો તે દરમિયાન કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં કેસરનું સેવન બંધ કરી દેવું જોઈએ અને ડોક્ટરનો સંપર્ક કરી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ